ગુજરાત ચૂંટણી 2022 : આમ આદમી પાર્ટીએ ખંભાત બેઠક પર કર્યો ફેરબદલ, સપ્તાહમાં ઉમેદવાર બદલવાની 5મી ઘટના

Gujarat assembly election 2022 : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની (Gujarat election) તારીખો જાહેર થાય તેની પહેલા જ આમ આદમી પાર્ટી (AAP party)એ તેના ઉમેદવારોની (AAP candidate list) યાદી જાહેર કરી દીધી છો. જો કે હવે તેમાં વ્યાપક ફેરફારો થઇ રહ્યા છે.

Written by Ajay Saroya
Updated : November 11, 2022 19:01 IST
ગુજરાત ચૂંટણી 2022 : આમ આદમી પાર્ટીએ ખંભાત બેઠક પર કર્યો ફેરબદલ, સપ્તાહમાં ઉમેદવાર બદલવાની 5મી ઘટના

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી જંગ જામ્યો છે. ભાજપ કોંગ્રેસ સહિત આપ ઉમેદવાર જાહેર કરવા લાગ્યા છે. આ સંજોગોમાં આમ આદમી પાર્ટીમાં ઉમેદવાર બદલવાનો સિલસિલો જારી છે. આમ આદમી પાર્ટીએ હવે ગુજરાતની આણંદ જીલ્લાની ખંભાત બેઠક માટેના પોતાના ઉમેદવાર બદલ્યા છે. આપ પાર્ટીએ ગુરુવારે આણંદ જિલ્લાની ખંભાત બેઠક માટેના તેના ઉમેદવાર ભરતસિંહ ચાવડાને હટાવી દીધા છે અન તેના સ્થાને નવા ઉમેદવાર તરીકે અરુણ ગોહિલને ઉભા કર્યા છે. આપ પાર્ટી દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં વિવિધ બેઠકો પર ઉમેદવાર બદલવામાં આવ્યા હોવાની સપ્તાહની અંદર આ પાંચમી ઘટના છે.

આપ પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે અમદાવાદમાં 10 નવા ઉમેદવારોની 14મી યાદી જાહેર કરી છે. જેમાં ખંભાત બેઠક પર આપર પાર્ટી ભાજપના ધારાસભ્ય મયુર રાવલ સામે ભરતસિંહ ચાવડાના સ્થાને અરુણ ગોહિલને નવા ઉમેદવાર જાહેર કર્યા હતા. નોંધનિય છે કે, ચાલુ મહિનાની શરૂઆતમાં આપ પાર્ટીએ પોતાની 10મી યાદીમાં ખંભાતની બેઠક પર ભરતસિંહ ચાવડાને ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા.

ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની ઘોષણા થાય તેની પહેલા જ આમ આદમી પાર્ટી (AAP party)એ તેના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છો. જો કે હવે ઉમેદવારોની યાદીમાં ફેરફાર થઇ રહ્યા છે.

એક સપ્તાહની અંદર 5 બેઠકો પર ઉમેદવાર બદલાયા

8 નવેમ્બરના રોજ, ગાંધીનગરની દહેગામ બેઠક પરથી આપ પાર્ટીના ઉમેદવાર યુવરાજસિંહ જાડેજા તે દિવસે જ બહાર નીકળી ગયા હતા અને તેમના સ્થાને નવા ઉમેદવાર તરીકે સુહાગ પંચાલની જાહેરાત કરાઇ હતી. તેવી જ રીતે બુધવારે જાહેર કરવામાં આવેલી 13મી યાદીમાં આપ પાર્ટીએ તેની 3 બેઠકો પર ઉમેદવારો બદલ્યા છે.

જેમાં આપ પાર્ટી દ્વારા અમદાવાદની અમરાઈવાડી બેઠક પરથી વિનય ગુપ્તાના સ્થાને હવે એડવોકેટ ભરત પટેલને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. તો વડોદરાની માંજલપુર બેઠક પરથી વિરલ પંચાલના વિનય ચવ્હાણના સ્થાને ઉમેદવાર તરીકે ઉભા કરવામાં આવ્યા છે. વડોદરા શહેરમાં ચંદ્રિકા સોલંકીની જગ્યાએ એડવોકેટ જીગર સોલંકીને ચૂંટણીમાં આપ પાર્ટીએ પોતાના ઉમેદવાર તરીકે ઉભા કર્યા છે.

ચંદ્રિકા સોલંકી એક આશા કાર્યકર હતી, જેમને ગોપાલ ઇટાલિયા દ્વારા “આશા કાર્યકરો, આંગણવાડી કાર્યકરો અને ગુજરાતની મહિલાઓ માટે લડનાર અને અવાજ ઉઠાવનાર ક્રાંતિકારી મહિલા” ગણાવી હતી.

બાકીની નવ બેઠકો કે જેના પર ગુરુવારે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી તેના પર વર્ષ 2017માં ચાર બેઠકો પર કોંગ્રેસે અને પાંચ બેઠકો પર ભાજપે જીતી હાંસલ કરી હતી. વલસાડમાં એક બેઠક અનુસૂચિત જનજાતિ વર્ગ માટે અનામત છે.

બનાસકાંઠામાં કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સામે વિરચંદ ચાવડાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જામનગર જિલ્લામાં વિશાલ ત્યાગીને જામનગર દક્ષિણમાંથી ભાજપના ધારાસભ્ય રણછોડ ફળદુ સામે અને જામજોધપુરમાં કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરિયાની સામે હેમંત ખાવાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

આ પણ વાંચો : ગુજરાત વિધાનસભાના ચૂંટણી: ગોપાલ ઈટાલિયાએ વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભર્યું, રાઘવ ચઢ્ઢા રહ્યા ઉપસ્થિત

ગીર સોમનાથ જિલ્લામાં ધારાસભ્ય ભગવાન બારડની કોંગ્રેસની બેઠક સામે તાલાલાથી દેવેન્દ્ર સોલંકીને ઉમેદવાર જાહેર કરાયા છે. તો ઉના બેઠક પર સેજલ ખુંટને ઉમેદવાર તરીકે ઉભા કરાયા છે, જ્યાં કોંગ્રેસના પુંજા વંશ ચૂંટણી લડશે. ભાવનગર ગ્રામ્યમાં ભાજપના ધારાસભ્ય પરષોત્તમ સોલંકી સામે ખુમાનસિંહ ગોહિલને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: શંકરસિંહ વાઘેલા: ‘કંઈ મફત નથી મળતુ, 300 યુનિટ ફ્રી વીજળી એ શું? કોના બાપની દિવાળી છે?

વડોદરા જિલ્લાના કરજણ બેઠક પરથી ભાજપના વર્તમાન ધારાસભ્ય અક્ષય પટેલ સામે પરેશ પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. નવસારી બેઠકના જલાલપોરથી ભાજપના ધારાસભ્ય આરસી પટેલ સામે પ્રદીપકુમાર મિશ્રાને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. તો વલસાડ જિલ્લાના ઉંબેરગાંવ મતવિસ્તારમાંથી જે અનુસૂચિત જનજાતિની અનામત બેઠક છે, ત્યાં ભાજપના ધારાસભ્ય રમણલાલ પાટકર સામે અશોક પટેલને આપ પાર્ટીએ પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ