Oscar 2023 Shortlist: ભારતીય સિનેમા માટે ખુબ જ ગર્વની વાત છે કે, આગામી ઓસ્કર એવોર્ડ (Oscar 2023) માટે ભારતની બે ફિલ્મો પૈકી ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ (Last Show ) અને રાજામૌલીની ફિલ્મ ‘RRR’ શોર્ટ લિસ્ટ કરાઈ છે. પાન નલિન ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ (The Last Show) બેસ્ટ ઇન્ટરનેશનલ ફિચર ફિલ્મ કેટેગરીમાં શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. મહત્વનું છે કે, શોરરાજામૌલીએ પોતાની ફિલ્મને ઑસ્કરમાં બેસ્ટ ફીચર ફિલ્મ
કેટેગરીમાં નોમિનેશન માટે મોકલી હતી, પરંતુ તે પછી પસંદગી પામી ન હતી. બાદમાં નિર્માતાઓએ ફિલ્મને 14 કેટેગરીમાં નોમિનેશન માટે સબમિટ કરી હતી.
બુધવારે (21 ડિસેમ્બર) 10 ઑસ્કર કેટેગરીની શૉર્ટલિસ્ટ થયેલી ફિલ્મોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ડોક્યુમેન્ટરી અને આંતરરાષ્ટ્રીય ફિચર, ડોક્યુમેન્ટરી શૉર્ટ સબ્જેક્ટ અને ઑરિજિનલ સ્કોર્સ સામેલ છે. ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શૉ’ને (Last Show), ઑસ્કરમાં ‘બેસ્ટ ઇન્ટરનેશનલ ફિચર ફિલ્મ’ કેટેગરીમાં સામેલ કરવામાં આવી છે, તે મોટી વાત છે. બીજી તરફ RRR
એ નાટુ નાટુ
માટે મ્યૂઝિક (ઑરિજિનલ ગીત)
શ્રેણીમાં પોતાના માટે એક વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે.
આ પણ વાંચો: પ્રથમવાર અસલી બિગ બોસની ઘરમાં ધમાકેદાર એન્ટ્રી, પરંતુ સ્પર્ધકોએ કરી અવગણના
બેસ્ટ ઇન્ટરનેશનલ ફિચર ફિલ્મ કેટેગરીમાં શૉર્ટલિસ્ટ થયેલી અન્ય ફિલ્મોમાં આર્જેન્ટિના 1985, ધ ક્વાઇટ ગર્લ અને ધ બ્લુ કાફ્તાન સામેલ છે. આ વખતે ઑસ્કરમાં બીજી એક ખાસ વાત એ છે કે, પહેલીવાર છે પાકિસ્તાનની કોઈ ફિલ્મને એકેડમી એવોર્ડ્સમાં એન્ટ્રી મળી છે. પાકિસ્તાની ફિલ્મ જોયલેન્ડ
ને પણ બેસ્ટ ઈન્ટરનેશનલ ફિચર ફિલ્મ
કેટેગરીમાં સામેલ કરવામાં આવી છે.
હવે ઑસ્કર એવોર્ડ્સની વિવિધ શ્રેણીઓ માટે વોટિંગ 12 જાન્યુઆરીથી 17 જાન્યુઆરી, 2023 દરમિયાન યોજાશે. નોમિનેશનની યાદી 24 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવશે. આ એવોર્ડ શૉ 12 માર્ચે હોલીવૂડના ડોલ્બી થિયેટરમાં યોજાશે.
અગાઉ ફિલ્મ છેલ્લો શૉને એશિયન વર્લ્ડ ફિલ્મ ફેસ્ટિવલ (AWFF) ખાતે શ્રેષ્ઠ ફિલ્મ – સ્નો લેપર્ડ પુરસ્કાર મળ્યો હતો. એવોર્ડ સ્વીકારતી વખતે ડિરેક્ટર પાન નલિને કહ્યું હતું કે, “અમારા માટે ખૂબ જ સન્માનની વાત છે, અમે અમારા એકાંતમાં જે કર્યું તે વિશ્વભરના લોકોમાં ગુંજી રહ્યું છે. લાસ્ટ ફિલ્મ શૉ દ્વારા અમે માત્ર મનોરંજન નહોતા કરવા માગતા, પરંતુ તમને તમારામાં રહેલા બાળકની નજીક લાવવા માગતા હતા, જેથી તમે કમિંગ ઑફ ઍજ ડ્રામાની નિર્ભયતાના સાક્ષી બની શકો.”