Big Accidents in Gujarati : મંગળવારની સવાર અમંગળ સાબિત થઈ હતી. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં બે સ્થળોએ બે મોટા અકસ્માત સર્જાયા હતા. મહારાષ્ટ્રમાં અમદાવાદ – મુંબઈ હાઇવે ઉર કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે સૌરાષ્ટ્રમાં લીંબડી – અમદાવાદ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. રાજ્યમાં બનેલી બે અકસ્માતની ઘટનામાં કુલ સાત લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
મુંબઇ – અમદાવાદ હાઇવે પર કાર અને બસ વચ્ચે અકસ્માત
મુંબઇ – અમદાવાદ હાઇવે ઉપર થયેલા માર્ગ અકસ્માતની વાત કરીએ તો મુંબઇ – અમદાવાદ હાઇવે ઉપર કાર અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. મળતી માહિતી પ્રમાણે આ અકસ્માત સોમવારે મોડી રાત્રે મહારાષ્ટ્રના પાલગર દાહા પાસે થયો હતો. જ્યારે એક કાર ગુજરાતથી મુંબઇ તરફ જઇ રહી હતી. ત્યારે કાર અને સામે આવતી બસ વચ્ચે થડાકાભેર ટક્કર થઈ હતી. જેના પગલે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
આ પણ વાંચોઃ- Gujarat weather : રાજ્યમાં ઠંડીનો પારો બે ડિગ્રી જેટલો ગગડ્યો, નલિયામાં 6.8 ડિગ્રી ઠંડી નોંધાઈ
અકસ્માત એટલો ભયાનક હતો કે આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત નીપજ્યા હતા. બસની ટક્કર બાદ કારના ભુક્કા બોલાઇ ગયા હતા. અને અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને સ્થિતિની સંભાળી હતી. પોલીસની ટીમે આગળની કાર્યવાહી હાથધરી છે.
લીંબડી – અમદાવાદ વચ્ચે કાર અને આઇસર વચ્ચે અકસ્માત
અન્ય એક અકસ્માતની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં લીંબડી – અમદાવાદ હાઇવે ઉપર કાર અને આઇસર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે લીંબડી – અમદાવાદ હાઇવે ઉપર તોરણી પાસે કાર પસાર થઇ રહી હતી ત્યારે કાર આઇસર પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી.
આ પણ વાંચોઃ- Today history 31 January: આજનો ઇતિહાસ : 31 જાન્યુઆરી પ્રથમ પરમવીર ચક્ર વિજેતા શહીદ મેજર સોમનાથ શર્માની જન્મજયંતિ
મળતી માહિતી પ્રમાણે કાર રાજસ્થાનથી પ્રવાસ કરીને પરત ફરી રહી હતી. આ અકસ્માત કુલ ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. જેમાં બે લોકોના ઘટના સ્થળે જ્યારે એક મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.