સોહિની ઘોષ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટૂંક સમયમાં આવી રહી છે ત્યારે સત્તાવાર તારીખો પણ જાહેર કરવામાં આવશે. આવા સમયમાં દરેક રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે AIMIM પક્ષ પણ ગુજરાતમાં પહેલીવાર ચૂંટણી લડવા જઈ રહી છે. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીનું સંપૂર્ણ ધ્યાન દલિત અને મુસ્લિમ વોટ ઉપર છે. 2021ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 26 સીટો ઉપર એઆઈએમઆઈએમમે જીત મેળવી હતી. બીજી તરફ મે 2022 બાદ સતત અસદુદ્દીન ઓવેસી ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે.
ઓવૈસીની પાર્ટી ગુજરાતમાં 40થી 45 વિધાનસભા સીટો ઉપર ચૂંટણી લડવાની યોજના બનાવી રહી છે. જોકે અત્યાર સુધી પાર્ટીએ માત્ર 5 ઉમેદવારો જ મેદાનમાં ઉતાર્યા છે. પાર્ટીએ અમદાવાદની 3 અને સુરતની 2 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. પાંચમાંથી ચાર ઉમેદવારો પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ માટે પહેલાથી જ મુશ્કેલીઓ ઉભી કરી દીધી હતી, જ્યારે હવે AIMIM પર પણ મુસ્લિમ મતો ગુમાવવાનું જોખમ વધી ગયું છે. AIMIM પોતાનું સંપૂર્ણ ધ્યાન કોંગ્રેસના ગઢ પર કેન્દ્રિત કરી રહ્યું છે.
દાણીલીમીડા સીટ પર ઓવૈસીની દાવ શું છે?
હકીકતમાં દાણીલીમીડા બેઠક મુસ્લિમ બહુમતી બેઠક છે અને આ બેઠક પર લગભગ 2 લાખ 62 હજાર મતદારો છે. જેમાં 1,72,000 થી વધુ મતદારો મુસ્લિમ સમુદાયના છે. આ બેઠક દલિતો માટે અનામત બેઠક છે અને પાર્ટીએ આ બેઠક માટે દલિત મહિલા કૌશિકા પરમારને ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે. AIMIM ઉમેદવારના પ્રવેશથી મુસ્લિમ મતોમાં વિભાજન થઈ શકે છે. જેનું સીધું નુકસાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને થઈ શકે છે.
આ પણ વાંચોઃ- ગુજરાતમાં આ વખતની ચૂંટણીમાં AAP મજબૂત કે BJP? શું કહે છે સર્વે?
આ વાતને નકારી કાઢતાં AIMIM ગુજરાતના વડા સાબિર કાબલીવાલાએ કહ્યું કે રાજ્યમાં જો કોઈ પક્ષ વિપક્ષી મતોનું વિભાજન કરી રહ્યું છે તો તે આમ આદમી પાર્ટી છે. AAPને નાનો ચાર્જર ગણાવતા કાબુલીવાલા કહે છે, “AAP પાસે રાજ્યમાં પાર્ટી સ્તરનું કોઈ સંગઠન નથી કે તે ચૂંટણી જીતી શકે તેવા કોઈ ઉમેદવારને મેદાનમાં ઉતારી રહી નથી. તેઓને સુરત મહાનગરપાલિકામાં કેટલીક બેઠકો (ગયા વર્ષે) મળી હતી કારણ કે લોકોમાં ભાજપ સામે અસંતોષ હતો.
આ પણ વાંચોઃ- ગુજરાત ચૂંટણી 2022: પાટીદાર કિંગમેકર નરેશ પટેલ આ ચૂંટણીમાં કોને કરાવશે ફાયદો?
જમાલપુર-ખાડિયાના વર્તમાન ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ આ મહિનાની શરૂઆતમાં ધ ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યુમાં AIMIMના ઈરાદા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, “મારી સીટનો મુસ્લિમ-હિંદુ રેશિયો 60:40 છે પરંતુ જો મને હિન્દુ સમુદાયના વોટ નહીં મળે તો હું જીતી નહીં શકું. કાબલીવાલા જીતશે નહીં, પરંતુ સીધો ફાયદો ભાજપને થશે. મારી પાસે ઘણી લીડ છે, તેથી તે મને વધુ અસર કરશે નહીં. પણ અલબત્ત તે મને ક્યાંક નુકસાન પહોંચાડશે.”





