અમેરિકાની બોર્ડર પર ગુજરાતના યુવકના મોત અંગે ઇન્ટરપોલને ચિઠ્ઠી લખશે સીઆઇડી

Kalol man death on US border : કલોલનો વ્રજ યાદવ તિજુઆના પાસે અમેરિકા અને મેક્સિકો સીમા ઉપર દિવાલ કૂદતા નીચે પટકાતા મોતને ભેટ્યો હતો. રિપોર્ટ પ્રમાણે વ્રજ યાદવની સાથે તેમની પત્ની પૂજા અને ત્રણ વર્ષનો પુત્ર તન્મય અમેરિકા જઇ રહ્યા હતા.

Kalol man death on US border : કલોલનો વ્રજ યાદવ તિજુઆના પાસે અમેરિકા અને મેક્સિકો સીમા ઉપર દિવાલ કૂદતા નીચે પટકાતા મોતને ભેટ્યો હતો. રિપોર્ટ પ્રમાણે વ્રજ યાદવની સાથે તેમની પત્ની પૂજા અને ત્રણ વર્ષનો પુત્ર તન્મય અમેરિકા જઇ રહ્યા હતા.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update

અમેરિકાની બોર્ડર ઉપર મોતને ભેટેલો વ્રજ યાદવની ફાઇલ તસવીર

રાષિ મિશ્રાઃ અમેરિકા અને મેકસિકો સીમા ઉપર કોશિશ કરતા કલોલના યુવકનો યુવક મોતને ભેટ્યો હતો. આ અંગે સીઆઈડી ગાંધીનગરે સોમવારે નક્કી કર્યું હતું કે તે ઇન્ટરપોલને પત્ર લખીને કલોલના યુવકના મોત અને તેમના પરિવારના સભ્યો અંગે વધારે માહિતી માંગશે. મેક્સિકોના મીડિયા રિપોર્ટ પ્રમાણે 38 વર્ષીય વ્રજકુમાર યાદવ જે કલોકમાં એક ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટના રૂપમાં કામ કરતો હતો.

Advertisment

15 ડિસેમ્બરથી થોડા સમય પહેલા તિજુઆના પાસે અમેરિકા અને મેક્સિકો સીમા ઉપર દિવાલ કૂદતા નીચે પટકાતા મોતને ભેટ્યો હતો. રિપોર્ટ પ્રમાણે વ્રજ યાદવની સાથે તેમની પત્ની પૂજા અને ત્રણ વર્ષનો પુત્ર તન્મય અમેરિકા જઇ રહ્યા હતા. એડિશનલ ડીજીપી આરબી બ્રહ્મભટ્ટે સોમવારે ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે પરિવાર ટૂરિસ્ટ વિઝા ઉપર મેક્સિકો ગયો હતો. બ્રહ્મભટ્ટે કહ્યું કે યાદવની પત્ની પૂજા સૈન ડિએગોમાં છે જ્યારે તેનો પુત્ર તિજુઆનાની એક હોસ્પિટલમાં છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે "અમને વ્રજ કુમાર યાદવ, તેમની પત્ની પુજા અને પુત્રના પાસપોર્ટનું વિવરણ મળ્યું છે. અમે આ વિવિરણો ઉપર આંતરરાષ્ટ્રીય ગુનાહિત પોલીસ સંગઠન ઇન્ટરપોલને એક પત્ર લખવા જઇ રહ્યા છીએ."

આ પણ વાંચોઃ-ઓખાના દરિયામાંથી 300 કરોડનાં ડ્રગ્સ અને હથિયારો સાથે 10 પાકિસ્તાનીઓની ધરપકડ

Advertisment

યાદવની ભાભી સુશીલાએ શનિવારે એક સમાચાર પત્રને જણાવ્યું હતું કે પરિવાર 18 નવેમ્બરે એવું કહીને નિકળ્યો હતો કે અમે યાત્રા ઉપર જઈ રહ્યા છીએ. 17 ડિસેમ્બરે પૂજા યાદવને જાણ કરવામાં આવી હતી કે તેમના પતિનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે.

યાદવ કલોલ પાસે આવેલા છત્રાલમાં રહેતા હતા. તે મૂળ ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાના પાઠક પુરવા ગામનો રહેવાસી હતો. વ્રજ કુમાર 15,000 રૂપિયા મહિના કમાતો હતો અને પૂજા એક ખાનગી સ્કૂલમાં શિક્ષિકા તરીકે 20,000 રૂપિયા પ્રતિ મહિના કમાતી હતી.

આ પણ વાંચોઃ-કોરોના કહેર : 36 જિલ્લામાં કોવિડ-19 વાયરસનો સંક્રમણ દર દેશના સરેરાશ રાષ્ટ્રીય દર કરતા ઘણો ઉંચો

બ્રહ્મભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે, સીઆઇડી આ મામલે ઇન્ટરપોલસને જાણ કરનારી નોડલ એજન્સી છે. તેમણે વધુમાં જણાવ્યું કે તેઓ પ્રાથમિક તપાસ કરી રહ્યા છે. આપણે બધા જાણીએ છીએ કે પરિવાર ટૂરિસ્ટ વિઝા ઉપર મેક્સિકો ગયા હતા. અત્યારે તપાસ ચાલી રહી છે. ઇન્ટરપોલ પોતાના 195 સભ્ય દેશોમાં કાયદા વ્યવસ્થા જાળવતી એજન્સીઓને આંતરરાષ્ટ્રીય ગુનાઓ સામે લડવા માટે પોતાની દરેક પ્રકારની મદદ કરે છે.

ક્રાઇમ ન્યૂઝ ગુજરાત