ભાજપ-કોંગ્રેસ વચ્ચે કોઈ આ મુદ્દે કોઈ મતભેદ નહી, બંને પક્ષમાં 20 બેઠકો પર નેતાઓના પુત્રો નસીબ અજમાવી રહ્યા

Gujarat Assembly Election 2022: ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress) ના એવા ઉમેદવારો (Candidate) મેદાનમાં, જેમના પિતા પણ પૂર્વ ધારાસભ્ય હતા. એટલે કે તેમના પરિવારના સભ્યને જ ટિકિટ (leader son ticket) આપી.

Written by Kiran Mehta
Updated : November 21, 2022 18:18 IST
ભાજપ-કોંગ્રેસ વચ્ચે કોઈ આ મુદ્દે કોઈ મતભેદ નહી, બંને પક્ષમાં 20 બેઠકો પર નેતાઓના પુત્રો નસીબ અજમાવી રહ્યા
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022

Gujarat Assembly Election 2022 : ભાજપ અને કોંગ્રેસે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઓછામાં ઓછી 20 બેઠકો પર વર્તમાન અને પૂર્વ ધારાસભ્યોના પુત્રોને એકસાથે મેદાનમાં ઉતાર્યા છે. વિપક્ષ કોંગ્રેસે આવા 13 અને ભારતીય જનતા પાર્ટીએ આવા 7 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.

રાજકીય વિશ્લેષકોના મતે, રાજકીય પક્ષોને કેટલીકવાર પૂર્વ અથવા વર્તમાન ધારાસભ્યોના પરિવારના સભ્યોને ટિકિટ આપવાની ફરજ પાડવામાં આવે છે જેથી કરીને પોતાને જીતવા માટે મજબૂત સ્થિતિમાં મૂકી શકાય અથવા તે મતવિસ્તારોમાં તેમની ગેરહાજરીનો વિકલ્પ ભરી શકાય. આવી સ્થિતિમાં પક્ષો એવા નેતાઓના પરિવારના સભ્યોને ટિકિટ આપે છે જેઓ તે વિસ્તારમાં વર્ચસ્વ ધરાવે છે અને તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી.

રાજકીય વિશ્લેષક રવિન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, તમામ રાજકીય પક્ષોમાં આવા ઘણા પરિવારો છે જેઓ રાજકારણને પોતાનો વારસો માને છે. આવા પરિવારો તેમની સંબંધિત બેઠકો પર પ્રચંડ પ્રભાવ ધરાવે છે અને ચૂંટણી પરિણામોને પણ પ્રભાવિત કરી શકે છે.

તેમણે કહ્યું કે, પાર્ટીઓને આવા નેતાઓનો વિકલ્પ નથી મળી રહેતો, જેના કારણે તેઓ આ નેતાઓના નજીકના લોકોને ટિકિટ આપવા મજબૂર થાય છે. ત્રિવેદીએ એમ પણ કહ્યું હતું કે, કેટલાક કિસ્સાઓમાં રાજકીય પક્ષોના અન્ય કોઈ નેતા ‘દબંગ’ નેતાઓ સામે ઊભા રહેવાની હિંમત કરતા નથી.

તેમણે કહ્યું કે, કેટલાક નેતાઓ સતત ચૂંટણી જીતતા રહે છે, આવી સ્થિતિમાં તેમની પકડ તે મતવિસ્તારમાં મજબૂત બને છે અને પક્ષો પણ તેમનો વિકલ્પ શોધવામાં નિષ્ફળ જાય છે. આ નેતાઓની જગ્યાએ જ્યારે અન્ય કોઈને ટિકિટ આપવામાં આવે છે ત્યારે તે પણ તેમના પરિવારના સભ્ય જેમ કે પુત્ર, પુત્રી કે પત્ની હોય છે. ચાલો જાણીએ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પૂર્વ અને વર્તમાન ધારાસભ્યોના કયા પુત્રોને ટિકિટ મળી છે.

આદિવાસી નેતા અને 10 વખત કોંગ્રેસના ધારાસભ્ય મોહન સિંહ રાઠવા ગયા વર્ષે ભાજપમાં જોડાયા હતા. તેમણે કોંગ્રેસ સાથેના દાયકાઓ જૂના સંબંધો તોડી નાખ્યા છે. હવે સત્તાધારી પક્ષે છોટા ઉદેપુર બેઠક પરથી તેમના પુત્ર રાજેન્દ્ર સિંહ રાઠવાને મેદાનમાં ઉતાર્યા છે. હવે આ બેઠક પર રાજેન્દ્ર સિંહ અને કોંગ્રેસના ઉમેદવાર સંગ્રામ સિંહ રાઠવા વચ્ચે ટક્કર થશે. સંગ્રામ સિંહ રાઠવા પૂર્વ રેલવે મંત્રી નારણ રાઠવાના પુત્ર છે.

બીજી તરફ અમદાવાદ જિલ્લાની સાણંદ બેઠક પરથી ભાજપે વર્તમાન ધારાસભ્ય કનુ પટેલને ફરીથી ઉમેદવાર બનાવ્યા છે. કનુ પટેલ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કરણસિંહ પટેલના પુત્ર છે. જો કે કરણસિંહ પટેલ 2017માં ભાજપમાં જોડાયા હતા.

આ પણ વાંચો Gujarat Election 2022: ગુજરાતમાં સત્તા બચાવવાનો સંઘર્ષ

ઠાસરામાંથી ભાજપે બે વખતના ધારાસભ્ય રામસિંહ પરમારના પુત્ર યોગેન્દ્ર પરમારને મેદાનમાં ઉતાર્યા છે. રામસિંહ પરમાર 2017માં પાર્ટી છોડતા પહેલા 2007 અને 2012માં કોંગ્રેસની ટિકિટ પર જીત્યા હતા, પરંતુ ભાજપના ઉમેદવાર સામે તેમનો પરાજય થયો હતો.

અમદાવાદની દાણીલીમડા બેઠક પરથી કોંગ્રેસના બે વખત ધારાસભ્ય રહી ચૂકેલા શૈલેષ પરમાર પૂર્વ ધારાસભ્ય મનુભાઈ પરમારના પુત્ર છે. આગામી ચૂંટણી માટે કોંગ્રેસે ફરી એકવાર શૈલેષ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

આવા અન્ય ઉમેદવાર, બે વખતના ધારાસભ્ય એવા મહેન્દ્રસિંહ વાઘેલા, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર છે. મહેન્દ્ર સિંહ ગયા મહિને ફરી કોંગ્રેસમાં જોડાયા હતા અને પાર્ટીએ તેમને બાયડ બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા હતા. તેમણે 2012 અને 2017 ની વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય તરીકે મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું, પરંતુ 2019 માં ભાજપમાં સ્વિચ કર્યું અને ગયા મહિને જ ફરીથી કોંગ્રેસમાં પાછા ફર્યા.

કોંગ્રેસે પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીને બારડોલી બેઠક પરથી ઉતાર્યા છે, જે અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. તેમણે 2004-09 વચ્ચે માંડવી અને 2009 થી 2014 દરમિયાન બારડોલીના સાંસદ તરીકે સેવા આપી હતી.

આ પણ વાંચોગુજરાત વિધાનસભા ચૂંટણી: ભાજપનું રાજકારણ, મુસ્લીમ ઉમેદવારની 24 વર્ષથી બાદબાકી, રાજ્યમાં મુસ્લીમ વસ્તી 10 ટકા

તેવી જ રીતે ભાજપે પોરબંદર બેઠક પરથી ભાજપના પૂર્વ સાંસદ (સ્વર્ગસ્થ) વિઠ્ઠલ રાદડિયાના પુત્ર જયેશ રાદડિયાને જેતપુરથી મેદાનમાં ઉતાર્યા છે. જો કે, 2012ની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ જેતપુર મતવિસ્તારમાંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે જીત્યા હતા. જયેશ અને તેના પિતાએ 2013માં કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ 2017ની ચૂંટણીમાં જયેશ રાદડિયા જેતપુર બેઠક પરથી ભાજપની ટિકિટ પર જીત્યા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ