Sanjay Dutt fan: બોલિવૂડ અભિનેતાઓ અને અભિનેત્રીઓ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ વિશાળ ફેન ફોલોઈંગ ધરાવે છે. ત્યારે અમુલ ફેન એ હદે સેલિબ્રિટીના દિવાના હોય છે તેમના માટે કોઇ પણ હદ વટાવવા માટે હંમેશા તત્પર જ હોય. આવો જ એક કિસ્સો સંજય દત્તને લઇને સામે આવ્યો છે. સંજય દત્તે થોડાં વર્ષો પહેલાં આવું અનુભવ્યું હતું.
વર્ષ 2018માં સંજય દત્તને પોલીસે ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી કે નિશા પાટીલ નામની એક મહિલા ચાહકનું બે અઠવાડિયા પહેલા અવસાન થયું હતું. ફેન નિશાએ મૃત્યુ પહેલા તેની આખી સંપત્તિ સંજય દત્તને આપવાનો નિર્ણય કરી લીધો હતો. જે માટે તેણીએ કથિત રીતે બેંકને અસંખ્ય પત્રો લખીને વિનંતી કરી હતી કે બધું જ અભિનેતાને આપવામાં આવે.
નિશા પાટીલે કથિત રીતે સંજય દત્ત માટે કુલ 72 કરોડની સંપત્તિ છોડી દીધી હતી. જો કે, સંજય દત્તે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેની ચાહક નિશા પાટીલની સંપત્તિ તેના પરિવારને પરત આપવી જોઈએ.
આ પણ વાંચો: Shenaaz Gill Birthday: બિગ બોસ ફેમ શહેનાઝ ગિલે ઉજવ્યો શાનદાર રીતે બર્થડે, જુઓ વીડિયો
સંજય દત્તના વર્કફ્રન્ટ અંગે વાત કરીએ તો ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસ પછી સંજય દત્ત અને અરશદ વારસીની જોડી ફેન્સની ફેવરેટ જોડી બની ગઈ છે. આ બંને કલાકારોને એક સાથે મોટા પડદા પર જોવા માટે ફેન્સ એક્સાઈટેડ છે. મુન્નાભાઈ એમબીબીએસમાં મુન્ના અને સર્કિટે લોકોને ખૂબ જ એન્ટરટેઈન કર્યા હતા. એકવાર ફરી આ જોડી ધૂમ મચાવા આવી રહી છે.
આ પણ વાંચો: Pathaan: પઠાણમાં લોકોને શાહરૂખ ખાન-સલમાન ખાનની જોડી ખુબ પસંદ આવી, દર્શકોએ કહ્યું…’આંખો’…
સંજય દત્તે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટર શેયર કર્યું છે જેને જોઈને ફેન્સ અંદાજો લગાવી રહ્યા છે કે ટૂંક સમયમાં જ એમબીબીએસ ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ આવવાની છે.