કમલ સૈયદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. ધીમે ધીમે મતદાનની તારીખો પણ નજીક આવતી જાય છે ત્યારે દરેક પક્ષ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરે છે. આમ આદમી પાર્ટીએ બુધવારે જાહેરાત કરી હતી કે ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા સુરતની કતારગામ બેઠક ઉપરથી ચૂંટણી લડશે. કતારગામ બેઠક પરથી ગોપાલ ઇટાલિયાની જાહેરાત થતાં જ સત્તાધારી ભારતીય જનતા પાર્ટી માટે ચિંતાનો વિષય બની ગયો છે કારણ કે આ બેઠક ઉપર ભાજપ તરફથી અનેક દાવેદારો છે.
શહેરી વિકાસ અને શહેરી આવાસ રાજ્યમંત્રી વિનોદ મોરાડિયા પણ ગોપાલ ઇટાલિયાની જેમ એક પાટીદાર છે. વિનોદ મોરાડિયા અત્યારે કતારગામનું પ્રતિનિધિત્વ કરે છે. ભાજપે અત્યાર સુધી પોતાના ઉમેદવારની જાહેરાત કરી નથી. કોંગ્રેસે આ બેઠક પર કપલેશ વરિયાને મેદાનમાં ઉતાર્યો છે. જે અન્ય પછાત વર્ગની જેમ વર્ગીકૃત પ્રજાપતિ સમુદાયથી છે.
કતારગામમાં પાટીદાર અને પ્રજાપતિ મહત્વના સમુદાયો
કતારગામમાં પાટીદાર અને પ્રજાપતિ સમુદાય ચૂંટણીના દ્રષ્ટીકોણથી પ્રમુખ સમુદાયો છે. સૂત્રો પ્રમાણે કતારગામ બેઠકમાં 90,000 રજીસ્ટર પાટીદાર મતદાતા છે જ્યારે પ્રજાપતિ સમુદાયના 75,000 મતદાતા છે. જોકે, તેઓ ડાયમંડ પોલિશિંગ એકમો અને કપડા પાવર લૂમમાં યુપી, બિહાર, ઓડિશા અને રાજસ્થાનના અનેક પ્રવાસીઓને રોજગાર આપે છે. એટલા માટે આ બેઠકમાં પ્રવાસી મતદાતા એક મોટો આધાર છે.
AAP કતારગામ સીટનું બદલી શકે છે અપસેટ
આમ આદમી પાર્ટી કતારગામ સીટ ઉપર અપસેટ સર્જી શકે છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન વોર્ડ 7 અને 8 અને વોર્ડ 6નો કેટલોક ભાગ વિધાનસભા વિસ્તારનો ભાગ છે. ગત વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ -7 માંથી આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર ચૂંટાયા હતા. જ્યારે વોર્ડ-8 પર પક્ષનો એક કોર્પોરેટર ચૂંટાયો હતો. બાકીના કોર્પોરેટરો ભાજપના છે. આ એ 29 સીટો પૈકી છે જેના પર આમ આદમી પાર્ટીએ 2017ની ચૂંટણી લડી હતી. પાર્ટીને 2.29 ટકા વોટ મળ્યા અને ત્રીજા સ્થાન ઉપર રહી હતી.
ભાજપમાં કથિત ભાગલાથી આપ મજબૂત બની
બુધવારે પોતાને કાતરગામ બેઠક પર ટિકિટ મળતા જ ગોપાલ ઇટાલિયા પોતાના સમર્થકો સાથે કતારગામ સ્થિત સ્વામીનારાયણ મંદિર પહોંચ્યા હતા. ભાજપમાં કથિત ભાગલાના કારણે પણ આમ આદમી પાર્ટી મજબૂત થઈ છે. સત્તાધારી પક્ષના અંદરના સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેટલાક દિવસ પહેલા 23 નેતાઓએ આ સીટ ઉપરથી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ ઉમેદવારોમાં નરેન્દ્ર નંદલાલ પાંડવ છે જે 2019માં ભાજપમાં જોડાયા હતા. અને ગત વર્ષની કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ 7 પરથી ચૂંટાયા હતા.
ભાજપના નરેન્દ્ર નંદલાલ પાંડવે માંગી છે ટિકિટ
પાંડવ ગુજરાત વતાલિયા પ્રજાપતિ સમાજના અધ્યક્ષ અને ભાજપ નેતા નંદલાલ પાંડવના પુત્ર છે. નંદલાલ પાંડવે કહ્યું હતું કે “મારા પુત્રએ ભાજપ પાસે કતારગામની ટિકિટ માંગી છે. મને આશા છે કે તેમને ટિકિટ મળી જશે. અમારા સમુદાયને પણ યોગ્ય નેતૃત્વ મળવું જોઈએ અને વિધાનસભા ચૂંટણી લડવા માટે ટિકિટ માંગવી ભાજપ કાર્યકર્તા અથવા નેતાનો અધિકાર છે”
બીજેપીના સુરત શહેર પ્રમુખ નિરંજન જાંઝમેરાએ, જેઓ પણ પ્રજાપતિ સમુદાયના છે. તેમણે જણાવ્યું હતું કે, “મેં કતારગામ કે સુરતની અન્ય કોઈ બેઠક પરથી ટિકિટની માંગણી કરી નથી. હું આ વખતે વિધાનસભાની ચૂંટણી લડીશ નહીં. હું તમામ 12 બેઠકોના ઉમેદવારો માટે કામ કરીશ અને તેમને જીતાડીશ.
આ પણ વાંચોઃ- ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: વિજય રુપાણી, નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ચૂંટણી નહીં લડે
સુરત સ્થિત રાજકીય વિશ્લેષક નરેશ વરિયાએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માટે કતારગામ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ છે. નિરંજન ઝાંઝમેરા સિવાય સુરતમાં ભાજપ પાસે બીજો કોઈ મોટો પ્રજાપતિ નેતા નથી. ભાજપ આ બેઠક પરથી પાટીદાર ઉમેદવારને મેદાનમાં ઉતારી શકે છે. કોંગ્રેસે ચતુરાઈથી આગળ વધીને પ્રજાપતિ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા.
આ પણ વાંચોઃ- ઓપિનિયન પોલ : ગુજરાતમાં બંપર બહુમત સાથે બીજેપીની સરકાર બનવાના અણસાર
ચૂંટણીમાં આપણે AAP અને BJP વચ્ચે પાટીદાર મતોનું વિભાજન જોઈશું. જો પ્રજાપતિ સમુદાય તેમના સમુદાયના ઉમેદવારને સમર્થન આપવા માટે ખુલ્લેઆમ બહાર આવે છે, તો કોંગ્રેસને જીતવાની તક છે. છેલ્લી બે ચૂંટણીમાં કોંગ્રેસને 25 ટકા જેટલો વોટ શેર મળ્યો હતો. આ વખતે AAPએ પણ સખત મહેનત કરી છે અને તે રસ્તાઓ તેમજ સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય છે અને ઇટાલિયાને સારા મત મળશે.
કતારગામમાં 2.77 લાખ મતદારો
2017ની ચૂંટણી અંગેના ભારતીય ચૂંટણી પંચ (ECI)ના ડેટા મુજબ કતારગામમાં 2.77 લાખ મતદારો છે. વિનોદ મોરાડિયાને 1.25 લાખ મત મળ્યા, તેમણે કોંગ્રેસના સાથી પાટીદાર જિજ્ઞેશ જીવાણીને હરાવ્યા જેમને 46,157 મત (25.58 ટકા) મળ્યા હતા. મોરાડિયા નાનુ વાનાણીની જેમ જ મંત્રી બન્યા જેમણે 2012 માં બેઠક જીતી હતી. વાનાણીએ તે સમયે કોંગ્રેસમાં રહેલા નંદલાલ પાંડવને હરાવ્યા હતા.