Amitabh Bachchan News: બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન થોડા દિવસ પહેલા હૈદરાબાદમાં ‘પ્રોજેક્ટ K’માટે એક્શીન સીન કરતા સમયે ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે હવે તેઓ સાજા થઇને પહેલીવાર ચાહકોને ઝલક આપી હતી. તેઓ ઝોળીમાં બાંધેલા હાથ સાથે જાહેરમાં આવ્યા હતા. 80 વર્ષીય અભિનેતાએ ઘરમાં બનાવેલી ઝોળીને પાટાની જેમ હાથને ટેકો આપવા માટે ધારણ કરી હતી.
બિગ બી રવિવારે 26 માર્ચના રોજ પોતાના બંગલા બહાર દરવાજા પાસે આવીને પોતાના પ્રશંસકોને ખુશ કરી દીધાં હતા. આ અંગે અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં જણાવતા લખ્યું હતું કે, મારા શુભચિંતકોને મળવા માટે હું બહાર આવ્યો હતો.
મહત્વનું છે કે, અમિતાભ બચ્ચન ચોટીંલ થતાં ચાહકોમાં ચિંતા પ્રસરી હતી. જેને પગલે તેઓ બિગ બીના સાજા થવાની પ્રાર્થના કરી રહ્યા હતા. ત્યારે બિગ બી પણ તેમના ફેન્સનો ખુબ ખ્યાલ રાખે છે અને તેમના હેલ્થ બાબતે ચાહકોને માહિતી આપતા રહેતા હતા. તેમજ હવે અમિતાભ બચ્ચન સ્વસ્થ હોવાના સમાચાર સાંભળીને ચાહકોમાં હાશકારો અને ખુશીનો માહોલ છવાયો હશે.
‘પ્રોજેક્ટ K’ના દિગ્દર્શક નાગ અશ્વિને જણાવ્યું હતું કે, અમિતાભ બચ્ચન આવતા શેડયુલમાં તેમની સાથે જોડાવાના છે. આ ઉંમરે બિગ બીનો કામ પ્રત્યે જુસ્સો અને ઉર્જા જોઇને ભલભલાને પ્રેરણા અને શકિત મળે. ખરેખર તેમની પાસેથી કંઇ રીતે સફળ થવું તે શીખવા જેવી બાબત છે તે વાતમાં કોઇ બે મત નથી.
ફિલ્મ પ્રોજેક્ટ K એપ્રિલ 2024માં રિલીઝ કરવાની યોજના છે, અને દિગ્દર્શક નાગ અશ્વિનની ટીમ ટૂંક સમયમાં રિલીઝ તારીખની સત્તાવાર જાહેરાત કરે તેવી સંભાવના છે. દીપિકા પાદુકોણના પાત્ર વિશેની તમામ વિગતો બહાર પાડેલ નથી, પરંતુ નિર્માતાઓનું કહેવું છે કે તે ફિલ્મનું સરપ્રાઈઝ પેકેજ છે, જે મોટા પડદા પર પહેલી વાર કોઈ મહિલાએ આવો રોલ ભજવશે. પ્રોજેક્ટ K પહેલા, પ્રભાસ આદિપુરુષ અને સાલારમાં જોવા મળશે, જે 2023માં રિલીઝ થવાની છે.