દિગ્ગજ અભિનેતા કમલ હાસન આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તે સાઉથના સુપરસ્ટાર છે અને તેણે હિન્દી ફિલ્મોમાં પણ પોતાની આગવી ઓળખ બનાવી છે. કમલ હાસન એક મહાન અભિનેતા હોવા ઉપરાંત દિગ્દર્શક, લેખક, નિર્માતા, પ્લેબેક સિંગર પણ છે. કમલ હાસને બાળ કલાકાર તરીકે ફિલ્મોમાં કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. જે અંતર્ગત તેમણે 1975માં ‘અપૂર્વ રાગંગલ’થી ડેબ્યૂ કર્યું હતું. કમલ હાસન તેની ફિલ્મો અને અભિનય ઉપરાંત તેની લવ લાઈફને લઈને પણ ખૂબ ચર્ચામાં છે. ત્યારે રસપ્રદ વાત એ છે કે, કમલ હાસને બે વાર લગ્ન કર્યા હોવા છતાં આજે તેઓ એકલા જીવન વિતાવી રહ્યા છે.
કમલ હાસન ઘણી રીતે દુર્લભ છે. કદાચ તેથી જ તેમને હિન્દુસ્તાની સિનેમાના ‘ફર્સ્ટ કમ્પ્લીટ એક્ટર’ તરીકે ઓળખવામાં આવે છે. જેના ઘણા પૂરાવા અને ઉદાહરણો છે. કમલ હાસન એક માત્ર એવા અભિનેતા છે જે એકસાથે છ ભાષાઓમાં ફિલ્મ કરે છે. આ સાથે તે આ ભાષાઓ પર સારું એવું પ્રભુત્વ પણ ધરાવે છે.
આ ઉપરાંત કમલ હાસન ભરતનાટ્યમ, કૂચીપુડી જેવા શુદ્ધ અને પરંપરાગત નૃત્યમાં ખુબ રૂચી ધરાવે છે. કમલ હસન 18 વર્ષના હતા ત્યારથી ફિલ્મો માટે કહાનીઓ લખે છે અને તેને કાલ્પનિકમાંથી વાસ્તવિક સ્વરૂપ આપે છે. જે અંતર્ગત તેમણે અત્યારસુધીમાં જેટલી ગાથાઓ લખી છે તે માટે બધી અમર થઇ ગઇ છે.
કમલ હાસનની પ્રસિદ્ધી અંગે વાત કરીએ તો અત્યારસુધીની ફિલ્મી કરિયરના જીવનમાં તેની 7 ફિલ્મોને ઓસ્કર માટે પસંદગી કરાઇ છે. મહત્વનું છે કે, ફિલ્મોની દુનિયામાં ઓસ્કર તમામ એવોર્ડમાંથી ઉચ્ચ કેટેગરીનો એવોર્ડ ગણાય છે. આ સાથે કમલ હાસનને કુલ 18 વખત અભિનનય માટે ફિલ્મ ફેયર એવોર્ડ એનાયત કરાયો છે.
આ પણ વાંચો: કંગના રનૌત એલોન મસ્કના સમર્થનમાં, કહ્યું…બ્લૂ ટિક માટે ચાર્જ લેવાનો નિર્ણય એકદમ સાચો
‘ગોડ-ફાધર નુયાકન’ (1987) ફિલ્મમાં તેમના અભિનય માટે તેમની ખાસ પ્રશંસા કરવામાં આવી હતી, જેને ટાઇમ મેગેઝિને સર્વકાલીન શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક તરીકે સ્થાન આપ્યું હતું.
કમલ હાસનની ‘ગોડ ફાધરનુમા નાયકુન’ (1987) ફિલ્મમાં શ્રેષ્ઠ અભિનય બદલ ખુબ પ્રશંસા થઇ હતી. જેને પગલે ટાઇમ પત્રિકાએ સદાબહાર સર્વશ્રેષ્ઠ ફિલ્મોમાંથી એક સ્થાન પ્રાપ્ત થયું હતું.
કમલ હાસને ફિલ્મ નિર્માણ તરીકે તેની પ્રથમ અને 100મી ફિલ્મ ‘રાજા પારવૈ’ (1981) હતી. કમલ હાસનને ફિલ્મી કરિયરમાં તેમના યોગદાન બદલ આપેલા પુરસ્કાર અંગે વાત કરીએ તો તેઓ પુરસ્કારોની દ્રષ્ટિએ ભારતીય સિનેમાના ઇતિહાસમાં સૌથી પ્રતિષ્ઠિત અભિનેતા છે. કમલ હસનને વર્ષ 2014માં ભારતનો સર્વશ્રેષ્ઠ એવોર્ડ ‘પદ્મ શ્રી’થી સન્માનિત કરાયા હતા.