ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ: વિરગામ બેઠક પરથી મેદાને ઉતરેલા હાર્દિક પટેલનો ભાજપ 145 બેઠકો જીતશે તેવો દાવો

Gujarat Assembly Election Result: હાર્દિક પટેલે (Hardik patel) જણાવ્યું હતું કે, કોગ્રેંસ (Congress) વિપક્ષની ભૂમિકા નિભાવવામાં નિષ્ફળ રહી છે. એવામાં લોકોનો વિશ્વાસ ભાજપ પર છે.

Written by mansi bhuva
December 08, 2022 08:41 IST
ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ: વિરગામ બેઠક પરથી મેદાને ઉતરેલા હાર્દિક પટેલનો ભાજપ 145 બેઠકો જીતશે તેવો દાવો
હાર્દિક પટેલે મોટો દાવો કર્યો

આજે ગુજરાત વિધાનસભાની 182 બેઠક માટે થયેલી ચૂંટણીનું પરિણામ પ્રત્યક્ષ હશે. આ સાથે ચૂંટણી મેદાને ઉતરેલા ઉમેદવારોનું ભાવિ નક્કી થઇ જશે તેમજ ગુજરાતમાં કોની સરકાર રચાશે તે પણ સ્પષ્ટ થઇ જશે.આજે ગુરુવારે વહેલી સવારે 8 વાગ્યેથી રાજ્યભરના 37 મથકો પર મતગણતરી હાથ ધરાશે. મહત્વનું છે કે, રાજ્યમાં લગભગ 27 વર્ષથી ભાજપનું શાસન છે. ત્યારે આ વખતે પણ ભાજપને આશા છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જંગી જીત હાંસિલ કરી 7મું કાર્યકાળ મેળવશે.ત્યારે વિરમગામ પરથી મેદાને ઉતરેલા હાર્દિક પટેલે ભાજપની જીતને લઇને મોટો દાવો કર્યો છે.

જ્યારે હાર્દિક પટેલને પૂછવામાં આવ્યું કે તેમની પાર્ટીને કેટલી સીટો મળશે તો તેણે કહ્યું કે, 135થી 145 સુધી. આ સાથે તેમણે કહ્યું કે, સરકાર કામના આધારે બની રહી છે. છેલ્લા 20 વર્ષથી અહીં કોઈ દંગા કે આતંકવાદી હુમલો થયો નથી. લોકો એ વાતથી વાકેફ છે કે બીજેપી તેમની આશાઓ પર ખરી ઉતરી છે. તેઓ કમલનું બટન દબાવે છે કારણ કે બીજેપીના શાસનમાં તેમનું ભવિષ્ય સુરક્ષિત રહેશે. ભાજપએ સુશાસન કર્યું છે અને ભાજપે લોકોના વિશ્વાસને વધુ મજબૂત કર્યો છે.

આ પણ વાંચો: Gujarat – Himachal Pradesh Election Result 2022 Live Updates : ગુજરાત, હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 પરિણામ, ગુજરાતમાં ભાજપ જીતના રેકોર્ડ તરફ આગળ

વિપક્ષની ભૂમિકા નિભાવવામાં કોંગ્રેસ નબળી: હાર્દિક પટેલ

વીરમગામ બેઠક પરથી મેદાને ઉતરેલા ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ મતગણતરી કેન્દ્ર પર પહોંચી ગયા છે. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસે ગુજરાતની અસ્મિતા વિરુદ્ધ કામ કર્યું છે. આ સાથે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, કોગ્રેસ વિપક્ષની ભૂમિકા નિભાવવામાં નિષ્ફળ રહી છે. એવામાં લોકોનો વિશ્વાસ ભાજપ પર છે. જે લોકો પાસે દૂરદર્શિતા ના હોય તેઓ પોતાનો કે દેશનો વિકાસ કરી શકે નહીં.

મહત્વનું છે કે, ભાજપ 1995થી સત્તા પર છે. વર્ષ 2002માં ભાજપે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન સાથે 182માંથી 127 બેઠક જીતી હતી. આ વખતના એક્ઝિટ પોલના સંદર્ભે ભાજપ સૌથી વધુ બેઠકો જીતશે.

આ પણ વાંચો: Gujarat Election Result 2022 Live Updates : ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022, શરુઆતી વલણ BJP- 128, કોંગ્રેસ- 49, AAP- 3

આપને જણાવીએ કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પ્રથમ તબક્કાનું સરેરાશ મતદાન 63.31 ટકા નોંધાયું હતુ અને બીજા તબક્કાનું સરેરાશ મતદાન 65.30 ટકા નોંધાયું છે. આ બંનેનું સરેરાશ મતદાન 64.33 ટકા થયું છે. 2007 બાદ ગુજરાતમાં આ સૌથી ઓછું મતદાન નોંધાયું છે. ગત વર્ષોની ગુજરાત ચૂંટણીના મતદાનની ટકાવારી જોઇએ તો, 2007માં 59.77%, 2012માં 72.02% અને 2017માં 69.01% મતદાન નોંધાયું હતુ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ