દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલે શુક્રવારે અમદાવાદમાં ઇસુદાન ગઢવીને આમ આદમી પાર્ટીના ગુજરાતના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. કેજરીવાલે કહ્યું હતું કે “ગત સપ્તાહે અમે સુચનો મંગાવ્યા હતા. જે અંતર્ગત અમને 16,48,500 પ્રતિક્રિયાઓ મળી હતી. જેમાં 73 ટકા પ્રતિક્રિયાઓમાં ઇસુદાન ગઢવીનું નામ લખ્યું હતું.”
લોકો પાસે મંગાવ્યા હતા સુચનો
ગત સપ્તાહે અરવિંદ કેજરીવાલે એસએમએસ, વોટ્સએપ, વોઈસ મેઇલ અને ઇ-મેલના માધ્યમથી પાર્ટીને સંપર્ક કરવાનો આગ્રહ કર્યો હતો. જેથી કરીને બે તબક્કામાં થનારી ચૂંટણી માટે રાજ્યમાં પાર્ટી મુખ્યમંત્રી પદ ઉમેદવાર કોણ હોવો જોઈએ. આ અંગે લોકો પોતાના વિચાર આપે. મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર થયા બાદ ઇસુદાન ગઢવીએ સાથી મિત્ર મનોજ સોરઠિયા અને યુવરાજ સિંહ જાડેજાને ગળે લગાવ્યા હતા. પોતાની માતાના આશીર્વાદ લેવા માટે મંચ ઉપર ઉતર્યા હતા. તેમણે એક ટ્વીટ કરીને કેજરીવાલ અને ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો.
કોણ છે ઇસુદાન ગઢવી?
ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના પિપલિયા ગામમાં 10 જાન્યુઆરી 1982ના રોજ એક ખેડૂતના ઘરમાં જન્મેલા ઇસુદાન ગઢવી અન્ય પછતા વર્ગોની જેમ જ પછાત સમુદાયમાંથી આવે છે. તેમણે 2005માં ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં અનુસ્તાનક કર્યું હતું. તેમણે પત્રકારત્વ અને પ્રત્યાયનમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી અને પછી એક પત્રકારના રૂપમાં કામ કર્યું હતું. તેમણે દુરદર્શન સાથે કામ કરવાનું શરુ કર્યું હતું. 2007થી 2011 સુધી ઇટીવી ગુજરાતી સાથે પોરબંદરમાં એક ફિલ્ડ પત્રકારના રૂપમાં શરુઆત કરી હતી.
ગઢવીના રિપોર્ટિંગે રાજ્યના ડાંગ અને કપરાડા જિલ્લામાં 150 કરોડના વનોમાં ગેરકાયદેસરની કાપણીના કૌભાંડ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરી હતી અને ગુજરાત સરકારે બાદમાં આ મામલામાં કાર્યવાહી કરી હતી. ખેડૂતોએ મુદ્દોની તેમના રિપોર્ટિંગને તેમના ગ્રામીણ ક્ષેત્રોમાં ફેન ફોલોઇંગ વધારવામાં મદદ કરી હતી.
આ પણ વાંચોઃ- આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર થયા પછી શું કહ્યું ઈસુદાન ગઢવીએ, કેવા કર્યા વાયદા
2015માં ગઢવી ગુજરાતી ટીવી ચેન વીટીવીમાં પ્રાઈમ ટાઇમ શો એન્કરના રૂપમાં નવી ઇનિંગ શરુ કરી હગતી. મહામંથન નાના પોતાના આ શોમાં ગઢવીએ સ્ટૂડિયોમાં પેનલિસ્ટોની સાથે સાથે જનતાની સાથે ફોન-ઇન અને સંગઠિત ચર્ચાના માધ્યમથી રાષ્ટ્રીય અને રાજ્યના મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી. સ્થાનિક મીડિયામાં તેઓ સૌથી ઓછી ઉંમરના ચેનલ હેડ બન્યા હતા. તેમણે ગત વર્ષે આમ આદમી પાર્ટીમાં જોડાવવા માટે તેમણે ચેનલ હેડનું પદ છોડી દીધું હતું.
રાજનીતિમાં તેમનું કરિયર કેવી રીતે શરું થયું?
પૂર્વ પત્રકાર ઇસુદાન ગઢવીએ14 જૂન, 2021ના દિવસે અરવિંદ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં સામેલ થયા હતા. તેઓ પહેલા પ્રભાવશાળી વ્યક્તિઓમાંથી હતા જેમણે 27 વર્ષ સુધી ભાજપનો ગઢ ગણાતા ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં સામેલ થયા હતા. ગત વર્ષે આમ આદમી પાર્ટીમાં સામેલ થયા બાદ ઇસુદાન ગઢવીએ રાજનીતિમાં પગ મુક્યો હતો. પાર્ટીમાં સામેલ થયા બાદ તેમને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયુક્ત મહાસચિવ બનાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ- ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોમન સિવિલ કોડના દાવ પર શું બોલ્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
ઇસુદાન ગઢવીએ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે “હું લોકો માટે કામ કરવા માંગુ છું. એટલા માટે મેં એક પત્રકારના રૂપમાં પોતાની નોકરી છોડી દીધી હતી. મને ભાજપ, કોંગ્રેસ અને આપે સંપર્ક કર્યો હતો. ત્યારબાદ એક દિવસ અરવિંદ કેજરીવાલે મને મળવા માટે બોલાવ્યો હતો. હું આમ આદમી પાર્ટીમાં સામેલ થયો કારણ કે હું પોતાના દમ ઉપર કામ કરી શકું. હું આમ આદમી પાર્ટીમાં જે કામ કરી રહ્યો છું એનાથી હું સંતુષ્ટ છું. પાર્ટીમાં કોઈ મતભેદ નથી. હું દિલ્હીમાં કેજરીવાલના કામથી પ્રભાવિત છું.” ગત મહિને ગઢવીએ દ્વારકા જિલ્લામાં “બસ હવે પરિવર્તન જોઈએ” નામની યાત્રાની શરુઆત કરાવી હતી. તે 67 ચૂંટણી વિસ્તારોને કવર કર્યા બાદ 20 નવેમ્બરે સમાપ્ત થશે.