Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને લઈને ભારતીય જનતા પાર્ટી આ વખતે ખાસ સતર્કતા દાખવી રહી છે. આનું કારણ આમ આદમી પાર્ટી (AAP) પાર્ટીનું ચૂંટણી મેદાનમાં આવવું અને હિમાચલ વિધાનસભા ચૂંટણીમાં મોટા પ્રમાણમાં વિરોધ માનવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે ભાજપની ફોર્મૂલા 30 ટકા ધારાસભ્યોને ટિકિટ કાપીને નવા ચહેરાઓને ઉમેદવારો બનાવવાની રહી છે. આનો હેતું સરકાર વિરોધી લહેર સામે લડવાનો છે. પરંતુ ગુજરાતમાં વિરોધની આશંકાને ધ્યાનમાં રાખીને પાર્ટીએ વિચારવું પડી રહ્યું છે.
હિમાચલમાં અનેક ધારાસભ્યોએ નોંધાવી અપક્ષ ઉમેદવારી
હિમાચલ પ્રદેશની 68 બેઠકવાળી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 11 ધારાસભ્યોની ટિકિટ કાપી લીધી હતી. જેના પરિણામે પાર્ટીને ખુલ્લો વિરોધ સહન કરવો પડી રહ્યો છે. કિટિક કપાના કારણે અનેક ધારાસભ્યોએ વિપક્ષમાં નામાંકન કરાવ્યું હતું. પાર્ટીની કોઈ પહેલ તેમને પગ પાછા ખેંચવા માટે રાજી ન કરી શકી. આ ધારાસભ્યો ન જીતો તો પણ વોટ કાપીને ભાજપને નુકસાન ચોક્કસ પહોંચી શકે છે. આવી સ્થિતિમાં ગુજરાતને લઈને પાર્ટી વધારે સતર્ક છે. પાર્ટીના અનેક નેતાઓ અનૌપચારિક વાતચીતમાં આ વાત સ્વીકારી પણ છે.
આમ આદમી પાર્ટીની સક્રિયતા ભાજપ માટે પરેશાની!
ગુજરાતમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP)ની સક્રિયતા પણ ભાજપ માટે સમસ્યારૂપ છે. પાર્ટીના મોટા નેતાઓ બેઠકોમાં તેના કટ શોધવાના રસ્તાઓ પર ગંભીરતાથી ચર્ચા કરે છે. સમાચાર અનુસાર અમદાવાદમાં ગત દિવસોમાં એક મીટિંગમાં જ્યારે એક નેતાએ AAPને વોટ કાપવાની પાર્ટી ગણાવી ત્યારે અમિત શાહે તેમને આ સમજવાની ભૂલ ન કરવાની અને તમારો કટ શોધવાનું કામ કરવાની સલાહ આપી હતી.
આ પણ વાંચોઃ- કરન્સી નોટો પર એક તરફ ગાંધીજી, બીજી તરફ લક્ષ્મી-ગણેશનો ફોટો, કેજરીવાલે પીએમ મોદીને લખ્યો પત્ર
નવા અને યુવા ચહેરાઓને સામેલ કરવા પર ભાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સત્તાધારી ભારતીય જનતા પાર્ટી બળવાખોરો પર નજર રાખતા ઉમેદવારોની યાદીમાંથી વર્તમાન ધારાસભ્યોના નામ દૂર કરવામાં સાવચેત છે. ભાજપ સામાન્ય રીતે સત્તા વિરોધી લહેરને કાબૂમાં લેવા અને નવા અને યુવા ચહેરાઓને સમાવવા માટે વર્તમાન ધારાસભ્યોમાંથી 30 ટકાના નામો પડતો મૂકવાનો આગ્રહ રાખે છે.
ગુજરાતની ચૂંટણી સામાન્ય રીતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ લડાતી રહી છે. પરંતુ આ વખતે AAPની હાજરીથી ત્રિકોણીય હરીફાઈની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં બળવાખોરો અન્ય પક્ષોમાં જોડાય તેવી શક્યતા છે અને ભાજપ તેનાથી બચવા માંગે છે.
રાજ્યમાં સરકાર સામે વિરોધ
ગુજરાતમાં અનેક સંગઠનો અને જૂથો સરકારના વિવિધ વિભાગો કે મંત્રાલયો સામે સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ સરકાર પ્રત્યે લોકોનો અસંતોષ દર્શાવે છે અને ભાજપને ચૂંટણીમાં તેની વિપરીત અસર થવાની આશંકા છે. થોડા દિવસો પહેલા સરકારે આ વિરોધને શાંત કરવા માટે એક સમિતિની રચના કરવાની પણ જાહેરાત કરી હતી.
આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચૂંટણી પહેલા માછીમાર સમુદાય પર BJP સરકાર દ્વારા રાહતનો વરસાદ કેમ? વાંચો
2021માં ભાજપે ગુજરાત સરકારના વડા સહિત અનેક મંત્રીઓની બદલી કરી. ત્યારબાદ વિજય રૂપાણીના સ્થાને ભૂપેન્દ્ર પટેલને સીએમ બનાવવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે ભાજપે આ પગલું એન્ટી ઇન્કમ્બન્સીનો સામનો કરવા માટે ઉઠાવ્યું હતું, પરંતુ લોકોનો સરકાર પ્રત્યેનો ગુસ્સો હજુ પણ સંપૂર્ણપણે શાંત થયો નથી.
એવી ચર્ચા છે કે પાર્ટી આ વખતે વર્તમાન ઉમેદવારોમાંથી 30% જેટલા ઉમેદવારોને ઉતારશે. પક્ષના એક કાર્યકર્તાએ કહ્યું, “પસંદગી એ એક વિસ્તૃત પ્રક્રિયા છે, જેમાં જ્ઞાતિ સમીકરણ, કેડર પ્રતિસાદ અને સૌથી ઉપર જીતવાની સંભાવના જેવા અનેક પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે. આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય ચૂંટણી સમિતિ સ્પર્ધકો વિશે નિર્ણય લેશે.”