સોહિની ઘોષઃ દિવાળીનો પર્વ લોકો ધામધૂમથી ઉજવી રહ્યા છે દિવાળીમાં ખરીદી કરવા માટે લોકોનું ઘોડાપુર રસ્તા ઉપર અને માર્કેટોમાં ઉમટી પડે છે ત્યારે ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકોને દિવાળી ગિફ્ટ આપી હતી. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 27 ઓક્ટોબરે દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય લીધો હતો. તેમણે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સામે કોઈ દંડ ન વસૂલવાની જાહેરાત કરી હતી. જોકે, બીજી ગુજરાત પોલીસ અને એનસીઆરબીના ડેટા પ્રમાણે તહેવારોની સિઝનમાં ટ્રાફિક વાયોલન્સમાં વધારો થતો હોય છે. રાજ્યગૃહમંત્રીએ જાહેરાત કર્યાના બીજા દિવસે એટલે કે શનિવારે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર જેમ કે હેલ્મેટ કે સીટ બેલ્ડ ન પહેરવા સહિતના નાના ગુનાઓ કરનારને ટ્રાફિક પોલીસે લાલ ગુલાબ આપ્યા હતા.
અમદાવાદના ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ (ટ્રાફિક) સફિન હસને જણાવ્યું હતું કે, દિવાળીના સમયમાં રોન્ગ સાઇડમાં ડ્રાઇવિંગ કરવું, નો પાર્કિંગમાં વાહન પાર્ક કરવું, હેલમેટ કે સીટ બેલ્ડ ન પહેરવા, ટુવ્હિલર પર ત્રીપલ સવારી અને ઓવર લોડ રીક્ષા જેવા ગુનાઓમાં વધારો થતો હોય છે. રસ્તાઓ ઉપર વાહનોનો ભારે ધસારો થવાના કારણે અકસ્માતોમાં પણ વધારો થતો હોય છે.
સફિન હસને વધુમાં જણાવ્યું હતું કે, અમે અમદાવાદના ટ્રાફિકના મોટ જંક્શનો અને જગ્યાઓ ઉપર ધ્યાન રાખી રહ્યા છીએ. મંત્રીએ જાહેરાત કરી છે એ પ્રમાણે અમે રોન્ગ સાઇડમાં ડ્રાઇવિંગ કરવું, નો પાર્કિંગમાં વાહન પાર્ક કરવું, હેલમેટ કે સીટ બેલ્ડ ન પહેરવા, ટુવ્હિલર પર ત્રીપલ સવારી અને ઓવર લોડ રીક્ષા જેવા ગુનાઓમાં કોઈપણ પ્રકારનો દંડ નહીં વસૂલીએ. જોકે, મોટા ગુનાઓ આઈપીસી અને મોટર વ્હિકલ એક્ટ હેઠળ સજાને પાત્ર બનશે. દાખતા તરીકે બેદરકારી ભર્યું ડ્રાઇવિંગ, રોંગ સાઇડમાં ફૂલ સ્પીડ ડ્રાઇવિંગ કરનાર સામે અમે ચોક્કસ પણે ગુનો નોંધીને દંડ કરીશું.

જ્યારે વર્ષ 2019માં યુનિયન ટ્રાન્સ્પોર્ટ મિનિસ્ટરે નવા મોટર વ્હિકલ એક્ટ અંતર્ગત ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ ભારે દંડની જોગવાઈ કરી હતી ત્યારે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દંડમાં વધારો કરવાના બદલે કાપ મૂકવાની જાહેરાત કરી હતી. વિજય રૂપાણીએ એ સમયે કહ્યું હતું કે, જનતાની સુરક્ષા અમારી પહેલી પ્રાથમિક્તા છે પરંતુ આ માટે તેમના દંડ ઠોકી બેસાડીને ત્રાસ ન આપી શકીએ.
આ પણ વાંચોઃ- ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત, રાજ્યમાં 27 ઓક્ટોબર સુધી ટ્રાફિક પોલીસ દંડ નહીં ઉઘરાવે
જીવીક ઈમરજન્સી મેનેજમેન્ટ અને રિસર્ચ ઇન્સ્ટીટ્યૂ (EMIR) જે ગુજરાતમાં મફતમાં એમ્બ્યુલન્સની સેવા પુરી પાડે છે. ઈએમઆઈઆરના જણાવ્યા પ્રમાણે દિવાળીના દિવસોમાં ઇમરજન્સી કેસોમાં વધારો થતો હોય છે. આ વર્ષે પણ પહેલાના વર્ષના તુલનાએ ઇમરજન્સી કેસોમાં વધારો થઇ શકે છે.
આ પણ વાંચોઃ- ગુજરાત ટૂર : સાસણ ગીર અભ્યારણ પ્રવાસ માટે કેવી રીતે કરશો ઓનલાઈન બુકિંગ? કેટલો ખર્ચ થાય? જાણો બધું જ
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના 2021ના આંકડા પ્રમાણે ભારતના કુલ અકસ્માતોના આંકડામાં ગુજરાતમાં ચાર ટકા જેટલા નોંધાય છે. માર્ગ અકસ્માતમાં મૃત્યુના આંકડાની વાત કરીએતો 4322 રાષ્ટ્રીય એવરેજની તુલનાએ 7457 મૃત્યુ છે. આંકડા પ્રમાણે ગુજરાતમાં 82 ટકા અકસ્માત ઓવર સ્પીડના કારણે થાય છે. 2021માં 12,574 કેસ નોંધાયા હતા.