શાહરૂખ ખાન હાલ તેની આગામી ફિલ્મ ‘પઠાણ’ને લઇને ખુબ ચર્ચામાં છે. આ વચ્ચે અભિનેતા અંગે મોટો ખુલાસો થયો છે. બોલિવૂડ સહિત જગવિખ્યાત રોમાંસ કિંગ ખાન 32 વર્ષ પહેલા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્શન હિરો બનવાના સ્વપ્નન સાથે આગમન કર્યું હતું. પરંતુ કિસ્મતને કંઇક અલગ જ મંજૂર હતું.
યશરાજ ફિલ્મ દ્વારા તાજેતરમાં યુટ્યુબ પર શેયર કરેલા ઇન્ટરવ્યૂમાં શાહરૂખ ખાન એ કહેતા સંભળાય છે કે, “મને દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ખુબ પસંદ તેમજ હું રાહુલ, રાજ આ તમામ સારા પાત્રોને ખુબ પ્રેમ કરું છું, પરંતુ મને હંમેશાથી લાગતું હતું કે, હું એકશન હીરો માટે છું”. ત્યારે શાહરૂખ ખાને ‘પઠાણ’માં તેના પાત્રને લઇને પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, આ પાત્ર મારા સપનાને સાકાર કરવા સમાન છે”.
વર્ષ 2022માં બોલિવૂડના નિરાશાજનક પ્રદર્શન બાદ, સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત ‘પઠાણ’ વર્ષ 2023માં રિલીઝ થનારી પહેલી મોટી બોલિવૂડ ફિલ્મ છે. ‘પઠાણ’ ફિલ્મમાં શાહરૂખ ખાન ઉપરાંત દીપિકા પાદુકોણ, જોન અબ્રાહમ, ડિમ્પલ કાપડિયા અને આશુતોષ રાણા પણ મહત્વના કિરદારમાં જોવા મળશે.
આ પણ વાંચો: Kartik aaryan: કાર્તિક આર્યન દર મહિને શાહિદ કપૂરને આપશે લાખો રૂપિયા
શાહરૂખ ખાને વધુમાં ઇન્ટરવ્યૂમાં વાતચીત દરમિયાન કહ્યું હતું કે, ” ‘પઠાણ’ પણ મારી અન્ય ફિલ્મોની જેમ દિલની નજીક છે. તેમજ મને એક સારી ફિલ્મથી લોકોનું મનોરંજન કર્યાને ઘણો સમય થઈ ગયો છે, ત્યારે મને આશા છે કે આ તેમાંથી એક બનશે’.
આ સાથે શાહરૂખ ખાને કહ્યું કે, “આ એક એવી ફિલ્મ છે જેને તમે બિગ સ્ક્રીન પર જોવા માંગશો તેમજ મનભરીને બે-ત્રણ વખત જોયા બાદ ‘પઠાણ’ને ઓટીટી પર માણી શકશો. ફિલ્મમાં ખલનાયકની ભૂમિકા નિભાવી રહેલા જોન અબ્રાહ્મની પ્રશંસા કરતા શાહરૂખ ખાને કહ્યું હતું કે, હું જોનને ત્યારથી ઓળખું જ્યારે હું મુંબઇ આવ્યો હતો. તે મારા પહેલા મિત્રમાંથી એક છે. પહેલા માત્ર ઓળખાણ હતી, પછી મિત્ર બની ગયા હતા. જોન ખુબ જ શર્માળ, શાંત તેમજ એકાંતપ્રિય સ્વભાવના છે”.