શાહરૂખ ખાનને જીવતો સળગાવી નાખવાની અયોધ્યાના મહંત પરમહંસ દાસે આપી ધમકી

pathaan controversy: ફિલ્મ 'પઠાણ'માં (Film Pathaan) દીપિકા પાદુકણએ (Deepika Padukone) ભગવા રંગની બિકીની પહેરીને લોકોની લાગણીને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. ત્યારે અયોધ્યાના સાધુ-સંતોએ (Ayodhya seer ) પણ ફિલ્મ સામે મોરચો શરૂ કર્યો છે.

Written by mansi bhuva
December 23, 2022 08:33 IST
શાહરૂખ ખાનને જીવતો સળગાવી નાખવાની અયોધ્યાના મહંત પરમહંસ દાસે આપી ધમકી
પઠાણ મૂવીનો વિરોધ

‘પઠાણ’ મૂવીનો દેશના ખૂણે ખૂણે વિરોધ થઇ રહ્યો છે. ફિલ્મ ‘પઠાણ’માં (Film Pathaan) દીપિકા પાદુકણએ (Deepika Padukone) ભગવા રંગની બિકીની પહેરીને લોકોની લાગણીને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. ત્યારે અયોધ્યાના સાધુ-સંતોએ પણ ફિલ્મ સામે મોરચો શરૂ કર્યો છે.

અયોધ્યાની તપસ્વી છાવણીના સંત મહંત પરમહંસ દાસે એક્ટર શાહરૂખ ખાનને લઈને ચોંકાવનારું નિવેદન આપ્યું છે. અયોધ્યાના સંત જગતગુરૂ પરમહંસ આચાર્યએ શાહરૂખનનું પોસ્ટ સળગાવી નાંખ્યું છે, તેમણે કહ્યું કે, ફિલ્મ જેહાદી શાહરૂખ ખાન (Shah rukh khan) મને મળી ગયો તો તેને જીવતો સળગાવી દઈશ. સાથે જ તેમણે ફિલ્મને બોયકોટ કરવાની અપીલ કરી છે.

આ પણ વાંચો: ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ગર્વની ક્ષણ! ઑસ્કરમાં ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શૉ’ અને ‘RRR’ આ કેટેગરીમાં સિલેક્ટ

પોતાના નિવેદનોને લઈને હંમેશા ચર્ચામાં રહેતા મહંત પરમહંસ દાસે શાહરૂખ ખાન અંગે આપેલા નિવેદનનો વિડીયો મંગળવારે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. તેમણે કહ્યું હતું કે, ‘પઠાણ’ ફિલ્મમાં આપણા ભગવા રંગનું અપમાન થયું છે. જેને લઈને સતત સનાતન ધર્માવલંબી વિરોધ કરી રહ્યા છે. આજે અમે શાહરૂખ ખાનના પોસ્ટર સળગાવ્યા છે. હું તેને શોધી રહ્યો છું. જો ફિલ્મ જેહાદી શાહરૂખ ખાન મને ક્યાંય મળી ગયો તો હું તેને જીવતો સળગાવી દઈશ.” સાથે જ તેમણે કહ્યું કે, શાહરૂખને સળગાવવાનું સાહસ કોઈ બીજાએ કર્યું તો તેના માટે કેસ તેઓ પોતે લડશે.

આ પણ વાંચો: પ્રથમવાર અસલી બિગ બોસની ઘરમાં ધમાકેદાર એન્ટ્રી, પરંતુ સ્પર્ધકોએ કરી અવગણના

આ પહેલા અયોધ્યાના હનુમાન ગઢીના મહંત રાજુ દાસે પણ ‘પઠાણ’ ફિલ્મને લઈને કહ્યું હતું કે, શાહરૂખ ખાન કેટલીયવાર સનાતન ધર્મની મજાક ઉડાવવામાં ભાગીદાર રહ્યો છે. તેમણે સવાલ કર્યો કે, ફિલ્મમાં દીપિકા પાદુકોણે ભગવા વસ્ત્રમાં બિકીની પહેરીને અંગ પ્રદર્શન કરવાની અથવા આસ્થાને ઠેસ પહોંચાડવાની શું જરૂર હતી? મહંત રાજુ દાસે પણ દર્શકોને ‘પઠાણ’ ફિલ્મનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે. સાથે જ કહ્યું હતું કે, જે થિયેટરમાં આ ફિલ્મ બતાવવામાં આવે ત્યાં આગચંપી કરી દો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ