પરિમલ ડાભીઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. બીજી તરફ રાજકીય પાર્ટીઓ પણ સંપૂર્ણ તૈયારીઓ સાથે ચૂંટણી મેદાનમાં ઉતરી પડી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પોતાની પાર્ટીને જીત અપાવવા માટે દરેક પાર્ટીઓ કોઈના કોઈ અભિયાનો, શ્લોગનો, કાર્યક્રમો કરીને મતદારોને આકર્ષવાનો પ્રયત્ન કરી રહી છે. ત્યારે આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પોતાને રેખાંકિત કરતા નારા સાથે ભારતીય જનતા પાર્ટી મેદાનમાં આવી છે.
સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલીમાં “આ ગુજરાત અમે બનાવ્યું છે” સુત્ર આપીને પોતાના અભિયાનની શરુઆત કરી હતી. પાર્ટી મતદાાઓ સુધી પોતાનો સંદેશો પહોંચાડવા માટે પાર્ટીએ “ભરોસાની ભાજપ સરકાર” પણ સુત્ર આપ્યું છે. 1995માં ગુજરાતમાં પહેલીવાર ભાજપે સરકાર બનાવી હતી જ્યારે કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારે પાર્ટીએ “ભય, ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત”નું સુત્ર આપ્યું હતું. અયોધ્યા રામ મંદિર આંદોલન અને બાબરી મસ્જીદ વિધ્વંસ વચ્ચે પરિવર્તનનના પોતાના સંદેશના દમ પર ભાજપે 121 સીટો જીતી હતી.
સુત્રોચ્ચારમાં સામે ભાજપના એક વરિષ્ઠ કાર્યકર્તાએ કહ્યું હતું કે “આ (1995ના સુત્ર) તત્કાલીન સ્થિતિ, સાંપ્રદાયિક હિંસા અને અમદાવાદમાં અબ્દુલ લતિફ (ગેંગસ્ટર)ની ઉપસ્થિતિનો સંદર્ભ હતો.” ત્રણ વર્ષ પછી જ્યારે શંકરસિંહ વાઘેલાના વિદ્રોહ બાદ ભાજપ ચૂંટણીમાં આવી ત્યારે તેમનું સુત્ર હતું તેમનું સૂત્ર હતું કે “બીજેપી નહીં નિર્ધારઃ સલામત, સમૃદ્ધિ, સ્વાભિમાની, સમરસ ગુજરાત”. કદાચ એટલું આકર્ષક ન્હોતું. ભાજપ કાર્યકર્તાએ કહ્યું “પરંતુ વાઘેલા કાંડ બાદ ભાજપની પ્રત્યે ભાવના એટલી મજબૂત હતી કે એક જોરદાર સુત્રની કોઈ જ જરૂરિયાત લાગતી ન્હોતી.”
ગોધરા ટ્રેન સળગાવવી અને સાંપ્રદાયિક હિંસાને ધ્યાનમાં રાખીને 2002માં વિધાનસભા ચૂંટણી થઈ. હિંસા એ ચૂંટણીમાં ચાલનારી સૌથી મજબૂત જનભાવના હતી. પાર્ટીનું સુત્ર હતું કે “પાંચ કરોડ ગુજરાતીઓનો હિતરક્ષક- બીજેપી”. જોકે, તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદી દ્વારા શરુ કરવામાં આવેલી ગૌરવ યાત્રા એટલી લોકપ્રિય હતી કે ચૂંટણીમાં આ સિવાય બીજી કોઈ ચર્ચા જ કરવામાં ન્હોતી આવી.
આ પણ વાંચોઃ- વોટિંગ માટે લાંચ આપે કે બળજબરી કરે તો ક્યાં ફરિયાદ કરવી? આ રહ્યો ટોલ-ફ્રી નંબર
2007માં ભાજપે મોદીના નેતૃત્વમાં “જીતશે ગુજરાત”ના સુત્રનો ઉપયોગ કરીને ચૂંટણી લડી હતી. એ સમયે કેન્દ્રમાં કોંગ્રેસના નેતૃત્વવાળી સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ)ની સત્તા હતા. સુત્રનો અર્થ એ થતો હતો કે ગુજરાત પ્રત્યે કેન્દ્રના કથિત અન્યાયો છતાં રાજ્યની જીત થશે.
2012ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપે ઉપયોગમાં લીધેલા સૂત્ર આપવાનો શ્રેય મોદીને આપવામાં આવ્યો હતો. એક વર્ષ પહેલા તેઓ તેમના સદભાવના મિશન દરમિયાન “સૌનો સાથ, સૌનો વિકાસ (સમાવેશક વૃદ્ધિ, સામૂહિક પ્રયાસ)” સાથે આવ્યા હતા.
આ પણ વાંચોઃ- ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ સરકાર બદલવા ઈચ્છે કે નહી? મતદાતાઓનું શું છે મંતવ્ય
પાંચ વર્ષ બાદ ભાજપે પાટીદાર રોષ વચ્ચે ચૂંટણીનો સામનો કર્યો. તેને એક એવી પંચલાઇનનો સામનો કરવો પડ્યો હતો જે લોકપ્રિય રીતે એક પાટીદાર યુવક દ્વારા બનાવવામાં આવી હોવાનું માનવામાં આવે છે: “વિકાસ ગાંડો થયો છે (વિકાસ ગાંડો થયો છે)”. ભાજપનો કાઉન્ટર હતો “હું છું ગુજરાત, હું છું વિકાસ ”.