Happy Birthday Irrfan Khan: બોલિવૂડના દિગ્ગ્જ એક્ટર્સ માના એક દિવંગત અભિનેતા ઈરફાન ખાન ભલે આ દુનિયામાં રહ્યા નથી, પરંતુ તેમને લોકો આજે પણ ખુબજ યાદ કરે છે. ઈરફાન ખાનએ બોલિવૂડની ફિલ્મોમાં એક જાણીતું નામ છે, અભિનેતાએ તેમના અભિનય દ્વારા દરેક દર્શકોના દિલમાં વસી ગયા છે. ઈરફાન ખાન (Irrfan Khan Birthday) જો આજે આ દુનિયામાં હોટ તો પોતાનો 56 મોં બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા હોત, તેમનોનો જન્મ જાન્યુઆરી, 1967 માં થયો હતો. અને 29 એપ્રિલ 2020 માં કેન્સરની બીમારીના કારણે દુઃખદ અવસાન થયું હતું,
ઈરફાન ખાનએ પોતાના કરિયરમાં 70 જેટલી ફિલ્મો કરી છે, જેમાં હોલિવૂડ ફિલ્મનો પણ સમાવેશ થાય છે. તેમની છેલ્લી ફિલ્મ ” એંગ્રેજી મીડીયમ” હતી, જે વર્ષ 2020 માં રિલીઝ થઇ હતી. ઈરફાન ખાનએ ઘણી ટીવી સીરિયલમાં પણ કામ કર્યું હતું. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે ઈરફાન ખાન કદી એક્ટર બનવા ઇચ્છતા ન હતા. પરંતુ એક્ટરનું સપનું ક્રિકેટર બનવાનું હતું.
આ પણ વાંચો: AR Rehman Birthday: સંગીતના સરતાજ એ.આર.રહેમાનના આ આઇકોનિક ગીતો સાંભળીને મન પ્રફુલ્લિત થઇ જશે
ઈરફાન ખાન એક સામાન્ય પરિવારમાંથી હતા. પરિવારને આર્થિક રીતે મદદ કરવા તેઓ એસી રીપેરીંગનું કામ કરતા હતા. AC રીપેર કરવાની નોકરી દરમિયાન તેમણે રાજેશ ખન્નાના ઘરે એસી રીપેર કરવાનો ચાન્સ મળ્યો હતો. પરંતુ ઈરફાન ખાનનું સપનું ક્રિકેટર બનવાનું હતું, પરંતુ આ સપનું પૂરું ન થતા તેમણે દિલ્લીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં એડમિશન લીધું હતું અને તેમનું લેટેન્ટ લોકો સામે પ્રદર્શિત કરવાનો ચાન્સ ઈરફાન ખાનને મળી ગયો હતો.
ફિલ્મોમાં આવ્યા પછી પણ એક્ટરને કરવી પદ હતી સ્ટ્રગલ
ઈરફાન ખાનએ થીએટર જોઈન કર્યું હતું, ત્યારબાદ તેમણે એન્ટરટેનમેંટ ઇન્સ્ટ્રીમાં આવવા માટે ખુબજ મહેનત કરી હતી. ઘણી વખત નિષ્ફ્ળતા પણ મળતી પરંતુ એક્ટર નિરાશ થયા વગર સ્ટ્રગલ કરતા રહ્યા હતા અને ધીમે ધીમે તેમને કામ મળવાનું શરૂ થયું, એક્ટરને પહેલી વાર ફિલ્મ ” સલામ બોમ્બે” માં કામ કરવાનો ચાન્સ મળ્યો હતો.
આ પણ વાંચો: Pathaan Protest: ‘પઠાણ’ વિવાદ વચ્ચે કરી શકશે બંપર કમાણી
જે સમયે ઈરફાનને રોલ ઑફર થયો હતો ત્યારે તેઓ એકટિંગ સ્કૂલમાં ત્રીજા વર્ષમાં હતા. આ પાત્ર માટે હા કહ્યા પહેલા તેમણે એક વાર પણ વિચાર્યું ન હતું. જો કે રોલ ખુબજ નાનો કર્યો હતો. પરંતુ ફિલ્મો દુનિયામાં કરિયર બનાવવા આ નાનો રોલ પણ પૂરતો હતો.
ઈરફાન ખાનનું પુરૂ નામ
ઈરફાન ખાનને લોકો એજ નામથી ઓળખે છે, પરંતુ તેમનું પૂરું નામ સાહબજાદે ઈરફાન અલી ખાન હતું, આ નામ થોડું લાબું હોવાથી નામ ઈરફાન ખાન કરી દીધુ હતું.