અમદાવાદ : અમિત શાહે (Amit Shah) ગાંધીનગર લોકસભા વિસ્તારના તથા અન્ય વિવિધ વિકાસલક્ષી કામોનું વર્ચ્યુઅલ લોકાર્પણ અને ઉદ્ધાટન કર્યું. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે કહ્યું હતું કે, સ્માર્ટ સ્કૂલોએ વિદ્યાર્થીઓને ખાનગી સંસ્થાઓમાંથી સરકારી શાળાઓમાં શિફ્ટ કરવાનો ટ્રેન્ડ સેટ કર્યો છે.
ગાંધીનગર લોકસભા મતવિસ્તાર હેઠળ આવતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની પાંચ સ્માર્ટ સ્કૂલ અને અન્ય કેટલાક પ્રોજેક્ટના વર્ચ્યુઅલ ઉદ્ઘાટન દરમિયાન તેઓ બોલી રહ્યા હતા. ચાંદખેડા, સાબરમતી, શેલા, થલતેજ અને સરખેજમાં સ્માર્ટ સ્કૂલો આવી રહી છે.
શાહે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) દ્વારા સ્માર્ટ સ્કૂલનો ખ્યાલ લાવવામાં આવ્યો છે, જેનો ઉદ્દેશ્ય પ્રાથમિક શિક્ષણ સ્તરથી શરૂ કરીને વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરવાનો હતો. તેમણે કહ્યું, “સ્માર્ટ સ્કૂલ એ માત્ર એક ખ્યાલ નથી, પરંતુ તે બાળકના જીવનમાં પરિવર્તન લાવવાનો એક રાજમાર્ગ છે.”
AMCની પ્રાથમિક શિક્ષણ સમિતિના નેતૃત્વની પ્રશંસા કરતા શાહે કહ્યું કે, મ્યુનિસિપલ બોર્ડે ઘણી શાળાઓને સ્માર્ટ સ્કૂલ બનવામાં મદદ કરી છે.
”શાહે દાવો કર્યો કે, “નારણપુરામાં, આવી પાંચ શાળાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જ્યારે ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં, 96 માંથી 28 શાળાઓને સ્માર્ટ શાળાઓમાં પરિવર્તિત કરવામાં આવી છે અને આ સ્માર્ટ શાળાઓમાં 12,500 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અગાઉ વિદ્યાર્થીઓ સરકારી શાળાઓ અને કોર્પોરેશનની શાળાઓમાંથી ખાનગી શાળાઓમાં તબદીલ થતા હતા. હવે ખાનગી શાળાના વિદ્યાર્થીઓમાં સરકારી શાળાઓમાં શિફ્ટ થવાનો ટ્રેન્ડ છે.
મંત્રીએ નારણપુરા વોર્ડમાં પાંચ આંગણવાડીઓનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.
તેમના વર્ચ્યુઅલ સંબોધનમાં, શાહે છત્રપતિ શિવાજીને તેમના જન્મદિવસ પર અને સાવિત્રીબાઈ ફુલેને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી. તેમણે એટૉક (અફઘાનિસ્તાનમાં બામિયાન)થી કટક (ઓડિશા) સુધી વિસ્તરેલ ‘હિન્દુ સામ્રાજય’ (હિંદુ સામ્રાજ્ય)ની સ્થાપનામાં શિવાજીના યોગદાનની પ્રશંસા કરી; મુઘલ નેતાઓના અંધકારમય ઐતિહાસિક સમયમાં “પેશાવરથી ઓડિશાથી ગુજરાત સુધી”.
શાહે છોકરીઓના શિક્ષણ અને મહિલા સશક્તિકરણમાં ફૂલેના યોગદાનની પ્રશંસા કરી હતી, જ્યારે છોકરીઓને તેમના ઘરની બહાર જવાની મંજૂરી ન હતી.
આ પણ વાંચો – લોકસભા ચૂંટણી 2024 : સાઉથ રાજ્યોમાંથી ભાજપ પાસે લોકસભામાં કેટલા સભ્યો? BJP નો શું છે પ્લાન?
તેમણે રાષ્ટ્ર નિર્માણમાં શિવાજીના યોગદાનને સ્વીકારતા કહ્યું, “આ ખાસ દિવસ વિવિધ દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ છે. હિંદુ કેલેન્ડર મુજબ મહારાજ છત્રપતિ શિવાજીનો જન્મદિવસ છે અને તેમણે દેશમાં ‘સ્વરાજ, સ્વધર્મ અને સ્વભાવ’ની સ્થાપના કરીને સ્વાભિમાનનો નવો અધ્યાય ખોલ્યો હતો. ઝુલ્મી (અત્યાચારી) મુઘલ નેતાઓના અંધકારમય ઐતિહાસિક સમયમાં, 15 વર્ષની ઉંમરે તેમણે જડસંકલ્પ (જીદ્દી સંકલ્પ) લીધો અને હિંદુ સામ્રાજ્યની સ્થાપના કરી”.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું, “મહાત્મા જ્યોતિબા અને સાવિત્રીબાઈ ફુલે બંનેએ વિધવા પુનર્લગ્ન, મહિલા શિક્ષણ માટે કામ કર્યું અને મહિલા સશક્તિકરણ માટે વિવિધ પહેલો દ્વારા સમાજમાં પરિવર્તન લાવ્યા.”
શાહે સંથાલ જંકશન ખાતે સરદાર પટેલ રીંગ રોડ પર અંદાજિત 100 કરોડ રૂપિયાના ખર્ચે ઓવરબ્રિજનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. તેઓ જ્યારે ધારાસભ્ય હતા ત્યારે પુલની માંગ લાંબા સમયથી પડતર હતી, તેની નોંધ લેતા કેન્દ્રીય મંત્રીએ ખુશી વ્યક્ત કરી હતી કે, તેઓ લોકસભાના સાંસદ હતા ત્યારે આ માંગણી પૂર્ણ થઈ હતી. શાહે જણાવ્યું હતું કે, “હું સાણંદના ધારાસભ્ય કનુભાઈ (પટેલ)ને અભિનંદન આપવા માંગુ છું, જેઓ પુલનું કામ પૂર્ણ કરવા પ્રયત્નશિલ રહ્યા છે.
શાહે શેલા માટે અંદાજિત રૂ. 6 કરોડના ખર્ચે ડ્રેનેજ નેટવર્ક સિસ્ટમનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ વિસ્તારમાં નવા એપાર્ટમેન્ટ્સ, ટેનામેન્ટ અને વધતી જતી વસ્તી ગીચતાને ધ્યાનમાં રાખીને ડ્રેનેજ, પમ્પિંગ સ્ટેશન અને તેના નેટવર્કનું બાંધકામ ચાલી રહ્યું છે. આરોગ્ય અને સ્વચ્છતાના દૃષ્ટિકોણથી શેલાના લોકોને ઘણો ફાયદો થશે.
આ પણ વાંચો – લોકસભા 2024 : આ ત્રણ દિગ્ગજ હશે PM મોદીના ‘યોદ્ધા’, પડદા પાછળ રમશે મોટી રમત, અમિત શાહે આપ્યો મોટો ટાર્ગેટ
શાહે બાવળા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 468 મકાનોની ફાળવણી માટેના ઇલેક્ટ્રોનિક ડ્રોનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન પણ કર્યું હતું. શાહ દ્વારા ઉદ્ઘાટન કરાયેલા અન્ય પ્રોજેક્ટ્સમાં AUDA દ્વારા ચાંદખેડા ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર 19માં સિનિયર સિટીઝન પાર્કનું કામ અને રાણીપના રહેવાસીઓ માટે અંડરપાસનો સમાવેશ થાય છે, જે ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે વિરમગામ બ્રોડગેજ લાઇન હેઠળ બનાવવામાં આવી રહ્યો.