Gujarat Budget 2026: અંબાજી, ડાકોર જેવા પ્રસિદ્ધ યાત્રાધામ અને પ્રવાસન સ્થળોના વિકાસ માટે ₹ 3090 કરોડની જોગવાઇ

Gujarat Budget 2026 Announcement: ગુજરાત બજેટ 2026માં રાજ્યને વેડિંગ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવા “વેડ ઇન ગુજરાત” કેમ્‍પેઇન શરૂ કરવાની ઘોષણા થઇ છે. સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણ માટે ₹ 20 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

Gujarat Budget 2026 Announcement: ગુજરાત બજેટ 2026માં રાજ્યને વેડિંગ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવા “વેડ ઇન ગુજરાત” કેમ્‍પેઇન શરૂ કરવાની ઘોષણા થઇ છે. સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણ માટે ₹ 20 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

author-image
Ajay Saroya
New Update
Gujarat Budget 2026 Allocation

Gujarat Budget 2026 Allocation : ગુજરાત બજેટ 2026માં રાજ્યના પ્રવાસન, યાત્રાધાનના વિકાસ માટે મોટી ઘોષણાઓ થઇ છે. Photograph: (Gujarat Tourism)

Gujarat Budget 2026 Announcement: ગુજરાત બજેટ 2026માં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્યના પ્રવાસન, યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન ઉદ્યોગના વિકાસ માટે મહત્વપૂર્ણ ઘોષણાઓ કરી છે. ગુજરાતના બજેટ 2026માં પ્રવાસન, યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન ક્ષેત્રના વિકાસ વિસ્તરણ માટે  કુલ ₹ 3090 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેમા અંબાજી, ડાકોર, દ્વારકા, માતાનો મઢ(આશાપુરા) તેમજ ગીરનાર અને નર્મદા પરિક્રમા પથ ખાતે શ્રદ્ધાળુઓની સુવિધા માટે ₹ 20 કરોડ ખર્ચવાની જોગવાઇ કરી છે.

Advertisment

ગુજરાત બજેટ 2026માં પ્રવાસન, યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન માટે મુખ્યો ઘોષણા

પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ હેઠળ વિવિધ યાત્રાધામોના વિકાસ માટે કુલ ₹ 550૦ કરોડની જોગવાઇ. તે પૈકી અંબાજી યાત્રાધામ ખાતે સુવિધાઓ વિકસાવવા માટે ₹ 300 કરોડની જોગવાઇ.

પ્રવાસન ક્ષેત્રને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત કરવા ₹ 100 કરોડની ફાળવણી કરવામાં આવશે.

Advertisment

દાહોદ ખાતે નવું ગ્રીનફીલ્ડ એરપોર્ટ વિકસાવવા તેમજ પોરબંદર, ભાવનગર, સુરત, વડોદરા અને અંકલેશ્વર ખાતેનાં હયાત એરપોર્ટના વિસ્તરણ માટે ₹ 95 કરોડની જોગવાઇ થઇ છે.

આ પણ વાંચો | Gujarat Budget 2026 Live Updates: ગુજરાત બજેટ 2026 લાઇવ અપડેટ સમાચાર

નાના શહેરો/આંતરિક વિસ્તારોને મોટા શહેરો અને મહત્વના વિસ્તારો સાથે હવાઇ માર્ગે જોડવાના ધ્યેય સાથે Viability Gap Funding યોજના હેઠળ ₹ 78 કરોડની જોગવાઇ છે.

વન સ્ટેટ : વન ગ્લોબલ ડેસ્ટિનેશન વિઝન હેઠળ સોમનાથને ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવા અને સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી માટે ₹ 20 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

Gujarat budget 26-27
ગુજરાત બજેટ નાણામંત્રી કનુ દેસાઈ Photograph: (x)

ગુજરાત બજેટ 2026માં ભારત સરકારના "ઉડે દેશ કા આમ નાગરીક” (ઉડાન)ના વિઝન અંતર્ગત Regional Connectivity Schemeના માધ્યમથી એર કનેક્ટિવિટી પૂરી પાડવા ₹ 20 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

આસ્થાના કેન્દ્ર અંબાજી, ડાકોર, દ્વારકા, માતાનો મઢ(આશાપુરા) તેમજ ગીરનાર ખાતે મહાશિવરાત્રીના મેળામાં આવતા શ્રદ્ધાળુઓ તથા માઁ નર્મદા પરિક્રમા પથ ખાતે પદયાત્રીઓ માટે સુવિધાઓ ઊભી કરવા ₹ 20 કરોડની જોગવાઇ થઇ છે.

આ પણ વાંચો : ગુજરાત બજેટ 2026, પોલીસ કર્મચારી માટે 20444 મકાનો બનશે, નવી 2463 ST બસો ખરીદાશે

લોથલ ખાતે બેઝિક ફેસિલિટી વિકસાવવા અર્થે ડેવલપમેન્ટ ઓફ ટ્રંક ફેસિલિટી ફોર પીપીપી પાર્સલ એટ લોથલ માટે જોગવાઇ છે.

ગુજરાતને વૈભવી અને સંસ્કૃતિથી સમૃદ્ધ લગ્ન સ્થળ તરીકે સ્થાપિત કરવા “વેડ ઇન ગુજરાત” કેમ્‍પેઇન માટેનું આયોજન કરાશે.

આ પણ વાંચો | ગુજરાતનું પ્રથમ બજેટ કોણે રજૂ કર્યું હતું? સૌથી વધુ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ કોના નામે છે?

આદિવાસી સમાજના આસ્થાના કેન્દ્રો જેવા કે, માનગઢ ખાતે આદિવાસી બલિદાન દિવસ, દેવમોગરા ખાતે પાંડોરી માતા મહાશિવરાત્રી મહોત્સવ અને શબરી ધામ શ્રી રામ શબરી મિલન મહોત્સવ ઉજવવા તેમજ અનુસૂચિત જાતિના આસ્થાના કેન્દ્રોમાં આ રીતે આયોજન કરવા માટે જોગવાઇ છે.  

ગુજરાતનું રેકોર્ડ ₹ 4.08 લાખ કરોડનું ઐતિહાસિક બજેટ

ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ એ નાણાકીય વર્ષ 2026-27 માટે ₹ 4 લાખ 8 હજાર 53 કરોડનું (₹ 4,08,053 કરોડ)નું વિક્રમી અંદાજપત્ર રજૂ કર્યું છે. જ્યારે ગત વર્ષનું બજેટ 3.70 લાખ કરોડ રૂપિયાનું હતું. આમ ગુજરાતના બજેટનું કુલ કદ 10 ટકા જેટલું વધ્યું છે.