scorecardresearch

ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ કેજરીવાલે ભાજપ પર સાધ્યું નિશાન, “ભાજપનું આપને ગાળો ભાંડ્યા વિના પેટ નથી ભરાતું”

Gujarat Aseembly election: અરવિંદ કેજરીવાલે (Arvind kejriwal) ભાજપ (BJP) નિશાન સાધતા કહ્યું કે, 27 વર્ષના શાસનમાં ભાજપે ગુજરાતમાં શું કર્યું, માત્ર કેજરીવાલને ગાળો ભાંડી. કારણ કે ભાજપનું કેજરીવાલને ગાળો આપ્યા વિના પેટ નથી ભરાતું.

ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ કેજરીવાલે ભાજપ પર સાધ્યું નિશાન, “ભાજપનું આપને ગાળો ભાંડ્યા વિના પેટ નથી ભરાતું”
અરવિંદ કેજરીવાલનો રોડ શો

સૌરાષ્ટ્રના રાજકારણ માટે ગઇકાલ ગુરુવારનો દિવસ ખાસ હતો. કારણ કે ગુજરાત વિધાનસભા ચૂંટણીના (Gujarat Assembly election) પ્રથમ તબક્કામાં 89 બેઠક માટે મતદાન થઇ રહ્યુ હતું. આ વચ્ચે આમ આદમી પાર્ટીના (AAP) રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind kejriwal) અમદાવાદના બાપૂનગર વિઘાનસભા મતવિસ્તારના સરસપુર ખાતે રોડ શો કર્યો હતો. જેમાં અરવિંદ કેજરીવાલે ફરી ભાજપ (BJP) પર પેપર લીક મામલામાં સામેલ હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. જે સંબંધિત કેજરીવાલે લોકોને આપેલા વચનને રિપીટ કરતા કહ્યું કે, જો તેની પાર્ટી સત્તામાં આવશે તો ગુજરાતમાં આ પ્રકારના કૌંભાડ નહીં થાય.

આ સાથે કેજરીવાલે ભાજપ નિશાન સાધતા કહ્યું કે, 27 વર્ષના શાસનમાં ભાજપે ગુજરાતમાં શું કર્યું, માત્ર કેજરીવાલને ગાળો ભાંડી. કારણ કે ભાજપનું કેજરીવાલને ગાળો આપ્યા વિના પેટ નથી ભરાતું. તમને જણાવી દઇએક કે કેજરીવાલ સાથે આ રોડ શોમાં પંજાબના CM ભગવંત માન, રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ડા અને પૂર્વ ક્રિકેટર અને રાજ્યસભા સાંસદ હરભજન સિંહ (Harbhajan singh) પણ સામેલ હતા.

આ રોડ શોમાં ભગવંત માને આપના મફત વીજળીના વાયદાની સાબિતી શૂન્ય બિલ પ્રદર્શિત કરતા દાવો કર્યો કે, પંજાબમાં આપ સત્તા પર આવ્યા બાદ અત્યાર સુધીમાં 25,000 જેટલા લોકોના ઘરોમાં મફત વીજળી મળી છે.

આ સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને રોડ શોમાં ઉપસ્થિત હજારો લોકોને સંબોધતા કહ્યું કે, 8મી ડિસેમ્બરે બપોર સુધીમાં ગુજરાતમાં ચમત્કાર થઈ ગયો હશે. બપોર સુધીમાં આમ આદમી પાર્ટીની સરકાર બની ગઈ હશે. 27 વર્ષથી ગુજરાતમાં નેતાઓ જીતી જતા હતા અને જનતા હારી જતી હતી. પરંતુ આ વખતે 8મી ડિસેમ્બરે જનતા જીતી જશે અને મોટા મોટા નેતાઓ હારી જશે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં શાળાઓ બનાવશે, વીજળી મફત કરશે, સૌનો વ્યવસાય વધશે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે ગુજરાતમાં પેપર લીક નહીં થાય. જે લોકો મેરિટમાં આવશે એમને નોકરી મળશે. પંજાબમાં અમારી સરકારે 8 મહિનામાં 20557 યુવાનોને નોકરીઓ આપી છે. અરવિંદ કેજરીવાલજીએ દિલ્હીમાં 12 લાખ યુવાનોને રોજગારી આપી છે.

આ પણ વાંચો: ગુજરાત ચૂંટણી 2022 : 50 EVMમાં ખામી અને TV ચેનલોના પક્ષપાતી કવરેજ અંગે કોંગ્રેસની ફરિયાદ

હરભજન સિંહે પણ રોડ શોમાં એકત્રિત લોકોને પૂછ્યું હતું કે, કેમ છો ગુજરાત? જેનો જવાબ આપતા લોકોએ કહ્યું કે, મજામાં. જે સાંભળી હરભજને કહ્યું કે, તો પછી 8 તારીખે પણ મજા આવી જોઇએ.

આ પણ વાંચો: ગુજરાત ચૂંટણી: આપનું અંકગણિત હવામાં ઉપર, વાસ્તવિક ચિત્ર કઈંક અલગ

શાહીબાગ વિસ્તારમાં 32 વર્ષીય દુકાનદાર રાહુલ રાવલે દિલ્હી મોડલ પ્રદર્શિત કરી કહ્યું હતું કે, આ પહેલાં મે ભાજપને મત આપ્યો હતો. પરંતુ આ વખતે હું આપને વોટ આપીશ.કારણ કે ગુજરાતમાં અવાર નવાર પેપર લીક થવાને લઇ હું પરેશાન છું. મહત્વનું છે કે, રાહુલ રાવલ ઘંઘાની સાથે પોલીસ પરિક્ષાની તૈયારી કરે છે. જેને પગલે પેપર લીક થવાને કારણે તેને અડચણ થઇ રહી છે.

Web Title: Gujarat assembly poll 2022 aam admi party arvind kejriwal election campaign bjp

Best of Express