બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા (Anushka Sharma) અને ક્રિકેટર વિરાટ કોહલી (Virat Kohli) સૌથી પોપ્યુલર સેલિબ્રિટી કપલ્સ પૈકીમાંથી એક છે. બંને એકબીજાને ખૂબ પ્રેમ, સ્નમાન તેમજ એકબીજાને હંમેશા સપોર્ટ કરે છે. વિરાટ અને અનુષ્કા તાજેતરમાં એક સ્પોર્ટ્સ અવોર્ડ શોમાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં અનુષ્કાએ ખુલાસો કર્યો હતો કે, તેને વિરાટની કંઈ વાત સૌથી પહેલા પ્રભાવિત કરી હતી.
તાજેતરમાં અનુષ્કા શર્માએ એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, વિરાટની યાદશક્તિ સારી છે. વિરાટે પણ સ્વીકાર્યું કે તેની યાદશક્તિ સારી છે. આ અંગે વધુમાં વિરાટે કહ્યું હતું કે, મારી યાદશક્તિ થોડી સારી છે. તેણી મને અગત્યની તારીખો યાદ રાખવાનું કામ સોંપે છે. એટલે જ હું તેને સારી રીતે યાદ રાખી શકું છું. હું જરૂરી વસ્તુઓ યાદ રાખું છું પણ નાની-નાની બાબતો ભૂલી જઉં છું”, તેમ ક્રિકેટરે જણાવ્યું.
આ વાતને આગળ વધારતા અનુષ્કા શર્માએ કહ્યું કે, અમે ડેટિંગ શરૂ કર્યું એ પૂર્વથી જ તેની “અમે ડેટિંગ શરૂ કર્યું એ પહેલાથી જ તેની યાદશક્તિ સારી હોવાની બાબતથી હું પ્રભાવિત થઈ હતી. મેં વિચાર્યું હતું કે, આ મારે માટે ઉપયોગી થશે.” આ ઉપરાંત વિરાટ અને અનુષ્કાએ દીકરી વામિકા અંગે દિલ ખોલીને વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, દીકરી સાથે સમય વિતાવવા માટે તેઓ ખુશી-ખુશી પાર્ટીમાંથી વહેલા નીકળવાનું પસંદ કરે છે. આ સંદર્ભે અનુષ્કા શર્માએ કહ્યું હતું કે, આ બહાનું નથી પણ ખરી વાસ્તવિકતા છે. જ્યારે તમે માતા-પિતા બનો છો ત્યારે તમે વધારે સામાજિક સંપર્કમાં રહી શકતા નથી.
જો કે ખરેખર તો અમે આ વસ્તુથી ખુશ છીએ કારણ કે અમે બંને વધારે સામાજિક નથી. અમને સાદી વસ્તુઓ પસંદ છે, ઘરે રહેવું ગમે છે. અમને એકબીજા સાથે પણ વધુ સમય વિતાવવા મળતો નથી. એટલે જ્યારે પણ અમને સમય મળે છે તો અમે એક પરિવાર તરીકે સાથે રહેવા માંગીએ છીએ.
અનુષ્કા શર્માના વર્કફ્રન્ટ અંગે વાત કરીએ તો હવે ફિલ્મ ‘ચકદા એક્સપ્રેસ’માં જોવા મળશે. આ ફિલ્મમાં અભિનેત્રી અનુષ્કા શર્મા ભારતીય મહિલા ક્રિકેટર ઝૂલણ ગોસ્વામીના પાત્રમાં જોવા મળશે. આપને જણાવી દઇએ કે આ ફિલ્મનું શૂટિંગ ડિસેમ્બર 2022માં જ પૂરું થઈ ગયું છે. ત્યારે હવે આ ફિલ્મ 2023માં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે.