scorecardresearch

ગુજરાત ચૂંટણી 2022 : બીજા તબક્કામાં 245 ઉમેદવારો ‘કરોડપતિ’, સૌથી વધારે કોંગ્રેસના

Gujarat elections 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીના (Gujarat elections phase 2) બીજા તબક્કામાં 93 બેઠકના 833માંથી 245 ઉમેદવારો કરોડપતિ (crorepati candidates)છે, જેમાંથી 35 ઉમેદવારો અપક્ષ છે તો ચૂંટણીમાં ઝંપલાવનાર 5 ઉમેદવારોએ તેની સંપત્તિ ‘શૂન્ય’ હોવાનું દર્શાવ્યું છે, વાંચો સંપત્તિના આધારે ઉમેદવારોનું રસપ્રદ વિશ્લેષ્ણ

ગુજરાત ચૂંટણી 2022 : બીજા તબક્કામાં 245 ઉમેદવારો ‘કરોડપતિ’, સૌથી વધારે કોંગ્રેસના

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બર 2022 અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બર 2022ના રોજ થશે. બીજા તબક્કાના મતદાનમાં 93 બેઠકોના 833 ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય નક્કી થશે. પ્રથમ તબક્કાની તુલનાએ બીજા તબક્કામાં કરોડપતિ ઉમેદવારોની સંખ્યા વધારે છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મસના (ADR reports) એક અહેવાલ અનુસાર ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 245 ઉમેદવારો કરોડપતિ છે અને ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 4.25 કરોડ રૂપિયા છે.

833માંથી 245 ઉમેદવારો ‘કરોડપતિ’

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના 93 બેઠકો પર વિવિધ રાજકીય પક્ષો અને અપક્ષ સહિત 833 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 245 ઉમેદવારો (29 ટકા) કરોડપતિ છે. જ્યારે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાનમાં કુલ 822 ઉમેદવારમાંથી 199 ઉમેદવાર (24 ટકા) કરોડપતિ હતા.

ભાજપ કરતા કોંગ્રેસમાં કરોડપતિ ઉમેદવારો વધારે

જો રાજકીય પક્ષોના ઉમેદવારોની સંપત્તિની વાત કરીયે તો બીજા તબક્કામાં કરોડપતિ ઉમેદવારોની સંખ્યા ભાજપ કરતા કોંગ્રેસમાં વધારે છે. ભાજપના 93માંથી 75 ઉમેદવાર (81 ટકા) કરોડપતિ છે જ્યારે કોંગ્રેસમાં 90 ઉમેદવારમાંથી 77 ઉમેદવાર (86 ટકા) કરોડપતિ છે. તો આમ આદમી પાર્ટીએ 35 ઉમેદવાર (38 ટકા) કરોડપતિ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.

જો વર્ષ 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનની વાત કરીયે તે સમયે કોંગ્રેસના 88માંથી 67 ઉમેદવાર, ભાજપના 86માંથી 66 ઉમેદવાર અને આપ પાર્ટીના 7માંથી 5 ઉમેદવાર કરોડપતિ હતા.

વર્ષ 2022ની બીજા તબક્કામાં ચૂંટણી લડનાર ઉમેદવારોની સરેરાશ મિલકત 4.25 કરોડ રૂપિયા છે જે વર્ષ 2017માં 2.39 કરોડ રૂપિયા હતી. અત્રે નોંધનીય છે કે, 1 ડિસેમ્બરે યોજાનાર પ્રથમ તબક્કાની 89 બેઠકો માટેની ચૂંટણીમાં 788 ઉમેદવારોમાંથી 221 ઉમેદવાર ‘કરોડપતિ’ છે.

ટોપ-3 કરોડપતિ ઉમેદવારોમાં ભાજપનો દબદબો

કરોડપતિ ઉમેદવારોની કુલ સંખ્યાના મામલ કોંગ્રેસ ભાજપ કરતા ભલે આગળ હોય પરંતુ ટોપ-3 કરોડપતિની યાદીમાં ભારતીય જનતા પાર્ટીના બે અને આપ પાર્ટીના 1 ઉમેદવારનો સમાવેશ થાય છે.

ટોપ-3 કરોડપતિમાં ભાજપના ગાંધીનગર જિલ્લાની માણસા બેઠકના જયંતિભાઇ સોમાભાઇ પટેલ (જેએસ પટેલ) સૌથી વધારે કરોડપતિ છે. તેમણે ચૂંટણી માટેના સોગંદનામાંમાં પોતાની કુલ સંપત્તિ 661.28 કરોડ રૂપિયા જણાવી છે. તો બીજા ક્રમે 372.65 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ભાજપના બલવંતસિંહ ચંદ્રસિંહ ભાજપ છે, જેઓ પાટણ જિલ્લાના સિદ્ધપુરથી ચૂંટણી લડી રહ્ય છે. તો ત્રીજા ક્રમે આપ પાર્ટીના વડોદરા જિલ્લાની ડબોઇ બેઠકના ઉમેદવાર અજીતસિંહ પુરુષોત્તમ ઠાકોર છે, જેમની સંપત્તિ 343.08 કરોડ રૂપિયા છે. રસપ્રદ વાત છે કે, બીજા તબક્કામાં 285 ઉમેદવારો અપક્ષ છે અને તેમાંથી 36 ઉમેદવારો કરોડપતિ છે.

‘ગરીબ’ ઉમેદવાર - નથી કોઇ જમીન કે સંપત્તિ

રાજકીય પક્ષોના કરોડપતિ ઉમેદવારો ચૂંટણી લડે તે નવાઇની વાત નથી જો કે જેમની પાસે જમીન, સોનું, બેન્ક બેલેન્સના નામે કોઇ સંપત્તિ નથી જેવા લોકો પણ ચૂંટણી લડી રહ્યા છે.

ચૂંટણી ફોર્મ ભરતી વખતે રજૂ કરેલા સોગંદનામાં પાંચ ઉમેદવારોએ પોતાની સંપત્તિ શૂન્ય હોવાનું દર્શાવ્યુ છે, એટલે કે તેમની પાસે જમની, સોનું, વાહન, બેન્સ બેલેન્સના નામ એક રૂપિયાની પણ સંપત્તિ નથી. આવા ‘ગરીબ’ઉમેદવારોમાં કોંગ્રેસના ગાંધીનગર ઉત્તરની બેઠકના ઉમેદવાર મહેન્દ્રભાઇ પટણી, સરકાર વલ્લભભાઇ પટેલ પાર્ટીના અમદાવાદની નરોડા બેઠકના ઉમેદવાર સત્યમકુમાર પટેલ, આપણી જનતા પાર્ટીના અમદાવારના અમરાઇવાડી બેઠકના સતિષ હિરાલાલ સોની, પ્રજા વિકાસ પાર્ટીના અમદાવાદના દાણીલીમડા (એસસી) બેઠકના ઉમેદવાર કસ્તુરભાઇ પરમાર અને ડેમોક્રેટિક ભારતીય સમાજ પાર્ટીના અમદાવાદના સાબરમતી બેઠકના ઉમેદવાર જીવનભાઇ પરમારનો સમાવેશ થાય છે.

કુલ 1621માંથી 456 ઉમેદવાર કરોડપતિ

ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ રહી છે. આમ પ્રથમ અને બીજા તબક્કાના કુલ 1621માંથી 456 ઉમેદવારો કરોડપતિ છે. જેમાં સૌથી વધારે કરોડપતિ ઉમેદવારોમાં ભાજપના 154, કોંગ્રેસના 142 અને આપ પાર્ટીના 68 ઉમેદવાર છે. એડીઆર રિપોર્ટ અનુસાર આ કરોડપતિ ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 2.56 કરોડ રૂપિયા છે. આ તમામ કરોડપતિ ઉમેદવારોમાં ભાજપના માણસ બેઠકના ઉમેદવાર જયંતિ પટેલ 661 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે સૌથી ધનવાન ઉમેદવાર છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીના ઉમેદવારો વિશેના મુખ્ય સમાચાર

 ભાજપનું ‘કોર્પોરેટ-કનેક્શન’, કોંગ્રેસ કરતા મળ્યું 16 ગણું વધારે કોર્પોરેટ ડોનેશન
ગુજરાતના પ્રથમ તબક્કાના મતદાનના 21 ટકા ઉમેદવારો ‘દાગી’, તમામ 788 ઉમેદવારોનું રસપ્રદ વિશ્લેષ્ણ વાંચો

અત્રે ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી છે. 1લી ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન અને 5મી ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે અને 8 ડિસેમ્બરના રોજ મત ગણતરી થશે.

Web Title: Gujarat elections 2022 245 crorepati candidates in fray of phase 2 adr report analysis

Best of Express