scorecardresearch

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 : હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી આગળ

Gujarat Election Result 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણી મતગણતરી ચાલી રહી, પરિણામ આવવાના શરૂ થઈ ગયા છે. તો હાર્દિક પટેલ (Hardik Patel), અલ્પેશ ઠાકોર (Alpesh Thakor) અને જીગ્નેશ મેવાણી (Jignesh Mevani) કઈ સ્થિતિમાં જોઈએ.

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 : હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી આગળ
ગુજરાત ચૂંટણી પરિણામ 2022 : હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી આગળ

Gujarat Election Result 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે, ધીમે ધીમે પરિણામ આવવાના શરૂ થઈ ગયા છે. ભાજપ કોંગ્રેસ અને આપ ત્રણે પાર્ટીઓ દ્વારા રાજ્યમાં સરકાર બનાવવાના દાવા કરવામાં આવી રહ્યા હતા, પરંતુ ગુજરાતમાં અત્યાર સુધીના આંકડા પ્રમાણે ભાજપ જ સરકાર બનાવશે તેવું સ્પષ્ઠ થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે, હાર્દિક પટેલ ભાજપ તરફથી વિરમગામ બેઠક, અલ્પેશ ઠાકોર ગાંધિનગર દક્ષિણથી, તો જિગ્નેશ મેવાણી વડગામ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તો આ સમયે આપણે જોઈએ કે, હાલના રૂઝાન પ્રમાણે કોણ કઈ સ્થિતિ પર છે તે જોઈએ

વિરમગામ બેઠક હાર્દિક પટેલ આગળ

વિરમગામ બેઠક પર હાર્દિક પટેલ આગળ ચાલી રહ્યા છે. જ્યારે કોંગ્રેસના લાખાભાઈ ભરવાડ પાછળ પડી ગયા છે. આ બેઠક પર હાર્દિક પટેલનો મુકાબલો કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ સાથે છે, જેમણે 2017માં ભારતીય જનતા પાર્ટીના તેજશ્રી પટેલને 6,500થી વધુ મતોના માર્જિનથી હરાવ્યા હતા.

કોંગ્રેસે વિરમગામ બેઠક બે વખત કબજે કરી હતી

વિરમગામ વિધાનસભા મતવિસ્તાર જેમાં વિરમગામ મંડળ અને અમદાવાદના દેત્રોજ તાલુકાનો સમાવેશ થાય છે. છેલ્લા 10 વર્ષથી કોંગ્રેસનો કબજો છે. રસપ્રદ વાત એ છે કે, 2012ની વિધાનસભા ચૂંટણીમાં, તેજશ્રી પટેલે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી અને ભાજપના પ્રાગજી પટેલને 16,000થી વધુ મતોના માર્જિનથી હરાવ્યા હતા.

કોંગ્રેસના ધારાસભ્ય તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, તેજશ્રી પટેલે વિધાનસભાની અંદર અને બહાર એમ બંને જગ્યાએ શાસક પક્ષ ભાજપ સામે ઉગ્ર ટીકાકાર તરીકે ઓળખ બનાવી હતી. જો કે, દરેકના આશ્ચર્ય વચ્ચે, જ્યારે તેમણે પક્ષ બદલ્યો અને 2017 માં ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી, ત્યારે મતદારોએ તેમને નકારી કાઢ્યા અને કોંગ્રેસના લાખાભાઈ ભરવાડને ચૂંટ્યા, જેઓ અન્ય પછાત વર્ગો (ઓબીસી) માંથી હતા. જ્યારે મતદારોને લાગે છે કે, ભરવાડ હવે સત્તા વિરોધી લહેરનો સામનો કરી રહ્યા છે, ત્યારે કેટલાક અન્ય લોકો કહે છે કે તેઓ ધારાસભ્ય તરીકે સક્રિય રહ્યા છે અને સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ માટે સખત મહેનત કરી છે અને તેથી હાર્દિક માટે તેમને હરાવવાનું સરળ રહેશે નહીં.

જાતિ સમીકરણ શું છે

વિરમગામમાં આશરે 3 લાખ મતદારો છે, જેમાં 65,000 ઠાકોર (OBC), 50,000 પાટીદાર અથવા પટેલ મતદારો, લગભગ 35,000 દલિત, 20,000 ભરવાડ અને રબારી સમુદાયના મતદારો છે. અહીં 20,000 મુસ્લિમ, 18,000 કોળી અને 10,000 કરાડિયા (ઓબીસી) રાજપૂતો છે. જો કે, આ બેઠક પર 1980માં તેજશ્રી પટેલ (પાટીદાર), 2007માં દાઉદભાઈ પટેલ (મુસ્લિમ), કમભાઈ રાઠોડ (કરાડિયા રાજપૂત) સહિત વિવિધ જ્ઞાતિઓના ધારાસભ્યો હતા. 2007 માં લાખાભાઈ. ભરવાડ (ઓબીસી).

ગાંધીનગર દક્ષિણથી અલ્પેશ ઠાકોર આગળ

ભાજપ ઉમેદવાર અલ્પેશ ઠાકોર હાલમાં આગળ ચાલી રહ્યા છે. તેમનો મુકાબલો હાઇ પ્રોફાઇલ કોંગ્રેસ ઉમેદવાર હિમાંશુ પટેલ સામે છે.

ઉલ્લેખનીય છે કે, અલ્પેશ ઠાકોર માટે આ ત્રીજી ચૂંટણી છે. 2015-17માં પાટીદાર અનામત આંદોલન સામે એક યુવા ઓબીસી નેતા તરીકે બહાર આવ્યા પછી અલ્પેશ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં સામેલ થયો હતો. તે 2017માં રાધનપુરથી કોંગ્રેસ તરફથી ધારાસભ્યા બન્યા હતા. 2019માં રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપા ઉમેદવારના પક્ષમાં ક્રોસ વોટિંગ કરી અને પછી ભાજપામાં સામેલ થયો હતો. આ પછી પેટા ચૂંટણીમાં રાધનપુરથી ભાજપ તરફથી લડ્યો હતો. જોકે કોંગ્રેસના રઘુ દેસાઇ સામે પરાજય થયો હતો.

આ પણ વાંચોગુજરાત, હિમાચલ વિધાનસભા ચૂંટણી પરિણામ LIVE અપડેટ

સૂત્રોના મતે વર્તમાન ચૂંટણીમાં અલ્પેશે ફરીથી રાધનપુરથી ભાજપની ટિકિટ માંગી હતી. જોકે સ્થાનીક પાર્ટી નેતાઓના સખત વિરોધ પછી ગાંધીનગર દક્ષિણથી ટિકિટ આપી હતી. જ્યાં તેનો મુકાબલો હાઇ પ્રોફાઇલ કોંગ્રેસ ઉમેદવાર હિમાંશુ પટેલ સામે છે. કોંગ્રેસ પ્રવક્તા અને મજબૂત સ્થાનીય જનાધારવાળા પાટીદાર નેતા હિમાંશુ અલ્પેશને પડકાર આપી રહ્યા છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એ જાહેરાત કરતા અલ્પેશ માટે પ્રચાર કર્યો કે તેની જીત સુનિશ્ચિત કરવા તેમની અને વર્તમાન ભાજપા ધારાસભ્ય શંભૂજી ઠાકોરની જવાબદારી છે.

ગાંધીનગર દક્ષિણ બેઠક પર ત્રિકોણીયો જંગ

2022માં આ સીટ ઉપર ત્રિકોણીયો જંગ જોવા મળી રહ્યો છે. આ બેઠકમાં આમ આદમી પાર્ટી પણ મેદાનમાં ઉતરી છે. કોંગ્રેસે આ સીટ ઉપર પ્રવક્તા હિમાંશુ પટેલ, વકીલ અને એક સ્થાનિય પાટીદારને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીએ પાટીદાર દૌલત પટેલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ભારતીય જનતા પાર્ટી તરફથી અલ્પેશ ઠાકરો મેદાનમાં ઉતર્યા છે. આમ ગાંધીનગર દક્ષિણ બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ ખેલાશે.

ગાંધીનગર દક્ષિણ બેઠક પર મતોનું સમીકરણ

ગાંધીનગર દક્ષિણમાં 3.71 લાખથી વધારે મતદાતા છે. મતદાતાઓમાં એક વ્યાપક જાતિ આધારિ વિશ્વેષણથી જાણવા મળે છે કે ઠાકોર સમુદાય આ સીટ પર સૌથી મોટો સમૂહ છે. બેઠકના કુલ મતદારોમાં લગભગ 1.15 લાખ મતદારો છે. ત્યારબાદ લગભગ 90,000 પાટીદાર મતદાતાઓ છે. ત્રીજો મહત્વપૂર્ણ સમુદાય દલિત છે. જેના લગભગ 25 -30 હજાર મતદાતા છે. સીટમાં લગભગ-10-15 હજાર બિનગુજરાતી ભાષી સમુદાય પણ છે.

જીગ્નેશ મેવાણી વડગામ બેઠક પર આગળ

આ વિધાનસભા ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લાના વડગામ બેઠક ઉપરથી જિગ્નેશ મેવાણી કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. જિગ્નેશ મેવાણીનો મુકાબલો ભાજપના ઉમેદવાર મણિલાલ વાઘેલા સામે છે. તમને જણાવી દઈએ કે, મણિલાલ વાઘેલા કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયા છે, અને દલિત નેતા છે.

આ પણ વાંચોGujarat Election Result 2022 Live Updates : ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022 તમામ અપડેટ

કોંગ્રેસનો પ્રમુખ દલિત ચહેરા જિગ્નેશ મેવાણી ફરીથી વડગામની સીટ પરથી ચૂંટણી લડી રહ્યો છે. 2017માં જિગ્નેશ મેવાણીએ બીજેપીના વિજય ચક્રવર્તીને 19,000 વોટોથી હરાવીને આ સીટ જીતી હતી. મુસ્લિમ સમુદાયના વર્ચસ્વવાળી આ સીટને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. જોકે જિગ્નેશે આ વખતે ત્રણ હરિફ ઉમેદવારનો સામનો કરી રહ્યો છે. જેમાં AIMIMના ઉમેદવાર કલ્પેશ સુંધીયા સિવાય ભાજપાના મણિલાલ વાઘેલા અને આપના દલપત ભાટિયા સામેલ છે.

મણિલાલ વાઘેલા 2012માં વડગામથી કોંગ્રેસના ધારાસભ્ય હતા પણ પાર્ટીએ 2017માં તત્કાલિન ઉમેદવાર જિગ્નેશને અપક્ષ તરીકે ટેકો આપ્યો હતો તેમને ઇડર સ્નાનાંતરિત કર્યા હતા. આ પછી મણિલાલ વાઘેલા 2022માં ભાજપામાં સામેલ થયા હતા.

આ પણ વાંચોહિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 LIVE અપડેટ

પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન જિગ્નેશે ભાવ વધારો, સરકારી પરીક્ષાઓમાં પેપર લીક, સ્વાસ્થ્ય સેવા અને બિલકિસ બાનો મામલાને ઉઠાવ્યા છે.

Web Title: Gujarat election result 2022 hardik patel alpesh thakor and jignesh mevani ahead

Best of Express