Gujarat Budget 2026: ગુજરાત પોલીસ કર્મચારી માટે 20444 મકાનો બનશે, નવી 2463 ST બસો ખરીદાશે

Gujarat Budget 2026 Announcement: ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ નાણાકીય વર્ષ 2026-27 માટે વિક્રમી 4.08 લાખ કરોડ રૂપિયાનું ઐતિહાસિક બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં રાજ્યના પોલીસ કર્મચારીઓ માટે 20444 મકાન બાંધવાની ઘોષણા થઇ છે.

Gujarat Budget 2026 Announcement: ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ નાણાકીય વર્ષ 2026-27 માટે વિક્રમી 4.08 લાખ કરોડ રૂપિયાનું ઐતિહાસિક બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં રાજ્યના પોલીસ કર્મચારીઓ માટે 20444 મકાન બાંધવાની ઘોષણા થઇ છે.

author-image
Ajay Saroya
New Update
Gujarat Budget 2026

Gujarat Budget 2026 Announcement: ગુજરાત બજેટ 2026માં પોલીસ કર્મચારી માટે 20444 મકાન બનાવવાની ઘોષણા થઇ છે. Photograph: (X/ Gujarat Police)

Gujarat Budget 2026 Announcement: ગુજરાત બજેટ 2026માં રાજ્યના નાગરિકોને અવરજવરમાં સુવિધા મળે તેની માટે 500 એસી બસ સહિત કુલ 2463 બસો ખરીદવાનો ઘોષણા કરવામાં આવી છે. નવી બસો ખરીદવા માટે લગભગ 1300 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાશે. રાજ્યના મુખ્ય નદીઓનું કાંઠે વૃક્ષારોપણ કરી ધોવાણ અટકાવવા માટે પણ કરોડો રૂપિયાની બજેટ ફાળવણી કરવામાં આવી છે. ઉપરાંત રાજ્યના પોલીસ કર્મચારીઓ માટે 20444 મકાન બનાવવા કરોડો રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.

Advertisment

ગુજરાત બજેટ 2026ની ઘોષણા કરતા નાણામંત્રી કનુભા દેસાઈએ કહ્યું કે, જાહેર પરીવહનમાં નાગરિકોની સલામતી અને સગવડતાને ધ્યાને લઇ આધુનિક ટેકનોલોજી ધરાવતી 2464 જેટલી નવી બસો, જેમાં 500 AC ઈલેકટ્રીક બસો મૂકવાનું આયોજન છે. તેમજ આદિજાતિ વિસ્તારમાં વસતાં ભાઇ-બહેનો, વિદ્યાર્થીઓ તથા ઔદ્યોગિક વિસ્તારોમાં કામ અર્થે આવતા શ્રમિકો માટે 500 મીની બસ મૂકવામાં આવશે. જેના માટે કુલ ₹ 1286 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

કચ્છના ગ્રાસલેન્ડ માટે ₹ 97 કરોડની જોગવાઇ

​કચ્છ અને અન્ય વન વિસ્તારમાં ગાંડા બાવળને દૂર કરી તેના સ્થાને બામ્‍બૂ(વાંસ) સહિત અન્ય સ્થાનિક વૃક્ષોનું વાવેતર કરવા તેમજ કચ્છના બન્ની ઘાંસીયા મેદાનમાં ગ્રાસલેન્‍ડ રિસ્ટોરેશન માટે ₹ 97 કરોડની જોગવાઇ કરવામાં આવી છું. 

નદી કાંઠાનું ધોવાણ રોકવા 32 કરોડની ફાળવણી

અરવલ્લી પર્વતમાળાની આસપાસ ગ્રીન બેલ્‍ટ બનાવવાના હેતુથી તેમજ રાજ્યની પ્રમુખ નદીઓના બંને કાંઠે વૃક્ષોના સઘન વાવેતર થકી ધોવાણ અટકાવવા માટે ₹ 32 કરોડની જોગવાઇ સૂચવું છું.

Advertisment

આ પણ વાંચો | ગુજરાત બજેટમા MSME અને ટેક્સટાઇલ ઉદ્યોગ માટે કુલ ₹ 4500 કરોડની જોગવાઇ, 5 નવી GIDC સ્થપાશે

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો, મધ્યમ વર્ગ અને ઉદ્યોગોને ધ્યાનમાં રાખીને તાજેતરમાં મહત્વના નીતિગત નિર્ણયો લેવામાં આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીની નવી, અવિભાજ્ય કે પ્રતિબંધિત શરતની જમીનો હવે સ્વમેળે 'જૂની શરત'ની ગણાશે. આનાથી ખેડૂતોને પ્રીમિયમ ભરવામાંથી મુક્તિ મળશે.

​કાયદો અને વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા તેમજ માર્ગ સલામતીના પગલા વધારવા રાજ્યની કટોકટી સેવાઓને ડાયલ- 112 જનરક્ષક પ્રોજેકટ હેઠળ આવરી લીધેલ છે. જેથી ઇમરજન્‍સી રિસ્પોન્‍સ સમયમાં વધુ ઘટાડો થશે. જેના અસરકારક અમલીકરણ માટે વિવિધ સંવર્ગનું ત્રણ હજાર માનવબળ ઊભુ કરવાનું આયોજન છે.

આ પણ વાંચો | Gujarat Budget 2026 Live Updates: ગુજરાત બજેટ 2026 લાઇવ અપડેટ સમાચાર

​ગુજરાત પોલીસ માટે Data Fusion Centre & Centre of Excellence for AI in Policingની સ્થાપના કરવામાં આવશે. જે તમામ મહત્વપૂર્ણ પોલીસ ડેટાનું સંકલન કરી વિશ્લેષણ કરશે. આ પ્રોજેકટ માટે ₹ 60 કરોડની જોગવાઇ સૂચવું છું.

પોલીસ કર્મચારીઓ માટે 20444 મકાન બનશે

​રાજ્યના કાયદો અને વ્યવસ્થા તેમજ પ્રજાજનોની સુરક્ષા માટે સતત ખડેપગે રહેતા પોલીસ કર્મચારીઓ માટે અત્યાધુનિક ટેકનોલોજીથી આગામી પાંચ વર્ષમાં 20,444 જેટલા રહેણાક મકાનો પૂરા પાડવા માટેનું આયોજન છે. જે માટે આ બજેટમાં ₹ 1571 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. 

આ પણ વાંચો | ગુજરાતનું પ્રથમ બજેટ કોણે રજૂ કર્યું હતું? સૌથી વધુ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ કોના નામે છે?

PMJAY ના ધોરણે રાજ્ય સરકારના 6 લાખ 40 હજાર જેટલા કર્મયોગીઓ તેમજ પેન્‍શનરોને ₹ 10 લાખ સુધીની કેશલેશ તબીબી સારવારનું સ્વાસ્થ્ય સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવી રહ્યું છે.

ગુજરાતનું રેકોર્ડ ₹ 4.08 લાખ કરોડનું ઐતિહાસિક બજેટ

ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ એ નાણાકીય વર્ષ 2026-27 માટે ₹ 4 લાખ 8 હજાર 53 કરોડનું (₹ 4,08,053 કરોડ)નું વિક્રમી અંદાજપત્ર રજૂ કર્યું છે. જ્યારે ગત વર્ષનું બજેટ 3.70 લાખ કરોડ રૂપિયાનું હતું. આમ ગુજરાતના બજેટનું કુલ કદ 10 ટકા જેટલું વધ્યું છે.

gujarat budget ગુજરાત બજેટ