બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા 13 મે એટલે કે આજ(શનિવારે) ના રોજ નવી દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કરશે . તેમની સગાઈ પહેલા, પરિણીતીની કાકી અને પ્રિયંકા ચોપરાની માતા મધુ ચોપરાએ તેમની ભત્રીજીને શુભેચ્છાઓ પાઠવી હતી.
મધુ ચોપરાએ પિંકવિલાને કહ્યું હતું કે, “હું પરિણીતી અને રાઘવ માટે ખૂબ જ ખુશ છું. અમારા બધા આશીર્વાદ સાથે તે બંનેવ ની સાથે છે,” અહેવાલો અનુસાર, પ્રિયંકા તેના પિતરાઈ બહેનની સગાઈ માટે દિલ્હી જઈ રહી છે. પરંતુ હજુ સુધી તેની કોઈ પુષ્ટિ થઈ નથી.
આ પણ વાંચો: ઘણી ઓફર મળી પરંતુ હું ટેલિવિઝન અભિનેત્રી બનવા માંગતી ન હતી : પલક તિવારી
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના સંબંધોની આસપાસ છેલ્લા કેટલાક સમયથી અફવાઓ ચાલી રહી છે. જો કે, અભિનેતા કે રાજકારણીએ તેમના ડેટિંગના અહેવાલોને સમર્થન કે નકારી કાઢ્યું નથી. તાજેતરમાં, કપલ મોહાલીમાં IPL મેચ માણતા જોવા મળ્યા હતા.
પરિણીતી અને રાઘવ નવી દિલ્હીના કપૂરથલા હાઉસમાં સગાઈ કરે તેવી શક્યતા છે . ઈન્ડિયા ટુડેના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પરિણીતી અને રાઘવની સગાઈમાં તેમના પ્રિયજનો અને નજીકના મિત્રો સહિત લગભગ 150 મહેમાનો હાજરી આપશે. એવું પણ જાણવા મળ્યું હતું કે રાઘવે એક સાદું અચકન પસંદ કર્યું છે, જે ખાસ કરીને તેના મામા, ફેશન ડિઝાઇનર પવન સચદેવા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે, જ્યારે પરિણીતી મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરાયેલ ભવ્ય પરંપરાગત પહેરવેશ પહેરશે.
ગુરુવારે, પરિણીતી ચોપરાનું ઘર તેની સગાઈ માટે સજાવવામાં આવ્યું હોવાના વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યા હતા.
તેના લગ્નની અફવાઓ વિશે બોલતા, પરિણીતીએ અગાઉ લાઈફસ્ટાઈલ એશિયા ઈન્ડિયાને કહ્યું હતું કે, “જો કંઈ ખોટું થયું હોય તો હું સ્પષ્ટતા કરીશ. તેથી, મારો મતલબ છે કે જો વિશ્વને રસ ન હોત, તો હું મારી જાતને અસફળ માની લેત. જો વિશ્વને રસ છે, તો તેનો અર્થ એ કે મેં મારી કારકિર્દીમાં કંઈક યોગ્ય કર્યું છે. તેથી હું તેને એ રીતે જોઉં છું.”