scorecardresearch

Today history 31 January: આજનો ઇતિહાસ : 31 જાન્યુઆરી પ્રથમ પરમવીર ચક્ર વિજેતા શહીદ મેજર સોમનાથ શર્માની જન્મજયંતિ

Today history 31 January : આજે 31 જાન્યુઆરી, 2023 (31 January) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતના પરમવીર ચક્રથી (param vir chakra) સમ્મનિત થનાર પ્રથમ સૈનિક મેજર સોમનાથ શર્માની (Major Somnath Sharma) જન્મજયંતિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં (Today history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

Today history 31 January: આજનો ઇતિહાસ : 31 જાન્યુઆરી પ્રથમ પરમવીર ચક્ર વિજેતા શહીદ મેજર સોમનાથ શર્માની જન્મજયંતિ

Today history 31 January : આજે તારીખ 31 જાન્યુઆરી, 2023 (31 January) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતના પરમવીર ચક્રથી સમ્મનિત થનાર પ્રથમ સૈનિક મેજર સોમનાથ શર્માની જન્મજયંતિ છે. શહીદ મેજર સોમનાથ શર્માનો વર્ષ 1923માં જમ્મુમાં જન્મ થયો હતો. તેઓ ભારતીય સેનાની કુમાઉ રેજમેન્ટની ચોથી બટાલિયનની ડેલ્ટા કંપનીના કમાન્ડર હતા અને વર્ષ 1947માં પાકિસ્તાન સેનામાં વીરગતિને પામ્યા હતા. ઉપરાંત વર્ષ 2007માં ભારતની સ્ટીલ કંપની ટાટા સ્ટીલ એંગ્લો-ડચ સ્ટીલ કંપની કોરસને ટેકઓવર કર્યા બાદ વિશ્વની પાંચમી સૌથી મોટી કંપની બની. જાણો ઇતિહાસની તવારીખમાં (Today history ) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

31 જાન્યુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1561 – મુઘલ સમ્રાટ અકબરના રક્ષક બૈરામ ખાંની ગુજરાતના પાટણમાં હત્યા કરવામાં આવી હતી.
  • 1606 – બ્રિટનમાં ‘રાજ’ વિરુદ્ધ ષડયંત્ર રચનાર જીફેક્સને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો.
  • 1865- અમેરિકામાં ‘ગુલામી નાબૂદી’ સંબંધિત 13મો સુધારો ખરડો મંજૂર કરવામાં આવ્યો.
  • 1884 – રશિયન દળોએ અફઘાનિસ્તાનના અમીર પાસેથી મર્વને છીનવી લીધો.
  • 1893 – ટ્રેડમાર્ક ‘કોકા-કોલા’ ટ્રેડમાર્કની અમેરિકામાં પ્રથમ વખત પેટન્ટ કરવામાં આવી.
  • 1915 – જર્મનીએ ‘પ્રથમ વિશ્વ યુદ્ધ’ દરમિયાન રશિયા સામે ઝેરી ગેસનો ઉપયોગ કર્યો.
  • 1946 – તત્કાલીન સોવિયેત યુનિયનના મોડલ પર આધારિત છ દેશો (સર્બિયા, મોન્ટેનેગ્રો, ક્રોએશિયા, સ્લોવેનિયા, બોસ્નિયા-હર્જેગોવિના, મેસેડોનિયા) માંથી યુગોસ્લાવિયાનું વિઘટન થયું. વર્ષ 1953માં આઇરિશ દરમિયામાં એક અકસ્માતમાં ઓછામાં ઓછા 130 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સહિત જહાજમાં બેઠેલા તમામ વ્યક્તિઓના દરિયામાં ડુબી જવાથી મોત થયા.
  • 1957 – અબાદાનથી તેહરાન સુધી પાઈપલાઈન નાખવાની કામગીરી પૂર્ણ થઇ.
  • 1958 – અમેરિકાએ પ્રથમ ભૂ-ઉપગ્રહ લોન્ચ કર્યો.
  • 1962 – અમેરિકન દેશોના સંગઠને ક્યુબાનો સમાવેશ ન કરવાનો નિર્ણય લીધો.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ : 30 જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણ દિન અને વિશ્વ કુષ્ઠ દિવસ

  • 1966 – સોવિયેત સંઘે લૂના પ્રોગ્રામ હેઠળ માનવરહિત લુના 9 અવકાશયાન લોન્ચ કર્યું.
  • 1968 – પેસિફિક મહાસાગરમાં સ્થિત એક ટાપુ દેશ નૌરુને ઓસ્ટ્રેલિયાથી આઝાદી મળી.
  • 1971 – પૂર્વ અને પશ્ચિમ બર્લિન વચ્ચે 19 વર્ષ બાદ ટેલિફોન સેવા ફરી શરૂ કરવામાં આવી.
  • 1974 – પેન અમેરિકા એરવેઝનું વિમાન અમેરિકાની સીમામાં ક્રેશ થયું, જેમાં 15 લોકો માર્યા ગયા.
  • 1979 -ચીને સોવિયેત સંઘ રશિયા પર વિશ્વ યુદ્ધ ભડકાવનાર મુખ્ય દેશ હોવાનો આરોપ મૂક્યો.
  • 1984 – વિશ્વના નવ ગરીબ દેશોએ લુસાકા બેઠકમાં દક્ષિણ આફ્રિકા સાથેના વેપાર સંબંધો તોડવાની જાહેરાત કરી.
  • 1985 – રાજ્યસભાએ પણ પક્ષપલટા વિરોધી સંબંધિત 52મા બંધારણીય સુધારા બિલને મંજૂરી આપી.
  • 1988 – પોલેન્ડમાં એકતાના સમર્થકોએ સરકાર દ્વારા ભાવવધારા સામે પ્રદર્શન કર્યું.
  • 1989 – કોલંબિયન વિમાનને હાઇજેક કરીને કોસ્ટા રિકા લઈ જવામાં આવ્યું હતું, તેમાં 122 વ્યક્તિઓ હતા.
  • 1992 – 28 દેશો દ્વારા ક્રોએશિયા અને સ્લોવેનિયાને માન્યતા; ન્યૂયોર્કમાં સુરક્ષા પરિષદની પ્રથમ સમિટ યોજાઇ.
  • 1995 – ઇઝરાયેલ અને જોર્ડન વચ્ચેની શાંતિ સંધિના પરિણામે, ઇઝરાયેલે કબજા હેઠળનો સરહદી વિસ્તાર જોર્ડનને સોંપ્યો.
  • 1996 – શ્રીલંકામાં આત્મઘાતી હુમલામાં 86 લોકો માર્યા ગયા, 1400 ઘાયલ થયા.
  • 1998 – માર્ટિના હિંગિસે કોચિંતા માર્ટિનેઝને હરાવીને ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયનશિપ જીતી.
  • 1999 – આર્મિનિયાની સુંદરતા ગોહર અરુથ્યુનિયમ મિસ કોમનવેલ્થ 1999 તરીકે ચૂંટાઈ, યેવગેની કાફેલનિકોવ (રશિયા) એ મેન્સ ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ સિંગલ્સનો ખિતાબ જીત્યો.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 29 જાન્યુઆરી – ભારતનું પ્રથમ અંગ્રેજી સમાચાર પત્ર ‘હિકીઝ બંગાળ ગેજેટ’ પ્રકાશિત થયું

  • 2002 – ઝારખંડના રાજ્યપાલ પ્રભાત કુમારે રાજીનામું આપ્યું.
  • 2004 – પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમના પિતા ડો. અબ્દુલ કાદિર ખાનને વડાપ્રધાનના વિશેષ સલાહકારના પદ પરથી બરતરફ કરવામાં આવ્યા હતા.
  • 2005 – જનરલ જોગીન્દર સિંહ નવા આર્મી ચીફ બન્યા.
  • 2007 – ભારતની સ્ટીલ કંપની ટાટા સ્ટીલ એંગ્લો-ડચ સ્ટીલ કંપની કોરસને ટેકઓવર કર્યા બાદ વિશ્વની પાંચમી સૌથી મોટી કંપની બની.
  • 2008- ઉત્તર પ્રદેશને પાંચ વર્ષમાં વીજળીના સંદર્ભમાં આત્મનિર્ભર બનાવવા માટે, મુખ્યમંત્રી માયાવતીએ રૂ. 6,168 કરોડના પાવર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. કેન્દ્ર સરકારે ‘સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા’ના રાઈટ્સ ઈશ્યુ દ્વારા લગભગ 10 હજાર કરોડ રૂપિયા એકત્ર કરવાની મંજૂરી આપી છે.
  • ભારત-યુએસ નાગરિક પરમાણુ કરારના વિવાદાસ્પદ હાઇડ-એક્ટ કાયદાના પિતા અને ભૂતપૂર્વ રિપબ્લિકન સાસંદ હેનરી હાઇડનું અવસાન થયું. ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ બેનઝીર ભુટ્ટોની પાર્ટીએ ચૂંટણી માટે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીનો ઢંઢેરો જાહેર કર્યો.
  • 2010 – હોલીવુડની ફિલ્મ ‘અવતાર’ એ બે અબજ ડોલરની કમાણી કરીને વિશ્વભરમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 28 જાન્યુઆરી – સ્વાતંત્ર્ય સેનાની લાલા લાજપત રાય અને શાસ્ત્રી ગાયક પંડિત જસરાજની જન્મજયંતિ

મહાન વ્યક્તિઓની જન્મજયંતિ

  • કુમુદબેન મણિશંકર જોશી (1934) – આંધ્રપ્રદેશના 14મા રાજ્યપાલ હતા.
  • સોમનાથ શર્મા (1923) – ‘પરમવીર ચક્ર’ મેળવનાર પ્રથમ ભારતીય શહીદ.
  • પ્રીતિ ઝિન્ટા (1975) – બોલીવુડ ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ : 27 જાન્યુઆરી ભારતની મહિલા વેઇટલિફ્ટર બિંદિયારાની દેવીનો જન્મદિવસ

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • દલીપ કૌર તિવાના (2020) – પંજાબીના પ્રતિષ્ઠિત અને જાણીતા વરિષ્ઠ લેખક હતા.
  • હોકિશે સેમા (2007) – ભારતના નાગાલેન્ડ રાજ્યના ત્રીજા મુખ્યમંત્રી હતા.
  • શ્રી કૃષ્ણ સિંહ (1961) – બિહારના પ્રથમ મુખ્યમંત્રી.
  • પદ્મનારાયણ રાય (1968) – હિન્દી ભાષાના સાહિત્યકાર અને લેખક.
  • મિનજુર ભક્તવત્સલમ (1987) – પ્રખ્યાત સ્વતંત્રતા સેનાની.
  • સુરૈયા (2004) – હિન્દી ફિલ્મોની જાણીતી અભિનેત્રી અને સુર સામ્રાજ્ઞી સુરૈયાનું મુંબઈમાં અવસાન થયું.
  • મણિરામ બાગડી (2012) – સમાજવાદી વિચારધારાના પ્રખ્યાત ભારતીય નેતા.
  • અકિલન (1988) – તમિલ ભાષાના સાહિત્યકાર.
  • કે. એન. સિંઘ (2000) – ભારતીય સિનેમામાં ખલનાયકનું પાત્ર ભજવનાર જાણીતા અભિનેતા.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ : 26 જાન્યુઆરી – ભારતનો 74મો પ્રજાસત્તાક દિવસ, ગુજરાતના ભયંકર ભૂકંપને 22 વર્ષ થયા

Web Title: Today history 31 january major somnath sharma birthday first param vir chakra winner know important events

Best of Express