Gujarat Election Result 2022 Live Updates : ગુજરાત ચૂંટણી પરિણામ ભાજપની ઐતિહાસિક જીત, કોંગ્રેસનો સફાયો

Gujarat Assembly Election Result 2022 Live Updates:ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પરિણામ ટ્રેન્ડ જોતાં ભાજપ ઐતિહાસિક જીત તરફ આગળ વધી રહી છે. ગુજરાતમાં કોંગ્રેસની ધોબી પછાડ થઇ રહી છે જ્યારે આપને વેપાર એટલો નફા જેવી સ્થિતિ છે.

Written by Haresh Suthar
Updated : December 08, 2022 10:31 IST
Gujarat Election Result 2022 Live Updates : ગુજરાત ચૂંટણી પરિણામ ભાજપની ઐતિહાસિક જીત, કોંગ્રેસનો સફાયો
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પરિણામ ભાજપને ઐતિહાસિક જીત

Gujarat Vidhan Sabha Election Result Live Updates:ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પરિણામ ટ્રેન્ડ આવી રહ્યો છે. જેમાં ભાજપ ઐતિહાસિક જીત તરફ આગળ વધી રહી છે. વર્ષ 2017 ચૂંટણી કરતાં ભાજપને અંદાજે 50 થી વધુ બેઠકો પર જીત મળતી દેખાઇ રહી છે. 150 થી વધુ બેઠક જીતવાનો દાવો સફળ થતો દેખાઇ રહ્યો છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પરિણામે સૌને ચોંકાવી દીધા છે. ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટી જીત તરફ ભાજપ આગળ વધી રહ્યું છે. હાલમાં ચાલી રહેલા ટ્રેન્ડ અનુસાર ગુજરાતમાં ડબલ એંજિનની સરકાર કામ કરી ગઇ છે. ભાજપ 150 કરતાં વધુ બેઠક પર આગળ ચાલી રહી છે. ભાજપનું બુલડોઝર હરીફ ઉમેદવાર તરફ ફરી વળતું દેખાઇ રહ્યું છે.

ગુજરાત ચૂંટણી 2022 લાઇવ પરિણામ માટે ક્લિક કરો

ગત 2017 ચૂંટણીમાં ભાજપને માત્ર 99 બેઠક મળી હતી. જ્યારે વર્ષ 2022 ચૂંટણીમાં ભાજપને 50થી વધુ બેઠકનો ફાયદો થતો દેખાઇ રહ્યો છે. જ્યારે કોંગ્રેસને ધોબી પછડાટ મળતી દેખાઇ રહી છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસને 77 બેઠક મળી હતી. જે આ વખતે 30 કરતાં ઓછી બેઠક દેખાઇ રહી છે. જ્યારે આમ આદમી પાર્ટી માટે વકરો એટલો નફો જેવી સ્થિતિ છે.

જાણો ભાજપની જીતના કારણ

ગુજરાતમાં ભાજપની ઐતિહાસિક જીતના કારણો ચકાસીએ તો છેલ્લા બે દાયકાથી ગુજરાત ભાજપનો ગઢ રહ્યું છે. એ ભાજપ માટે મોટો ફાયદો રહ્યો છે. સાથોસાથ આ વખતે આમ આદમી પાર્ટીએ અગ્રેસર રીતે રાજ્યમાં કરેલો ચૂંટણી પ્રચાર કોંગ્રેસના સફાયાનું કારણ બન્યો છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસ પ્રચારમાં પણ નિરસ દેખાઇ હતી. રાહુલ ગાંધી સહિતના મોટા દિગ્ગજોએ ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં ખાસ રસ દાખવ્યો ન હતો. સામે પક્ષે ભાજપે માઇક્રો પ્લાનિંગ સાથે કામ કર્યું હતું. જે ભાજપને ઐતિહાસિક જીત તરફ લાવ્યું છે.

ગુજરાત વિધાનસભાની 1985ની ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીની હત્યા બાદ સહાનુભૂતિની લહેરમાં કોંગ્રેસે સર્વાધિક બેઠકો પર જીત હાંસલ કરીને અત્યાર સુધીનો જીતનો સૌથી મોટો રેકોર્ડ બનાવ્યો છે. કોંગ્રેસ 1985ની વિધાનસભા ચૂંટણીમાં 182 બેઠકમાંથી 149 બેઠકો પર જીત હાંસલ કરી હતી. જે ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં કોઇ એક રાજકીય પક્ષ દ્વારા જીતેલી સર્વાધિક બેઠકો છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ : 1962 | 1967 | 1972 | 1975 | 1980 | 1985 | 1990 | 1995 | 1998 | 2002 | 2007 | 2012 | 2017 | મહારાષ્ટ્રથી અલગ થયા બાદ ગુજરાત વિધાનસભા અસ્તિત્વમાં આવી હતી. વિગતે પરિણામ જાણવા વર્ષ ઉપર ક્લિક કરો

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ