બોલિવૂડ અભિનેત્રી જિયા ખાને આજથી 10 વર્ષ પહેલા આત્મહત્યા કરી હતી. અભિનેત્રીના મોતનું રહસ્ય આજદિન સુધી ઉકેલાયું નથી. ત્યારે આજે આ કેસમાં ચુકાદો આવવાનો છે.જિયા ખાને જ્યારે આત્મહત્યા કરી તે સમયે તેણે એક સુસાઇડ નોટ લખી હતી. જેમાં સૂરજ પંચોલીના નામનો ઉલ્લેખ હતો. આ વચ્ચે એક્ટરનું એક ઇન્ટરવ્યૂની પૂરજોશમાં ચર્ચા થઇ રહી છે. કેમ એ ઇન્ટરવ્યૂની ચોતરફ ચર્ચા થઇ રહી છે અને એવુ તો શું એ ઇન્ટરવ્યૂમાં? આ પ્રકારના સવાલ જરૂર તમારા મનમાં થતાં હશે. તો અહેવાલ વાંચો મેળવો તમારા તમામ પ્રશ્નોના જવાબ.
IANSને આપેલા એક ઇન્ટવ્યૂમાં એક્ટર સૂરજ પંચોલીએ જણાવ્યું હતું કે, મીડિયાએ જે પણ મારા વિશે લખ્યું છે કે તેમાં પાંચ ટકા પણ સત્ય નથી. તેઓએ માત્ર એક તરફની જ કહાની સાંભળી અને વિશ્વાસ મુકી દીધો છે. કોઇને મારા વર્ઝનને સાંભળવાની જરૂરિયાત સમજી નથી. કારણ કે મેં કદી પબ્લિસિટી મેળવવા માટે હું નિર્દોષ છું એવું કહ્યું નથી.
આ દરમિયાન સૂરજ પંચોલીએ સુશાંત સિંહ રાજપૂત અને તેની મેનેજર દિશા સાલિયાનના મૃત્યુના સમાચાર અંગે પણ પ્રતિક્રિયા આપી હતી. એક્ટરે એ તમામ રિપોર્ટનો ઉલ્લેખ કર્યો હતો જેમાં તેને દિશા સાલિયાનની મોત સાથે જોડવામાં આવી રહ્યો હતો. સોશિયલ મીડિયા પર સુશાંતની મેનેજર અને સૂરજ પંચોલીની કેટલીક ફેક તસવીરો પણ વાયરલ થઇ રહી હતી. જે અંગે એક્ટરે કહ્યું હતું કે, ફોટામાં મારી સાથે જોવા મળી રહેલી છોકરી મારી દોસ્ત અનુશ્રી ગૌર છે.
મહત્વનું છે કે, જિયા ખાને વર્ષ 2013માં આત્મહત્યા કરી હતી. આત્મહત્યા પહેલા તેણે એક સુસાઇડ નોટ લખી હતી. જેમાં તેના બોયફ્રેન્ડ સૂરજ પંચોલીના નામનો ઉલ્લેખ કરાયો હતો. આ પછી પોલીસે તાત્કાલિક ધોરણે સુરજની ધરપકડ કરી લીધી હતી. ત્યારે તાજેતરમાં અભિનેતાના એક મિત્રએ નામ ન આપલાની શર્તે પોતાના નિવેદનમાં ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે, સૂરજ અત્યારસુધી ઘણું બધું સહન કરી ચૂક્યો છે. તેણે બહુ ખરાબ દિવસ જોયા છે. તેવામાં કોર્ટનો જે પણ ચુકાદો આવશે તે તેનું પૂરું સમ્માન કરશે, પરંતુ જો કોર્ટનો ચુકાદો એક્ટરના પક્ષમાં નહીં પણ આવે તો પણ ઠીક છે. પરંતુ જો તેના પક્ષમાં આવશે તેઓ આ આફતમાંથી આઝાદ થઇ જશે.