સાઉથ સૂપરસ્ટાર પ્રભાસ (Prabhas) અને બોલિવૂડની અભિનેત્રી ક્રિતિ સેનના સંબંધ (Prabhas and Kriti Sanon Relationship)ની ઘણા સમયથી અફવા ફેલાઇ રહી છે. લોકો આ અંગે વિવિધ ટિપ્પણી કરી રહ્યા છે. આ વચ્ચે પ્રભાસે આ નિવેદન આપી તમામ અફવાઓ પર પૂર્ણવિરામ લગાવી દીધું છે.
પ્રભાસ અને ક્રિતિ સેનન પૌરાણિક નાટક ‘આદિપુરૂષ’ (Adipurush) માં સાથે નજર આવશે. મળતી માહિતી અનુસાર, આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને એકબીજાની નિકટ આવી ગયા હતા. તેમજ બંને એકબીજાને ડેટ કરી રહ્યા હોય તે પ્રકારની વાતોએ જોર પકડ્યું છે. જો કે ક્રિતિ સેનને થોડા સમય પહેલા આ વાતને અફવા ગણાવી હવામાં ફંગોળી નાંખી હતી. પરંતુ હવે પ્રભાસે આ અફવા સંબંઘિત મૌન તોડ્યું છે. પ્રભાસે તેના લગ્નના પ્લાનિંગ અંગે પણ વાત કરી છે.
તમને જણાવી દઇએ કે પ્રભાસ તાજેતરમાં અનસ્ટોપેબલ વિથ એનબીકે 2માં જોવા મળ્યો હતો. આ શો દરમિયાન બાહુબલી સ્ટારને ક્રિતિ સેનન સાથેના તેમના સંબંધ વિશે પ્રશ્ન કરવામાં આવ્યો હતો. આ સવાલનો જવાબ આપતા પ્રભાસે કહ્યું કે, “આ જૂના સમાયાર છે સર. મેડમ તરફથી એક સ્પ્ષ્ટીકરણ પણ હતું કે એવી કોઇ વાત નથી”.
આ પણ વાંચો: Today News Live Updates: ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ તાજા સમાચાર વાંચવા અહિં ક્લિક કરો
આ બાદ પ્રભાસને લગ્ન કયારે કરશે તે વિશે સવાલ કરાયો હતો. જેના જવાબમાં પ્રભાસે કહ્યું કે, પ્લાન બનાવી રહ્યા છીએ, પરંતુ હજુ ખ્યાલ નથી કે ખરેખર તેના લગ્ન ક્યારે થશે. પ્રભાસે આગળ કહ્યું કે, મને બિલકુલ આઇડિયા નથી કે મારા લગ્ન ક્યારે થશે, પણ હા લગ્ન જરૂર કરીશ. જો કે મારી કિસ્મતમાં આ લખાયું નથી.
પ્રભાસના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો પ્રભાસ વ્યસ્ત કાર્યક્રમમાં છે. તેઓ ઓમ રાઉત પૌરાણિક નાટક ‘આદિપુરૂષ’માં નજર આવશે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મનો પ્રચંડ વિરોધ કરાયો હતો. આદિપુરૂષમાં પ્રભાસ સાથે સૈફ અલી ખાન તેમજ સૈફ અલી ખાન સહિત સની સિંહ મુખ્ય ભૂમિકામાં નજર આવશે. આ સિવાય પ્રભાસ પ્રશાંત નિલની ‘સાલાર’ માં પણ જોવા મળશે.
તમને જણાવી દઇએ કે, ‘આદિપુરૂષ’ 12 જાન્યુઆરી 2023ના રોજ રિલીઝ થવાની હતી, વિવાદોમાં સંપડાયા બાદ તેમાં અમુક પ્રકારના બદલાવ કરવામાં આવ્યા છે. ત્યારે હવે આ ફિલ્મ 16 જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ ભારતીય મહાકાવ્ય રામાયણ પર આધારિત છે. સ્ટાર કાસ્ટના પાત્રો વિશે વાત કરીએ પ્રભાસ રામ, ક્રિતિ સેનન સીતા તેમજ સૈફ અલી ખાન લંકેશ રાવણનું પાત્ર નિભાવશે.