'તેજાબ'ની રિમેકમાં રણવીર સિંહ અને જાહ્નવી કપૂરની જોડી પહેલીવાર મચાવશે ધમાલ, દર્શકોને આ જોડી પસંદ આવશે?

Tezaab Remake: અનિલ કપૂર અને માધુરી દીક્ષિતની સૂપરહિટ ગયેલી ફિલ્મ 'તેજાબ'ની હવે રિમેક (Tezaab Remake) બનશે. જેમાં મુખ્ય પાત્ર માટે રણવીર સિંહ (Ranveer singh) અને જાહ્નવી કપૂર (jahnvi kapoor) નો સંપર્ક થઇ રહ્યો છે. જાણો આ ફિલ્મ ક્યારે થશે રિલીઝ.

Tezaab Remake: અનિલ કપૂર અને માધુરી દીક્ષિતની સૂપરહિટ ગયેલી ફિલ્મ 'તેજાબ'ની હવે રિમેક (Tezaab Remake) બનશે. જેમાં મુખ્ય પાત્ર માટે રણવીર સિંહ (Ranveer singh) અને જાહ્નવી કપૂર (jahnvi kapoor) નો સંપર્ક થઇ રહ્યો છે. જાણો આ ફિલ્મ ક્યારે થશે રિલીઝ.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update

Tezaab Remake તેજાબ રિમેક: રણવીર અને જાહ્નવી કપૂર ફાઇલ ફોટો

વર્ષ 1988માં અનિલ કપૂર અને માધુરી દીક્ષિત સ્ટારર ફિલ્મ 'તેજાબ' (Tezaab) સૂપરહિટ ગઇ હતી. એટલું જ નહીં તેજાબનાં 'એક દો તીન ગીત'થી માધુરી દીક્ષિત (Madhuri Dixit) ની કારકિર્દી ઉંચકાઇ હતી. આ ઉપરાંત તેજાબને લીધે અનિલ કપૂર અને માધુરની સુપરહિટ જોડી સ્થાપિત થઈ હતી. ત્યારે અનિલ કપૂર અને ખાસ તો માધુરી દીક્ષિતની કારકિર્દીની સીમાચિહ્ન રુપ ફિલ્મ ‘તેજાબ’ની રિમેક બની રહી હોવાના સમાચાર સામે આવ્યાં છે.

Advertisment

મળતી માહિતી અનુસાર, 'તેજાબ'ની રિમેક (Tezaab Remake) માં અનિલના રોલમાં રણવીર અને માધુરીની ભૂમિકા માટે જાહ્નવી કપૂરનો સંપર્ક કરાયાની ચર્ચા છે. આ રિમેકનું પ્લાનિગ ચાલુ થયું ત્યારે કાર્તિક આર્યન અને શ્રદ્ધા કપૂરની જોડી નક્કી થઈ હતી. જોકે, હવે કાસ્ટિંગમાં બહુ મોટા પાયે ફેરફારો થયા છે. ફિલ્મની બાકીની કાસ્ટ અંગે પણ હજુ સુધી કોઇ નિર્ણય લેવાયો નથી.

આ પણ વાંચો: Irrfan Khan’s Birth Anniversary : “સલામ બોમ્બે” હતી તેમની પહેલી ફિલ્મ, એક સમયે એક્ટરે AC રીપેરીંગનું કરવું પડ્યું હતું કામ

રસપ્રદ વાત એ છે કે, 'તેજાબ'ની રિમેકથી રણવીર સિંહને ઘણી આશાઓ બંધાયેલી છે. કારણ કે છેલ્લા થોડાં સમયથી તેની ફિલ્મો બોક્સ ઓફિસ પર ખરાબ રીતે નિષ્ફળ રહી છે. જેમકે રણવીર સિંહની 83 તેમજ તાજેતરમાં રિલીઝ થયેલી તેની ફિલ્મ 'સર્કસ' વગેરે.

Advertisment

આ પણ વાંચો: sushant singh rajput : સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ વર્ષો સુધી ખાલી પડી રહેલા ફ્લેટ માટે મળી ગયા નવા ભાડુઆત? બ્રોકરે આપી માહિતી

આવામાં રણવીર ઉપરાછાપરી નિષ્ફળતાઓથી હવે એક શ્યોર શોટ હિટ ફિલ્મની શોધમાં છે. બીજી તરફ જાહ્નવીને પણ સ્ટાર કિડ તરીકે અનેક તક મળવા છતાં તેની કારકિર્દી હજુ સુધી ખાસ જામી નથી.

celebrities મનોરંજન ન્યૂઝ