શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ ₹33504 કરોડની જોગવાઇ

ગુજરાત બજેટ 2026-27 માટે રાજ્ય સરકારે કૂલ 4.08 લાખ કરોડનું બજેટ રજુ કર્યું છે. જેમાંથી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ ₹33504 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

ગુજરાત બજેટ 2026-27 માટે રાજ્ય સરકારે કૂલ 4.08 લાખ કરોડનું બજેટ રજુ કર્યું છે. જેમાંથી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ ₹33504 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

author-image
Rakesh Parmar
New Update
Department of Urban Development and Urban Housing

ગુજરાત બજેટ 2026-27 માટે રાજ્ય સરકારે કૂલ 4.08 લાખ કરોડનું બજેટ રજુ કર્યું છે. Photograph: (સોશિયલ મીડિયા)

ગુજરાતની લગભગ 48% થી વધુ વસ્તી શહેરી વિસ્તારમાં વસે છે. શહેરીજનોની સુખાકારી અને આજીવિકામાં વધારો થાય અને વધુ સારી જાહેર સુવિધાઓ મળે તેવા અભિગમ સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે. ગુજરાત બજેટ 2026-27 માટે રાજ્ય સરકારે કૂલ 4.08 લાખ કરોડનું બજેટ રજુ કર્યું છે. જેમાંથી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ ₹33504 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

Advertisment

• શહેરી માળખાગત સુવિધાઓ માટેની અગત્યની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે ₹16 હજાર 116 કરોડની જોગવાઇ.

• શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને નાણાકીય સહાય માટે ₹3354 કરોડની જોગવાઇ. 

• અમદાવાદ અને સુરત મેટ્રો વિસ્તરણ સહિત ગુજરાત મેટ્રો રેલ પ્રોજેકટ માટે ₹2217 કરોડની જોગવાઇ.

Advertisment

• અમૃત મિશન 2.0 હેઠળ પાણી પુરવઠા, ડ્રેનેજ વ્યવસ્થા, તળાવોનો વિકાસ અને પરિવહન માળખા માટે ₹1900 કરોડની જોગવાઇ. 

• પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) 2.0 હેઠળ શહેરી ગરીબોને આવાસ સુવિધા પૂરી પાડવા માટે ₹1420 કરોડની જોગવાઇ. 

• શહેરોમાં વિવિધ વિકાસ કાર્યો માટે નાણાપંચ હેઠળ ₹1376 કરોડની જોગવાઇ.

• અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ગુજરાત રેઝિલિયન્ટ સિટીઝ પાર્ટનરશિપ પ્રોગ્રામ તથા AUDA વિસ્તાર માટે પેરી-અર્બન લિવેબિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત બાહ્ય ભંડોળ માટે ₹800 કરોડની જોગવાઇ. 

• સ્વચ્છ ભારત મિશન(અર્બન) 2.0, નિર્મળ શહેર અને નિર્મળ ગુજરાત ૨.૦ માટે કુલ ₹577 કરોડની જોગવાઇ. 

• શહેરી વિસ્તારોને રેલ્વે ક્રૉસિંગ મુક્ત બનાવવાના અભિયાન હેઠળ ઓવર બ્રિજ/અંડર બ્રિજ બનાવવા માટે ₹350 કરોડની જોગવાઇ.

• ઝીરો વેસ્ટ શહેરો – નિર્મળ ગુજરાત 2.0 અને પિન્‍ક ટોઇલેટ માટે કુલ ₹329 કરોડની જોગવાઇ.

• સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે માળખાગત સુવિધાઓના વિકાસ માટે ₹236 કરોડની જોગવાઇ. 

• શહેરી પરિવહનને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી સ્માર્ટ પાર્કિંગ તથા ઇન્‍ટિગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્‍ટ સિસ્ટમ માટે ₹200 કરોડની જોગવાઇ.

• 12 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની સ્થાપના માટે ₹180 કરોડની જોગવાઇ. 

બજેટમાં આ વર્ષે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને 3.15 લાખથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન

• ગાંધીનગર ખાતે નમો સેન્‍ટ્રલ લાઇબ્રેરી અને રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓ ખાતે ડિજિટલ લાઇબ્રેરી બનાવવા કુલ ₹150 કરોડની જોગવાઇ.

• દરેક મહાનગરપાલિકામાં સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ અને ફ્લાયઓવર નીચે સ્પોર્ટસ ઇન્‍ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે ₹150 કરોડની જોગવાઇ.

• રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ ₹150 કરોડની જોગવાઇ. 

• લોથલ અને અંબાજીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્થાન અપાવવા માળખાગત સુવિધાઓના વિકાસ માટે કુલ ₹147 કરોડની જોગવાઇ.

• ભાવનગર, રાજકોટ, જામનગર અને જૂનાગઢમાં MICE (Meeting, Incentives, Conferences and Exhibitions) ઇન્‍ફ્રાસ્ટ્રક્ચર માટે ₹100 કરોડની જોગવાઇ. 

• મુખ્યમંત્રી નગર નવજીવન યોજના માટે ₹100 કરોડની જોગવાઇ.

• SG હાઇવેને ગ્રીન શહેરી હાઇવે તરીકે વિકસાવવા માટે ₹100 કરોડની જોગવાઇ. 

• શહેરી વિસ્તારોમાં Mission Daily Water Supply અને જીવન ધારા યોજના અંતર્ગત કુલ ₹100 કરોડની જોગવાઇ.

• આઇકોનિક અને નવીન પ્રોજેક્ટ દ્વારા શહેરોને ગ્રોથ હબ તરીકે વિકસાવવાના હેતુથી અર્બન ચેલેન્‍જ ફંડ હેઠળ ₹100 કરોડની જોગવાઇ.
 
• સુગમ્ય ઉદ્યાન યોજના, નમો ગૌરવ પાર્ક અને લીનીયર પાર્ક જેવા આઇકોનિક ઉદ્યાનો તથા લેક વોચ અને એર વોચ માટે ₹90 કરોડની જોગવાઇ.

• કેચ ધ રેઇન યોજના માટે ₹80 કરોડની જોગવાઇ.

• અગ્નિ નિવારણ સેવાની આનુષંગિક કામગીરી માટે ₹75 કરોડની જોગવાઇ.

• 24 નવા સબ મોડેલ ફાયર સ્ટેશન તથા ગુજરાત સ્ટેટ ફાયર એકેડમી શરૂ કરવા ₹50 કરોડની જોગવાઇ.

• અફોર્ડેબલ રેન્‍ટલ હાઉસીંગ યોજના અંતર્ગત ₹50 કરોડની જોગવાઇ.

• ગુજરાત અર્બન એટલાસ હેઠળ મિલકતો અને ઉપયોગિતાઓના GIS મેપિંગ તથા મુખ્ય શહેરી પ્રોજેક્ટ માટે ₹50 કરોડની જોગવાઇ. 

• નમો સ્વદેશી અર્બન મોલ અને સ્વદેશી મેળાઓ યોજવા માટે ₹45 કરોડની જોગવાઇ.

• ગિફ્ટ સિટીમાં માળખાગત સુવિધાઓના વિકાસ માટે ₹45 કરોડની જોગવાઇ. 

• PM ઈ-બસ યોજના માટે ₹40 કરોડની જોગવાઇ.

gujarat budget ગુજરાત બજેટ