/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/12/Your-paragraph-text-15.jpg)
બોલિવૂડના દિગ્ગજ સ્ટાર્સની નેટવર્થ
આ વર્ષને પૂર્ણ થવામાં ગણતરીના દિવસો બાકી છે. આ વર્ષ સંબંધિત હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો દિગ્ગજ સિતારાઓની ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી છે. તેમ છતાં તેઓએ સૌથી વધુ કમાણી કરી છે. એ અભિનેતાઓના નામની અમે યાદી તૈયાર કરી છે.
બાદશાહ ટોચ પર
બોલિવૂડના બાદશાહ આ લિસ્ટમાં ટોચનું સ્થાન ધરાવે છે. જો કે શાહરૂખ ખાન લાંબા સમય સુધી સ્ક્રિનથી દૂર રહ્યો, તેની ઘણી ફિલ્મો ફ્લોપ પણ રહી છે. પરંતુ તેની કમાણીમાં કોઇ અંતર દેખાયું નથી. વર્ષ 2022માં શાહરૂખ ખાન (Shahrukh khan) બોલિવૂડનો સૌથી ધનિક વ્યક્તિ છે. અહેવાલ અનુસાર, શાહરૂખ ખાનની નેટવર્થ 700 મિલિયન ડોલર એટલે કે 58 અરબ રૂપિયા (Shahrukh khan networth) છે.
શહેનશાહએ મારી બાજી
આ યાદીમાં શાહરૂખ ખાન બાદ બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન (Amitabh bachchan) નું નામ આવે છે. અમિતાભ બચ્ચન બોલિવૂડની સાથે સાથે કમાણીના મામલામાં પણ યંગ સ્ટાર્સને પાછળ છોડી દે છે. અમિતાભ બચ્ચન જાહેરાતની દુનિયામાં ઘણા સક્રિય રહે છે. ટીવી જાહેરાત મારફરત તેઓ સારી એવી આવક મેળવે છે. આ વર્ષે કમાઇના મામલામાં અમિતાભ બચ્ચન બીજા સ્થાન પર છે. રિપોર્ટસ અનુસાર, અમિતાભ બચ્ચનની નેટવર્થ 500 મિલિયન ડોલર (Amitabh bachchan networth) એટલે કે 41 અરબ ડોલર રૂપિયા છે.
સલમાન ખાનની બંપર કમાણી
બોલિવૂડના 'દબંગ' સલમાન ખાન (Salman khan) કમાણીના મામલામાં ત્રીજા સ્થાન પર આવે છે. આ વર્ષે તેમની અમુક ફિલ્મો બોક્સ ઓફિસ પર હિટ રહી છે. આ સિવાય સલમાન ખાન ફિલ્મ્સ પ્રોડક્શન હાઉસ દ્વારા પણ બંપર કમાણી કરી લે છે. તમને જણાવી દઇએ કે સલમાન ખાનની નેટવર્થ 380 મિલિયન ડોલર છે. એટલે કે સલમાન ખાનની કુલ સંપત્તિ (Salman khan networth) 33 અરબ રૂપિયા છે.
ઋતિક રોશનની નેટવર્થ
વર્ષ 2022માં સૌથી વધુ કમાણી કરવામાં અભિનેતા ઋતિક રોશન (Hritik Roshan) ચોથા નંબર પર છે. તેઓની ખાસિયત એ છે કે, તે લાઇમલાઇટથી દૂર રહી તેમના પર કામ વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. મહત્વનું છે કે, ઋતિક રોશન સૌથી વધુ યુવા પેઢીના લોકપ્રિય અભિનેતા છે. અહેવાલ અનુસાર, ઋતિક રોશન 370 મિલિયન ડોલર સંપત્તિ (Hritik roshan networth) ધરાવે છે.
આ પણ વાંચો: Welcome 2023: નૂતન વર્ષને ઘરે બેઠા OTT પર આ નવી ફિલ્મો અને વેબ સિરીઝ જોઇને બનાવો ખાસ
બોલિવૂડના ખેલાડી અક્ષય કુમાર (Akshay kumar) ની વાત કરીએ તો આ વર્ષે તેની ઘણી ફિલ્મો ફ્લોપ ગઇ છે. પરંતુ તેણે બંપર કમાણી કરી છે. અહેવાલ અનુસાર, અક્ષય કુમારની નેટવર્થ 370 મિલિયન ડોલર (Akshay kumar networh) છે. આ સાથે તે કમાણીના મામલે પાંચમાં સ્થાન પર આવે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us