scorecardresearch

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોમન સિવિલ કોડના દાવ પર શું બોલ્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

uniform civil code amit shah: કોમન સિવિલ કોડ લાગુ કરવાના ગુજરાત સરકારના નિર્ણયને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીનું ભારતના લોકોને વચન છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોમન સિવિલ કોડના દાવ પર શું બોલ્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
અમિત શાહની ફાઇલ તસવીર

Gujarat Assembly election uniform civil code: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીએ ઇસુદાન ગઢવીને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. રાજકિય દુનિયામાં અત્યારે ભારે હલચલ છે ત્યારે સમાન નાગરિક સંહિતા એટલે કે કોમન સિવિલ કોડ લાગુ કરવાના ગુજરાત સરકારના નિર્ણયને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીનું ભારતના લોકોને વચન છે. સમાન નાગરિક સંહિતા લાગુ થવી જોઈએ.

એબીપી ન્યૂઝ સાથેના ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે “કોમન સિવિલ કોડ જનસંઘની સ્થાપનાથી અમારા એજન્ડાનો પાર્ટ રહ્યો છે. કોમન સિવિલ કોડ ભારતીય જનતા પાર્ટીના દેશની જનતાને આઇડિયોલોજિકલ કમિટમેન્ટ છે. અને કોમન સિવિલ કોડ હોવો જોઈએ. આ અમારા જનસંઘના સમયથી ભારતીય જનતા પાર્ટી સુધી, અમારી બધી ચૂંટણી ઢંઢારાનો ભાગ છે. એ સમયે આમ આદમી પાર્ટી ન્હોતી પરંતુ કોંગ્રેસનો વિરોધ પણ નવો ન્હોતો. હિન્દુ કોડ બિલ જવાહરલાલ નેહરુ લઇને આવ્યા હતા. કોમન સિવિલ કોડનો અત્યાર સુધી કોંગ્રેસે વિરોધ જ કર્યો છે. કારણ કે કોંગ્રેસે અત્યાર સુધી તૃષ્ટીકરણની રાજનીતિ કરી છે.”

દરેકને મળે સમાન ટ્રીટમેન્ટ

તેમણે વધુમાં જણાવ્યું હતું કે “જ્યારે સવિધાન સમ્મત વાત હોય ત્યારે આર્ટિકલ 44ની અંદે ગાઇડિંગ પ્રિંસિપલ આપવામાં આવ્યા છે. જેમાં બંધારણ નિર્માતાએ એક અપેક્ષા રાખી હતી કે ભવિષ્યમાં દેશની સંસદ, દેશના વિધાન મંડલ કોમન સિવિલ કોડ લાવે અને કોમન સિવિલ કોડના માધ્યમથી આખા દેશમાં ધર્મના આધાર ઉપર કોઈ કાયદો ન હોવો જોઈએ. આર્ટિકલ 14 અને આર્ટિકલ 15માં ચોખ્ખું લખ્યું છે કે કોઈપણ વ્યક્તિને સમાન ટ્રીટમેન્ટ મળવી જોઈએ.”

આ પણ વાંચોઃ- ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: કોંગ્રેસે 43 ઉમેદવારોના નામની જાહેરાત કરી, જાણો કોને-કોને મળી ટિકિટ

કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું કે ધર્મના આધારે કોઈને વિશેષ ટ્રીટમેન્ટ ન મળવી જોઈએ. કોઈની સાથે અન્યાય ન થવો જોઈએ અને જનસંઘના સમયથી અમારું સૂત્ર હતું કે અમે તુષ્ટિકરણ નહીં થવા દઈએ અને કોઈની તરફેણ કરીશું નહીં.

ભાજપ પોતાનો રેકોર્ડ તોડીને ફરી સરકાર બનાવશે

તે જ સમયે શાહે દાવો કર્યો હતો કે ભાજપ તેનો રેકોર્ડ તોડીને ગુજરાતમાં ફરી સરકાર બનાવશે. તેમણે કહ્યું કે ગુજરાતમાં જે પ્રકારનું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે, લોકોનો ભારતીય જનતા પાર્ટી તરફનો ઝુકાવ, લોકોનો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. આ બધું જોઈને એ વાત નિશ્ચિત છે કે ભાજપ જંગી બહુમતી સાથે સરકાર પરત કરશે. પોતાના રેકોર્ડ બનાવશે.

આ પણ વાંચોઃ- આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર થયા પછી શું કહ્યું ઈસુદાન ગઢવીએ, કેવા કર્યા વાયદા

આ સાથે જ ન્યૂઝ ચેનલ દ્વારા કરવામાં આવી રહેલા સર્વે અંગે અમિત શાહે કહ્યું હતું કે, ન્યૂઝ સર્વેની વિશ્વસનીયતા અંગે કંઈ કહી શકાય નહીં, પરંતુ છેલ્લા ઘણા સમયથી ગુજરાતની ચૂંટણીઓ જોઈ, ચૂંટણીમાં ઊભા રહ્યા અને 5 વખત ધારાસભ્ય.. જે રીતે ગુજરાતની જનતા, યુવાનો, ખેડૂતો અને ખાસ કરીને ગુજરાતની મહિલાઓમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીમાં વિશ્વાસ અને ઉત્સાહનું વાતાવરણ છે તે જોતા ચોક્કસ અમે અમારા તમામ રેકોર્ડ તોડીને બહુમતી સાથે સરકાર બનાવીશું.

Web Title: Gujarat assembly election 2022 amit shah uniform civil code interview

Best of Express