Good bye 2022: આ વર્ષે ઓટીટી પર દિગ્ગજ સ્ટાર્સની ફિલ્મોને પછાડી આ ફિલ્મોનો રહ્યો દબદબો

good bye 2022: Good bye 2022: આ વર્ષનો બોલિવૂડ (Bollywood) નો સૌથી મોટો બોધપાઠ એ હતો કે ફિલ્મનું નબળુ કન્ટેન્ટ કામ નથી કરતું પછી ભલે તેમાં મોટા સ્ટાર્સ હોય.

Written by mansi bhuva
December 28, 2022 08:09 IST
Good bye 2022: આ વર્ષે ઓટીટી પર દિગ્ગજ સ્ટાર્સની ફિલ્મોને પછાડી આ ફિલ્મોનો રહ્યો દબદબો
જાણો ઓટીટી પર આ વર્ષે થયેલી હિટ ફિલ્મો વિશે

આ વર્ષે દીપિકા પાદુકોણ અક્ષય કુમારથી લઈને ઘણા મોટા સ્ટાર્સની ફિલ્મો ઓટીટી પર પ્રીમિયર કરાઇ હતી. ચાલો જાણીએ 2022માં ઓટીટી પ્લેટફાર્મ પર કઈ-કઈ મોટી ફિલ્મો રિલીઝ થઈ છે. તેમજ દર્શકોને આ ફિલ્મ પસંદ પડી કે નહીં.

જલસો: બે સ્ટ્રોંગ મહિલાઓ, બે નીડર મા, જ્યાં એક દબંગ પત્રકાર છે તો તેમજ બીજી ડોમેસ્ટિક હાઉસ હેલ્પર છે. આ બંને એક એવી ત્રાસદીથી ગુજરે છે જે તેમની લાઈફને હમેશા માટે બદલી નાખે છે. શેફાલી શાહ અને વિદ્યા બાલન સ્ટારર ‘જલસા’નો પ્રાઈમ વીડિયો પ્રીમિયર થયો હતો.

ગહરાઇયા: યોગા ઈંસ્ટ્રકટર અલીશા મેંટલ હેલ્થ ઈશ્યૂ અને એક અનસેટીસફેક્ટ્રી લવ લાઈફથી ઝઝૂમી રહી છે. તેને કઝીનના મંગેતરથી પ્રેમ થઈ જાય છે અને પછી તે તેમના પ્રેમમાં પૂર્ણ રૂપે ડૂબી જાય છે. પણ જે માણસ પર તે આંઘળો વિશ્વાસ કરે છે તેનો કોઇ એજંડા હોય છે. જે સામે આવતા તેમની લાઈફને બરબાદ કરવાની ધમકી આપે છે. દીપિકા પાદુકોણ, અન્નયા પાંડે, સિદ્ધાંત ચતુર્વેદી અને ધૈર્ય સ્ટારર આ ફિલ્મ એમેઝોન પર રિલીઝ કરવામાં આવી હતી.

દસવી: અભિષેક બચ્ચન અને યામી ગૌતમ સ્ટારર ફિલ્મ વર્ષ 2022માં નેટફ્લિકસ અને જિયોસિનેમા પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન ભ્રષ્ટ અને અશિક્ષિત રાજનેતા ગંગારામ ચૌધરીની ભૂમિકા નિભાવે છે. જે જેલ જાય છે. આ દરમિયાન તેને શિક્ષણનું મહત્વ સમજાય છે. આ બાદ તે ધોરણ 10ની પરિક્ષા આપવાનો નિર્ણય કરે છે. તમને જણાવી દઇએ કે આ ફિલ્મમાં યામી ગૌતમ પોલિસ અધિકારીના પાત્રમાં નજર આવી હતી. તેમજ આ ફિલ્મ દર્શકોને ખુબ પસંદ આવી હતી.

આ પણ વાંચો: Salman Khan Birth Day : સલમાન ખાનના બાંદ્રા સ્થિત ઘરની સામે મોટી સંખ્યામાં ઉમટ્યા પ્રશંસકો, કાબુ કરવા માટે પોલીસે કર્યો લાઠીચાર્જ

Monica o My Darling: રાજકુમાર, હુમા કુરૈશી અને રાધિકા આપ્ટે સ્ટારર મોનિકા ‘ઓ માય ડાર્લિંગ’ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. આ એક ક્રાઈમ કોમેડી થ્રીલર ફિલ્મ છે. આ મૂવીમાં આકાંક્ષા રંજન કપૂર, સિકંદર ખેર અને સુકાંત ગોયલ જેવા સિતારા પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું નિર્દેશન વસંત બાલાએ કર્યું છે.

Darling: આ ફિલ્મની કહાની ઘરેલૂ હિંસા પર આધારિત છે. આલિયા ભટ્ટ એટલે કે બદરૂનિસા ઉર્ફ બદરૂ તેમના પતિ વિજય વર્મા એટલે કે હમજા અત્યાચાર કરે છે. આલિયાની માતા શેફાલી શાજ એટલે શમસૂનિસ તેને આ કરવાથી રોકે છે. શેફાલી શાહ, આલિયા ભટ્ટ અને વિજય વર્મા સ્ટારર ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી.

A Thirsday: રેગ્યુલર ગર્લ નેક્સ્ટ ડોર અને શાળા ટીચર નૈના જયસ્વાલ ગુરૂવારની બપોરે 16 બાળકોને બંધક બનાવી તેની ડિમાંડની રાખે છે અને જો તેની માંગ પૂર્ણ ન થઇ તો એક -એક બાળકને મારવાની ધમકી આપે છે. યામી ગૌતમ સ્ટારર ફિલ્મ ડિઝની + હોટસ્ટાર પર થઇ હતી.

આ પણ વાંચો: Sushant Singh Rajput Case: સુશાંત સિંહ રાજપૂતની બહેને રૂપકુમારને સુરક્ષા આપવાની કરી માંગ, પીએમ મોદીને ટ્વીટમાં કરી અપીલ

Freddy: એક સાઈકોલૉજિકલ થ્રિલર છે જે એક ડેંટિસ્ટ ફ્રેડી ગિનવાલાની સ્ટોરી છે . ફ્રેડી કૈનાજના પ્રેમમા પાગલ થઈ જાય છે. કાર્તિક આર્યનની આ ફિલ્મ ડિઝની+ હોટ સ્ટાર પર સ્ટ્રીમિંગ કરવામાં આવી હતી. કાર્તિક આર્યનની આ ફિલ્મને લોકોએ ભરપૂર પ્રેમ આપ્યો છે. આ ફિલ્મ જોઇ લોકોને ખુબ મજા પડી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ