scorecardresearch

ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ સાત બિલિયોનર્સ ઉમેદવારો મેદાનમાં, પાંચ ભાજપના અને બે કોંગ્રેસના

seven candidates billionaire club: ગુજરાતમાં થનારી આ વિધાનસભા ચૂંટણીમાં બિલિયોનર્સ ઉમેદવારોએ પણ ઝંપલાવ્યું છે. આ ચૂંટણીમાં કુલ સાત ઉમેદવારો એવા છે જેમની કુલ સંપત્તિ 100 કરોડ રૂપિયાથી પણ વધારે છે.

gujarat election 2022
ગુજરાત ચૂંટણીના ધનવાન ઉમેદવારો

સોહિની ઘોષઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીના મતદાનના આડે હવે ગણતરીના દિવસો બાકી છે. દરકે પક્ષોએ પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે અને ઉમેદવારોએ પોતાનાનું ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે. ઉમેદવારોએ ફોર્મ ભરતા સમયે એક સોગંદનામું રજૂ કર્યું હતું. જેમાં તેમણે પોતાની તમામ વિગતો આપી હતી. ગુજરાતમાં થનારી આ વિધાનસભા ચૂંટણીમાં બિલિયોનર્સ ઉમેદવારોએ પણ ઝંપલાવ્યું છે. આ ચૂંટણીમાં કુલ સાત ઉમેદવારો એવા છે જેમની કુલ સંપત્તિ 100 કરોડ રૂપિયાથી પણ વધારે છે. આ સાત ઉમેદવારોમાં ભાજપના પાંચ અને કોંગ્રેસના બેનો સમાવેશ થાય છે.

ભાજપના ઉમેદાર જ્યંતિભાઈ પટેલ - કુલ સંપત્તિ રૂ. 661.28 કરોડ

ઉમેદવારોએ રજૂ કરેલા સોગંદનામા પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના પાંચ અને કોંગ્રેસ પક્ષના બે ઉમેદવારો સંપત્તી 100 કરોડથી પણ વધારે છે. ગાંધીનગર જિલ્લાની માણસા બેઠક ઉપર 2017માં કોંગ્રેસના ઉમેદવારની 500 મતથી જીત થઈ હતી. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જ્યંતિભાઈ પટેલનું કુલ સંપત્તિ 661.28 કરોડ દર્શાવી છે. જેમાં હિન્દુ યુનિફાઇડ ફેમિલી અંતર્ગત પત્ની આનંદીબહેન પટેલની સંપત્તિનો પણ સમાવેશ થાય છે. કડવા પાટીદાર સમુદાયના અને ધોરણ 10 પાસ બિઝનેસમેન જ્યંતિભાઈ પટેલે તેમની ચલ સંપત્તિ 147 કરોડ રૂપિયા અને અચલ સંપ્તિ 514 કરોડ રૂપિયા દર્શાવી છે.

ભાજપના ઉમેદવાર બળવંતસિંહ રાજપૂત - કુલ સંપત્તિ રૂ.367.89 કરોડ

ભારતીય જનતા પાર્ટીના પાટણ જિલ્લાની સિદ્ધપુર બેઠક પરથી ચૂંટણી લડનાર 61 વર્ષીય બળવંતસિંહ રાજપૂતની કુલ સંપત્તી રૂ.367.89 કરોડ રૂપિયાની છે. જેમાં 266 કરોડ રૂપિયાની ચલ સંપત્તિ છે જ્યારે ખેતીલાયક જમીન અને બીનખેતી લાયક જમીન, ગુવાહાટીમાં કોમર્સિયલ બિલ્ડિંગ અને ગુજરાતમાં કોમર્સિયલ જગ્યાનો પણ સમાવેશ થાય છે. રાજપૂત 2012ની વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોમાં સૌથી વધારે ધનવાન ઉમેદવાર હતા.

કોંગ્રેસના ઉમેદવાર રઘુનાથ દેસાઈ - કુલ સંપત્તિ 140 કરોડ રૂપિયા

પાટણ જિલ્લાના રાધનપુર બેઠક જ્યાંથી 2017માં ઠાકોર સમાજના યુવાનેતા અને એ સમયના કોંગ્રેસના નેતા અલ્પેશ ઠાકરો ચૂંટણી લડ્યા હતા. 2019માં અલ્પેશ ઠાકોરે ભાજપ જોઈન કર્યું અને વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. 2019ની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણ બેઠક ઉપરથી ચૂંટણી લડશે. જોકે, રાધનપુર બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર રઘુનાથ દેસાઈ ચૂંટણી લડશે. તેમણે પોતાના સોગંદનામામાં પોતાની કુલ સંપત્તિ 140 કરોડની દર્શાવી છે.

ભાજપના ઉમેદવાર રમેશ તિલાળા - કુલ સંપત્તિ 172 કરોડ રૂપિયા

રાજકોટ સીટ પણ બે કરોડપતિ ઉમેદવારની સાક્ષી પુરાવે છે. જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રમેશ તિલાળા અને કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનિલ રાજ્યગુરુનો સમાવેશ થાય છે. રમેશ તિલાળાની કુલ સંપત્તિ 172 કરોડ રૂપિયા દર્શાવી છે.

આ પણ વાંચોઃ- ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : રાહુલ ગાંધીના ભાષણનું ભરતસિંહ સોલંકી કરી રહ્યા હતા ટ્રાન્સલેશન, અધવચ્ચેથી જતા રહ્યા, જુઓ Video

કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનિલ રાજ્યુગુરુઃ કુલ સંપત્તિ 160 કરોડ રૂપિયા

કોગ્રેસના રાજકોટ બેઠકના 56 વર્ષીય ઉમેદવાર ઇન્દ્રનિલ રાજ્યગુરુએ પોતાના સોગંદનામામાં કુલ 160 કરોડની સંપત્તિ જાહેર કરી છે. જેમાં 66.85 કરોડ રૂપિયાની ચલ સંપત્તિ અને 92.99 કરોડ રૂપિયાની અચલ સંપત્તિનો સમાવેશ થાય છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ઇન્દ્રનિલ રાજ્યગુરુ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે 53,000 વોટોથી હારી ગયા હતા.

આ પણ વાંચોઃ- ગુજરાતની 44 શહેરી બેઠકો છે ભાજપનો ગઢ, આ વખતે કોંગ્રેસ ઉપરાંત અન્ય બે પાર્ટી સામે પણ જંગ જીતવી પડશે

ભાજપ ઉમેદવાર પભુભા માનેક- કુલ સંપત્તિ 115 કરોડ રૂપિયા

ભારતી જનતા પાર્ટીના દ્વારકા બેઠક ઉપરથી વિધાનસભા ચૂંટણી લડનાર પભુભા માણેકની કુલ સંપત્તિ 115 કરોડ રૂપિયા છે. તેઓ 2017ની ચૂંટણીમાં 500 માર્જીન વોટથી જીત્યા હતા.

ભાજપના ઉમેદવાર જવાહર ચાવડા - કુલ સંપત્તિ 130 કરોડ રૂપિયા

જૂનાગઢ જિલ્લાની માણાવદર બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર 58 વર્ષીય જવાહર ચાવડાએ પોતાના સોગંદનામામાં કુલ સંપત્તિ 130 કરોડ રૂપિયા દર્શાવી છે.

Web Title: Assembly election billionaire candidates bjp congress

Best of Express