ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ પત્ની રિવાબાને ટિકિટ આપવા બદલ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ માન્યો મોદી-શાહનો આભાર

Gujarat Assembly election: રવિન્દ્ર જાડેજાએ પણ પોતાની પત્ની રિવાબા જાડેજાને જામનગર ઉત્તર વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તરીકે ટિકિટ આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આભાર માન્યો હતો.

Gujarat Assembly election: રવિન્દ્ર જાડેજાએ પણ પોતાની પત્ની રિવાબા જાડેજાને જામનગર ઉત્તર વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તરીકે ટિકિટ આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આભાર માન્યો હતો.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
રીવાબાના ‘પરિવારમાં રાજકારણ’, રવિન્દ્ર જાડેજાના પિતાએ પુત્રવધુની વિરુદ્ધમાં આપ્યું આવું નિવેદન, વિડિયો વાયરલ

પત્ની રિવાબા સાથે રવિન્દ્ર જાડેજાની ફાઇલ તસવીર

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પોતાના 160 ઉમેદવારોના નામ જાહેર કર્યા જેમાં જામનગર ઉત્તરના ઉમેદવાર અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાનું નામ પણ સામેલ છે. રિવાબા નામ જાહેર થયા બાદ જામનગર ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા. ખુબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ રિવાબાને શુભેચ્છા પાઠવવા ઉમટી પડ્યા હતા. સાથે સાથે રવિન્દ્ર જાડેજાએ પણ પોતાની પત્ની રિવાબા જાડેજાને જામનગર ઉત્તર વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તરીકે ટિકિટ આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આભાર માન્યો હતો. રવિન્દ્ર જાડેજાએ ટ્વીટ કરીને ભાજપના બંને દિગ્ગજ નેતાઓનો આભાર માન્યો હતો.

Advertisment
રવિન્દ્ર જાડેજાએ ટ્વીટ કરીને મોદી-શાહનો માન્યો આભાર

રવિન્દ્ર જાડેજાએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, "મારી પત્નીને વિધાનસભા ચૂંટણી માટે ભાજપની ટિકિટ મળવા બદલ અભિનંદન. તમે જે પ્રયત્નો અને સખત મહેનત કરી છે એના પર અમને ગર્વ છે. મારી શુભેચ્છાઓ તમારી સાથે છે. તમે સમાજ માટે સારા કામો કરતા રહો. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો પણ આભાર માનું છું જેમણે મારી પત્નીમાં યોગ્યતા જોઈને ટિકિટ આપવા બદલ આભાર માનું છું"

"હું છેવાડાના માનવી સુધી પહોંચી શકું અને મેની સેવા કરી શકું"

જામનગર ઉત્તર બેઠક પરથી નામ જાહેર થયા બાદ રિવાબા જામનગર કાર્યાલય ખાતે પહોંચતા જામનગર શહેર પ્રમુખ, સાંસદ પૂનમબેન માડમ સહિતના નેતાઓએ તેમને શુભેચ્છા પાઠવી હતી. આ સમયે રિવાબાએ પત્રકારો સાથેની વાતચીતમાં વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, હું બહેન દીકરી, યુવાનો, ગરીબો સહિત છેવાડાના માનવી સુધી સારી રીતે પહોંચી શકુ અને તેમની સેવા કરી શકુ તે માટે જ રાજકારણમાં આવી છું, હું ભાજપના એક જ મંત્ર વિકાસના મુદ્દા સાથે લોકો પાસે જઈશ. ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પણ ચૂંટણીના પ્રચારમાં જોડાશે.

Advertisment

આ પણ વાંચોઃ-રિવાબા જાડેજા જામનગર ભાજપ કાર્યાલય પહોંચ્યા, ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પણ કરશે પ્રચાર

રિવાબા જામનગર ઉત્તરથી ભાજપ ઉમેદવાર

ઉલ્લેખનીય છે કે, આ વખતની ચૂંટણીમાં ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા પણ સામેલ છે. ત્રણ વર્ષ પહેલા બીજેપીમાં જોડાનાર રિવાબા અત્યારે ચર્ચામાં રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ પોતાની પહેલી યાદી જાહેર કરી છે. વિધાનસભા ચૂંટણીમાં જામનગર ઉત્તર બેઠક માટે ભાજપે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાને ટિકિટ આપી છે. .

કોણ છે રિવાબા જાડેજા?

રિવાબા જાડેજા મૂળ ગુજરાતના રાજકોટના રહેવાસી છે. તેમના પિતા એક ઉદ્યોગપતિ છે. મિકેનિકલ એન્જીનિયરિંગનો અભ્યાસ કરનાર રિવાબા લાંબા સમયથી સામાજિક કાર્યોમાં સક્રિય છે. તેમણે વર્ષ 2016માં રવિન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યા હતા.

કરણી સેનામાં પણ રહ્યા છે સક્રિય

રિવાબા જાડેજા, રાજપૂત સમુદાયના સંગઠન કરણી સેનાના નેતા રહી ચુક્યા છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણી પહેલા તેઓ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા. ત્યારથી બીજેપીના તમામ કાર્યક્રમોમાં મંચ ઉપર નજર આવી ચુક્યા છે.

આ પણ વાંચોઃ-ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ જામનગર ઉત્તર સીટ માટે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની ઉમેદવાર જાહેર, કોણ છે રિવાબા જાડેજા?

રિવાબા જાડેજા કોંગ્રેસના દિગ્ગજ નેતા હરિસિંહ સોલંકીના સંબંધી

ઉલ્લેખનીય છે કે રિવાબા જાડેજા, કોંગ્રેસના દિગ્ગજ નેતા હરિસિંહ સોલંકીના સંબંધી પણ છે. રિવાબા પોતાનો વધારે સમય રાજકોટ અને જામનગરમાં વિતાવે છે. રાજકોટમાં તેમની એક રેસ્ટોરન્ટ છે જ્યારે જામનગરમાં ઘર છે. જ્યારે રિવાબાએ ભાજપ જોઈન કર્યું ત્યારે પ્રદેશ અધ્યક્ષે કહ્યું હતું કે રિવાબા ગુજરાતનો એક મોટો ચહેરો છે. તેમનું ભાજપ સાથે જોડાવું એક સારો ફાયદો થઈ શકે છે.

રિવાબા જાડેજા ચૂંટણી 2022 ગુજરાત ભાજપ gujarat election 2022