ગુજરાત ચૂંટણી પરિણામ: સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને સૌથી મોટો ઝટકો, લલિત વસોયાએ મીડિયા સમક્ષ હાર સ્વીકારી, આપના કારણે કોંગ્રેસને નુકસાન

Gujarat Assembly Election Result: પોતાની હાર દેખાતા લલિત વસોયાએ (Lalit vasoya) મીડિયા સામે પોતાની હાર સ્વીકારી હતી. તેમણે કહ્યું કે,આમ આદમી પાર્ટી (AAP) કોંગ્રેસને (Congress) નુકસાન કરી રહી છે. મારા અને આપના મત ગણીએ ભાજપ કરતા વધુ મત થાય છે.હાલના પરિણામ અનુસાર, આમ આદમી પાર્ટીને કારણે હુ ધોરાજી બેઠક પરથી હારી રહ્યો છું.

Written by mansi bhuva
December 08, 2022 11:26 IST
ગુજરાત ચૂંટણી પરિણામ: સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને સૌથી મોટો ઝટકો, લલિત વસોયાએ મીડિયા સમક્ષ હાર સ્વીકારી, આપના કારણે કોંગ્રેસને નુકસાન
લલિત વસોયાએ મીડિયા સમક્ષ દાવો કર્યો

ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ વચ્ચે સૌથી મોટા સમાચાર રાજકોટની બેઠક પરથી સામે આવી રહ્યા છે. ધોરાજીથી કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ મીડિયા સામે હારનો સ્વીકાર કર્યો છે.

ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણીમાં ભાજપને ફરી જેકપોટ લાગ્યો છે. ભાજપનું 27 વર્ષનું શાસન કાયમ રહ્યું છે અને હવે ફરી આગામી 5 વર્ષ ગુજરાતની ધુરા સંભાળશે તેવું હાલના ટ્રેન્ડ પરથી દેખાઈ રહ્યું છે. 10 વાગ્યાના પરિણામ પર નજર કરીએ તો ભાજપ 145 બેઠકો પર આગળ છે. ત્યારે કોંગ્રેસના ખેમામાં શાંતિમય વાતાવરણ છે. મતગણતરી કેન્દ્રો પર ભાજપના ફટાકડા ફૂટતા કોંગ્રેસના ઉમેદવારો ગાયબ થઈ રહ્યાં છે. આવામાં કોંગ્રેસના એક ઉમેદવારે અત્યારે જ હારનો સ્વીકાર કર્યો છે. ધોરાજીથી કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ મીડિયા સામે હારનો સ્વીકાર કર્યો છે. ત્યારે બિનસત્તાવાર રીતે ધોરાજીમાં ભાજપના ડો.મહેન્દ્ર પાડલિયાની જીત ગણાઈ રહી છે.

આ પણ વાંચો: Gujarat – Himachal Pradesh Election Result 2022 Live Updates : ગુજરાત, હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 પરિણામ, ગુજરાતમાં ભાજપ જીતના રેકોર્ડ તરફ આગળ

આપે કોંગ્રેસને નુકસાન કર્યું – લલિત વસોયા

પોતાની હાર દેખાતા લલિત વસોયાએ મીડિયા સામે પોતાની હાર સ્વીકારી હતી. તેમણે કહ્યું કે,આમ આદમી પાર્ટી કોંગ્રેસને નુકસાન કરી રહી છે. મારા અને આપના મત ગણીએ ભાજપ કરતા વધુ મત થાય છે.હાલના પરિણામ અનુસાર, આમ આદમી પાર્ટીને કારણે હુ ધોરાજી બેઠક પરથી હારી રહ્યો છું. બધી જગ્યાએ આપ બીજા નંબરે નથી. મારા મત વિસ્તારમાં પાંચ રાઉન્ડમાં હુ આગળ ચાલી રહ્યો છું, અને હજી પણ હું જ આગળ રહીશ એ દાવા સાથે કહુ છું. પરંતુ આમ આદમી પાર્ટી કોંગ્રેસ પાર્ટીને નુકસાન કરી રહી છે, તેને કારણે કોંગ્રેસને માત્ર ધોરાજી અને ઉપલેટા જ નહિ, પરંતું આખા સૌરાષ્ટ્રમાં હારનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો: Gujarat Election Result 2022 Live Updates : ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022, BJPની ઐતિહાસિક જીત તરફ આગેકૂચ,હાર્દિક પટેલ 14,000 અને રિવાબા 12,000 વોટથી આગળ

કોંગ્રસ- આપના ગઠબંધનની વાતો વચ્ચે લલિત વસોયાએ કહ્યું કે, અમારા ગઠબંધનની કોઈ વાત ચાલતી ન હતી. આ વાત પાયાવિહોણી છે. તે કોંગ્રેસને હરાવવા માટે ભાજપના ઈશારે ગુજરાતમાં ચૂંટણી લડવા આવી હતી. તેથી કોંગ્રેસ અને આપના ગઠબંધનનો સવાલ જ પેદા થતો નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ