Banaskantha District Split: વર્ષ 2025 ના પ્રથમ દિવસે જ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદ-વાવને નવો જિલ્લો બનાવાયો છે, જેમાં થરાદ જિલ્લાનું મુખ્ય મથક રહેશે. ત્યારે નવા જિલ્લામાં સમાવેશ કરાયેલા કાંકરેજ અને ધાનેરાના લોકોએ બનાસકાંઠામાં જ રહેવાની માંગ સાથે વિરોધ વ્યક્ત કરીને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે તો નવા જિલ્લાનું મુખ્ય મથક દિયોદર બનાવવામાં ન આવતા તેનો પણ વિરોધ નોંધાવવામાં આવ્યો છે.
ત્યાં જ થરાદ જિલ્લો બનવા પાછળ રાજકીય પરિબળ જવાબદાર હોય તેવું સ્થાનિક લોકોનું માનવું છે. જોકે કેટલાક સ્થાનિક લોકોનું કહેવું છે કે, દિયોદર વડુંમથક હોવું જોઈએ. અહીનાં સ્થાનિક લોકોનું એવું પણ કહેવું છે કે, કેટલાક રાજકીય અગ્રણીઓના જોરને કારણે થરાદને જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. જો સરકાર દિયોદરની લાગણીને માન નહીં આપે તો અમે લડી લેવાના મૂડમાં છીએ.અમે દિયોદર બંધ કરીશું અને ગાંધીનગર ખાતે આવેદનપત્ર પણ આપીશું.

તમને જણાવી દઈએ કે, વાવ-થરાદ સહિતના વિસ્તારની જનતાએ તો આ નિર્ણયને ખુબ આવકાર્યો છે. પરંતુ દિયોદર, ધાનેરા અને કાંકરેજના લોકોએ આ નિર્ણયને વખોડી કાઢ્યો છે. જ્યારે વાવ-થરાદના લોકોએ પણ જિલ્લાને તેનું ઐતિહાસિક નામ થીરપુર આપવાની માંગ કરી છે. અને જો રાજ્ય સરકાર તેના પર વિચાર કરીને તેમની રજૂઆતને સ્વીકારશે નહીં તો તેઓ આંદોલનના માર્ગે પણ જઈ શકે છે તેવું સ્થાનિક લોકોનું કહેવું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 1960 થી લઈને 2025 સુધી કેટલા નવા જિલ્લા ઉમેરાયા, જાણો જિલ્લાના વિભાજનનો ઈતિહાસ
ઓગડદેવને અણદેખા કર્યાનો આરોપ
બનાસકાંઠાના વિભાજન બાદ વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે ત્યારે કેટલાક લોકો તેના મુખ્યમથકને લઈને પણ રોષે ભરાયા છે અને વાવ-થરાદમાં ઓગડદેવનું અમાન ગણાવી રહ્યા છે. ત્યાં જ દિયોદરના સ્થાનિકોનું કહેવું છે કે, જિલ્લાનું વડુંમથક વચ્ચોવચ્ચ જ હોવું જોઈએ. કોઈ પણ જિલ્લાનું વડુંમથક ખૂણામાં ન હોવું જોઈએ. દિયોદરને જિલ્લો કે વડુંમથક ન બનાવી આ લોકોએ ઓગડદેવને અણદેખા કર્યા છે. જે પણ આમાં ગુનેગાર હશે ઓગડ દેવ તેમને નહીં છોડે.
શિહોરીના વેપારીઓએ દુકાનો સજ્જડ બંધ રાખી વિરોધ નોંધાવ્યો
બનાસકાંઠાના બે ભાગલા પાડીને વાવ-થરાદને નવો જિલ્લો જાહેર કર્યો છે. જેને લઈ થરાદમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે ધાનેરા અને કાંકરેજના શિહોરીમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટે મામલતદારને લેખિતમાં રજૂઆત પણ કરાઈ છે. વાવ-થરાદ જિલ્લામાં કાંકરેજનો સમાવેશ કરવામાં આવતાં શિહોરીના વેપારીઓએ દુકાનો સજ્જડ બંધ રાખી વિરોધ વ્યક્ત કર્યો હતો.
નવા જિલ્લાનું વડુંમથક ગામ થરાદ રહેશે. વાવ-થરાદ જિલ્લામાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સૂઈગામ, લાખણી, દિયોદર, કાંકરેજ અને બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ, ડીસાનો સમાવેશ કર્યો છે. હાલ બનાસકાંઠામાં 1251 ગામડાઓ છે. હવે વાવ-થરાદ જિલ્લામાં 596 અને બનાસકાંઠામાં 655 ગામડાઓ રહેશે.
1 બનાસકાંઠા પાલનપુર 1960 3,116,045 અમીરગઢ, દાંતા, દાંતીવાડા, ડીસા, પાલનપુર, વડગામ 2 વાવ-થરાદ થરાદ 2025 અત્યાર સુધી જાહેર નથી કરાઈ વાવ, થરાદ, ભાભર, ધાનેરા, સુઇગામ, લાખાણી, દિયોદર, કાંકરેજ
વાવ-થરાદ તાલુકાઓ અને તેમા આવતા ગામડાઓની સંખ્યા
તાલુકો ગામની સંખ્યા વાવ 79 થરાદ 124 ભાભર 53 ધાનેરા 78 સુઇગામ 42 લાખાણી 53 કાંકરેજ 103 દિયોદર 64 કુલ ગામ 596
બનાસકાંઠામાં તાલુકાઓ અને તેમા આવતા ગામડાઓની સંખ્યા
તાલુકાઓ ગામની સંખ્યા પાલનપુર 120 દાંતા 186 અમિરગઢ 69 દાંતીવાડા 57 વડગામ 110 ડીસા 113 કુલ ગામ 655





