/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/03/tmkoc-6.jpg)
આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડે ફાઇલ તસવીર
Aditya-Ananya Dating: હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કરણ જોહરને મેચમેકર માનવમાં આવે છે. તેના કારણે અત્યાર સુધીમાં ઘણી જોડીઓ સંગાથે આવી છે. જે પૈકી એક જોડી આદિત્યા રોય કપૂર અને અનન્યા પાંડે (Aditya roy kapoor and ananya pandey) ની છે. આ બંને ગત વર્ષે ફિલ્મમેકર કરણ જોહરના 50માં બર્થ ડે પર યોજાયેલી ગ્રાન્ડ પાર્ટીમાં મળ્યા હતા. ત્યારથી તેઓ ડેટ કરી રહ્યા છે અને એવોર્ડ ફંક્શનમાં કે પાર્ટીમાં અવારનવાર ટ્વિનિંગ કરતા જોવા મળ્યા છે. પ્રાપ્ત વિગત અનુસાર, આદિત્ય અને અનન્યાના સંબંઘોને પરિવાર તરફથી લીલી ઝંડી મળી ગઇ છે.
તાજેતરમાં આદિત્ય અને અનન્યા લેકમે ફેશન વીકમાં સાથે મંચ પર રેમ્પ વોક કરીને છવાયા હતા. આ તસવીરો એક્ટ્રેસે શેર કરતાં બંનેના રિલેશનને ફેન્સે તેમના તરફથી ઓફિશિયલી જાહેર કરાયું હોવાનું માની લીધું હતું. ખરેખરતો આદિત્ય અને અનન્યા વચ્ચે 13 વર્ષનો તફાવત છે પરંતુ બંનેની જોડી ફેન્સની આંખોમાં ઉતરી ગઇ છે અને તેઓ જલ્દી લગ્ન કરીને ઠરીઠામ થઇ જાય તેમ ઇચ્છે છે. જો કે આ કપલ એકબીજા માટે ગંભીર છે પણ તેઓ ધીમી ગતિએ આગળ વધવા માંગે છે.
હકીકતમાં તેઓ ખૂબ જલ્દી વેકેશન પર પણ જઈ શકે છે. પરિવાર તેમની ખુશી ઈચ્છે છે. કપલ સોશિયલ મીડિયા પર જલ્દી સંબંધોને ઓફિશિયલ કરે તો નવાઈ નહીં', તેમ એન્ટરટેન્મેન્ટ વેબ પોર્ટલ બોલિવુડ લાઈફે સૂત્રોના આધારે છાપેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, અનન્યા પાંડે પહેલા ફિલ્મ 'ખાલી પીલી'ના કો-એક્ટર ઈશાન ખટ્ટર સાથે રિલેશનશિપમાં હતી. ઈશાનના ઘરે થતી પાર્ટીમાં તે સામેલ થતી હતી અને તેના પરિવારે પણ તેને સ્વીકારી લીધી હતી. પરંતુ ત્રણ વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ તેમનું બ્રેકઅપ થયું હતું. પરસ્પર સમજૂતીથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને તેઓ હાલ સારા મિત્રો છે. બીજી તરફ, આદિત્યનું નામ તેની ડેબ્યૂ ફિલ્મ 'આશિકી 2'ની કો-એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર સાથે જોડાયું હતું. 'ઓકે જાનુ' ફિલ્મમાં સાથે કામ કર્યા બાદ તેમણે બ્રેકઅપ કર્યું હતું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/03/cropped-Rakul-Preet-Singh-Happy-Holi-08.jpg)