Shahrukh Khan: બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન (Shah Rukh khan) નો ચાહક વર્ગ ખુબ વ્યાપક છે. દેશ-વિદેશમાં તેના ફેન્સ તેની એક ઝલક જોવા માટે આતુર હોય છે. ત્યારે ગુજરાતમાંથી બે યુવક શાહરૂખ ખાનના મન્નત બંગલામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ્યા હતા.જે બાદ બાંદ્રા પોલીસે તાત્કાલિક બંનેની ધરપકડ કરી હતી. આ બંને લોકો શાહરૂખ ખાનના પ્રશંસક હતા અને તેની એક ઝલક જોવા માટે તે આવું કર્યું હોવાનું કારણભૂત છે. નવાઇની વાત કરીએ તો શાહરૂખને મળવા માટે ઘરમાં ઘૂસેલા આ બંને લોકો આશરે 8 કલાક સુધી કિંગ ખાનના મેકઅપ રૂમમાં છૂપાયેલા હતા.
આ બે આરોપીઓના નામ સાહિલ સલીમ ખાન અને રામ સરાફ કુશવાહા છે. બંને પઠાણને માત્ર એક વાર જોવા માટે તલપાપડ હતા. જેને પગલે તેણે આવી હિંમત કરી નાંખી. કહેવામાં આવી રહ્યું છે કે બંને મન્નતની દીવાલ તોડીને બંગલામાં પ્રવેશ્યા હતા.
પોલીસના નિવેદન અનુસાર,’બંને આરોપીઓ ગુપ્ત રીતે મન્નતમાં પ્રવેશ્યા અને ત્રીજા માળના મેક અપ સ્વરૂપમાં લગભગ 8 કલાક સુધી શાહરૂખ ખાનની રાહ જોતા રહ્યાં. તેઓ સવારે 3 વાગ્યે મન્નતમાં પ્રવેશ્યા હતા અને સવારે 10.30 વાગ્યે પકડાઈ ગયા હતા.’મન્નતના મેનેજર કોલિન ડિસોઝાએ પોલીસને તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે 2 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે તેમને સુરક્ષા ગાર્ડનો ફોન આવ્યો કે બે લોકો છુપાયેલા છે.
શાહરૂખ ખાનના વર્કફ્રન્ટ અંગે વાત કરીએ તો તે ‘પઠાણ’ બાદ હવે આગામી પ્રોજેક્ટ ‘જવાન’માં નવા અવતારમાં જોવા મળશે. મહત્વનું છે કે, પઠાણે કમાણીના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. પઠાણે 1,000 કરોડનો આંકડો વટાવી દીધો છે. ત્યારે પઠાણના રિલીઝ થયાના 43માં દિવસે પણ હજુ તેનો જાદુ યથાવત છે.