/indian-express-gujarati/media/media_files/2026/02/16/gujarat-legislative-assembly-2026-02-16-17-15-30.jpg)
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિધાનસભામાં સંબોધન. Photograph: (સોશિયલ મીડિયા)
પંદરમી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રનો આજે પ્રારંભ થયો. આ અવસરે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિધાનસભાને સંબોધતા રાજ્યની વિકાસયાત્રા, સુશાસન અને સર્વસમાવેશી નીતિઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
રાજ્યપાલે જણાવ્યું કે, મહાત્મા ગાંધીજી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ધરતી ગુજરાત હંમેશાં રાષ્ટ્ર નિર્માણમાં અગ્રેસર રહી છે. “સર્વજન હિતાય, સર્વજન સુખાય”ના મંત્ર સાથે રાજ્ય સરકાર યુવાશક્તિ, નારીશક્તિ, ખેડૂત અને ગરીબોના કલ્યાણ માટે દૃઢ સંકલ્પ સાથે કાર્યરત છે.
રાજ્યપાલે જણાવ્યું કે, સોમનાથ મંદિર પર થયેલા આક્રમણને એક હજાર વર્ષ પૂર્ણ થતાં “સોમનાથ સ્વાભિમાન પર્વ”નું આયોજન કરાયું, જે સંસ્કૃતિના ગૌરવ અને રાષ્ટ્રીય અસ્મિતાનું પ્રતિક છે.
સરદાર વલ્લભભાઈ પટેલ તથા ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ નિમિત્તે કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી “યુનિટી માર્ચ – સરદાર @150”નું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલે ઉમેર્યું કે, આ પદયાત્રા એકતા અને રાષ્ટ્રગૌરવનું પ્રતિક બની હતી. વર્ષ 2025ને જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ઉજવી જનજાતિ સમાજના યોગદાનને સન્માન આપવામાં આવ્યું છે. આ અંતર્ગત નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી અને જનજાતીય ગૌરવ રથયાત્રા યોજાઈ હતી.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/02/16/eighth-session-of-gujarat-legislative-assembly-2026-02-16-17-16-20.jpg)
રાજ્યપાલે ઉમેર્યું કે, રાજ્યમાં પારદર્શક અને જવાબદાર શાસન વ્યવસ્થા સુનિશ્ચિત કરવા ટેકનોલોજી આધારિત પહેલો અમલમાં મૂકવામાં આવી છે. સી.એમ. ડેશબોર્ડ દ્વારા ગવર્નન્સ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ (GPI) અમલમાં મૂકાયો છે. I-ORA પોર્ટલ તથા GARVI-2.0 દ્વારા જમીન સંબંધિત સેવાઓ એન્ડ-ટુ-એન્ડ ઓનલાઇન ઉપલબ્ધ થઈ છે. જેથી નાગરિકોને સરળ, ઝડપી અને પારદર્શક સેવા મળી શકે.
અમદાવાદ અને વડોદરાની 25 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, અહીં જુઓ યાદી
પંદરમી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મંત્રીઓ તથા ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
પૂર્વ સભ્યોને શ્રદ્ધાંજલિ પાઠવી
વિધાનસભાના પૂર્વ દિવંગત સદસ્યો પૂર્વ મંત્રી સ્વ. મનસુખભાઇ છગનલાલ જોષી, પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી સ્વ. મોહંમદભાઇ ગુલામમોહયુદીન સુરતી તથા પૂર્વ સભ્યો સ્વ. ધીરજલાલ ફુલાભાઇ રીબડીયા, સ્વ. અમરસિંહ રામસિંહ વસાવા, સ્વ. વજુભાઇ પરમાભાઇ ડોડિયા અને સ્વ. બાવનજીભાઇ હંસરાજભાઇ મેતલિયાના અવસાન અંગેના શોકદર્શક ઉલ્લેખો ગૃહમાં રજુ થયા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સૌ દિવંગત પૂર્વ જનપ્રતિનિધિઓની કર્તવ્યપરાયણતા અને પ્રજાકીય પ્રશ્નો- રજૂઆતોને વાચા આપી તેના નિવારણ માટેની સક્રિયતાની સરાહના કરી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us