અરબપતિ ગૌતમ અદાણીના ઘરે ટુંક સમયમાં શરણાઇ વાગ્શે. ગૌતમ અદાણીના નાના પુત્ર જીતે રવિવાર 12 માર્ચના રોજ અમદાવાદ ખાતે દીવા જૈમિન શાહ સાથે સગાઇ કરી.આ સગાઇ પરિવાર અને નજીકના સંબંધિઓ વચ્ચે કરવામાં આવી હતી. ત્યારે હવે તેમની સગાઇની તસવીરો સામે આવી છે. જેમાં જીત અદાણી અને તેની મંગેતર ઇન્ડિયન અટાયરમાં સાથે ખુબ જ સુંદર લાગી રહ્યા છે. દીવાએ એમ્બ્રોઇડરી કરેલો લહેંગો અને જીત પેસ્ટલ બ્લુ કુર્તા પહેર્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ બંનેની સગાઇની તસવીરો જોતા લાગે છે કે આ ખાસ દિવસ પર બંને એકબીજા સાથે ખુબ જ ખુશ અને સગાઇના આઉટફિટમાં સુંદર લાગી રહ્યા છે. જીત અને દીવાની સગાઈને પ્રાઇવેટ રાખવામાં આવી હતી, આથી તેની જાણકારી મોડા સામે આવી.
જીત અદાણીએ યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા સ્કૂલ ઓફ એન્જીનિયરિંગ એન્ડ એપ્લાઇડ સાયન્સમાંથી તેમનું સ્કૂલિંગ કર્યું હતું. તેઓ 2019માં અદાણી ગ્રૂપમાં જોડાયા હતા અને હાલમાં તેઓ ગ્રૂપ ફાઇનાન્સના વાઇસ પ્રેસિડેન્ટ છે. તેઓ અદાણી એરપોર્ટ અને અદાણી ડિજિટલ લેબ્સનું નેતૃત્વ કરે છે.
હવે વાત કરીએ આપણે જીત અદાણીની મંગેતર દિવા જૈમિન શાહની. દીવા સી.દિનેશ એન્ડ કંપની પ્રાઈવેટ લિમિટેડના હીરા વ્યાપારી જૈમિન શાહની દીકરી છે. જે હીરાની કંપની સી દિનેશ એન્ડ કો-પ્રાઇવેટ લિમિટેડની માલિકી ધરાવે છે. જે સુરતના હીરા બજાર વિસ્તારમાં ખૂબ જ પ્રખ્યાત છે.