Pathaan worldwide collection day 1: ‘પઠાણ’માં શાહરૂખ ખાનનો જબરદસ્ત જલવો, વૈશ્વિક સ્તરે 106 કરોડની કમાણી કરી –

Pathaan worldwide collection day 1: પઠાણની રિલીઝ પહેલા 32 કરોડ રૂપિયાની ટિકિટો વેચાય હતી. લોકો આ ફિલ્મ જોયા બાદ ખુશ થઇ વખાણ કરી રહ્યા છે. પઠાણ ઓપનિંગ ડેમાં બોક્સ ઓફિસ પર 55 કરોડનો વેપાર કરી શકી છે. જે 'હિન્દી ફિલ્મ માટે સૌથી વધુ ઓપનિંગ ડે કલેક્શન' છે.

Written by mansi bhuva
January 27, 2023 08:07 IST
Pathaan worldwide collection day 1: ‘પઠાણ’માં શાહરૂખ ખાનનો જબરદસ્ત જલવો, વૈશ્વિક સ્તરે 106 કરોડની કમાણી કરી –
બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણએ કરી આટલા કરોડની કમાણી

શાહરૂખ ખાન (Shahrukh khan) સ્ટારર ફિલ્મ ‘પઠાણ(Pathaan)’ 25 જાન્યુઆરીના રોજ મોટા પડદા પર રિલીઝ થઇ છે. આ સાથે લાંબા સમયથી રાહ જોનારા પ્રશંસકોની આતુરતાનો અંત આવ્યો છે. ‘પઠાણ’ સંબંધિત રિલીઝ પહેલા ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે, પઠાણ ઓપનિંગ ડે (Pathaan opening day collection) માં 40થી 50 કરોડ રૂપિયાનો વેપાર કરશે. ત્યારે પઠાણએ સ્થાનિક સ્તર પર સાઉથ સૂપરહિટ ફિલ્મ KGF 2 અને બાહુબલી 2નો નો રેકોર્ડ તોડી બંપર કમાણી કરી છે.

યશરાજ ફિલ્મસ અનુસાર, પઠાણ ઓપનિંગ ડેમાં બોક્સ ઓફિસ પર 55 કરોડનો વેપાર કરી શકી છે. જે તેમના મતે તેમના મતે ‘હિન્દી ફિલ્મ માટે સૌથી વધુ ઓપનિંગ ડે કલેક્શન’ છે. તે જ સમયે, ડબ કરેલા સંસ્કરણોથી બે કરોડ રૂપિયાની વધારાની આવક થઈ છે. આવામાં હવે વૈશ્વિક સ્તરે ફિલ્મ કેટલી કમાણી કરી શકી છે તે અંગે જાણીએ.

ફિલ્મના નિર્માતાઓએ ગુરુવારે જણાવ્યું હતું કે ફિલ્મે પ્રથમ દિવસે વિશ્વભરમાં કુલ 106 કરોડ રૂપિયાનું કલેક્શન (Pathaan worldwide collection day 1) કર્યું છે. ઉલ્લેખનીય છે ફિલ્મ પઠાણ 25 જાન્યુઆરીના રોજ હિન્દી સહિત તમિલ અને તેલુગુ ભાષાઓમાં પણ રિલીઝ થઇ હતી. ત્યારે શાહરૂખ ખાને પાંચ વર્ષ બાદ જોરદાર કમબેક કર્યું છે તેવી લોકોમાં ફિલ્મ જોયા બાદ ચર્ચાએ જોર પકડ્યું છે.

આ પણ વાંચો: Pathaan: પઠાણમાં લોકોને શાહરૂખ ખાન-સલમાન ખાનની જોડી ખુબ પસંદ આવી, દર્શકોએ કહ્યું…’આંખો’…

આપને જણાવી દઇએ કે, પઠાણ 25 જાન્યુઆરીના રોજ 5,000થી વધુ સ્ક્રીન પર રિલીઝ થઇ હતી. યશ રાજ ફિલ્મ્સે બુધવારે જણાવ્યું હતું કે ફિલ્મને તેના એડવાન્સ બુકિંગ માટે પ્રોત્સાહક પરિણામો મળ્યા બાદ તેણે દેશભરમાં મોડી રાત્રે 12.30 વાગ્યે વધુ એક શો ઉમેર્યો હતો. ફિલ્મ ટ્રેડ એક્સપર્ટ તરણ આદર્શના જણાવ્યા અનુસાર, દર્શકોની સારી માંગને ધ્યાનમાં રાખીને ફિલ્મને વધુ 300 થીયેટરોમાં પ્રદર્શિત કરવામાં આવી છે.

આ પણ વાંચો: Pathaan Box Office Collection Day 1: શાહરૂખ ખાનની પઠાણ ફિલ્મએ બાહુબલી 2 અને કેજીએફ 2નો પણ રેકોર્ડ તોડ્યો, પ્રથમ દિવસે કેટલી કરી કમાણી?

યશરાજ ફિલ્મ્સે વધુમાં કહ્ હતું કે, ‘પઠાણ’ એ ઘણા નવા રેકોર્ડ બનાવ્યા છે, જેમાં ‘ભારતમાં હિન્દી સિનેમામાં સૌથી વધુ ઓપનિંગ ડે’ અને ‘હાઈસ્ટ ઓપનિંગ ડે ગ્રોસિંગ નોન-હોલિડે ફિલ્મ’નો સમાવેશ થાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ