Gujarat weather forecast updates: ગુજરાત સહિત દેશમાં ઉનાળાની શરુઆત થઈ ગઈ છે. પરંતુ વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે ઉનાળાના સમયમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાત સહિત ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ ઉપરાંત દિલ્હી એનસીઆરમાં તાપમાનનો પારો ઉચકાશે. આગામી કેટલાક દિવસોમાં તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ સુધી ઉપર જઇ શકે છે.
ગુજરાતમાં 29 અને 30 તારીખે માવઠાંની શક્યતા
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ફરીથી માવઠાની આગાહી કરી છે. આગામી 29 અને 30 માર્ચે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. દિવસ પ્રમાણે જોઈએ તો 29 માર્ચે દ્વારકા, જામનગર, કચ્છમાં માવઠું પડી શકે છે. જ્યારે 30 માર્ચે બનાસકાંછા, સાબરકાંઠા, પોરબંદર, અમરેલી, જૂનાગઠમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બે દિવસ તાપમાનમાં વધારો થશે. 3થી 4 ડિગ્રી જેટલું તાપમાન વધી શકે છે.
દિલ્હી-NCRમાં કેવું રહેશે હવામાન
ઉત્તર ભારતમાં મોસમ ઝડપથી બદલાઈ રહ્યું છે. રવિવારે તેજ તાપમાનના કારણે ગરમીમાં વધારો જોવા મળ્યો હતો. હવામાન વિભાગ પ્રમાણે ઉત્તર ભારતમાં અત્યારે હવામાન સાફ છે. તેજ હવા અને આંધીની સંભાવના અત્યારે નથી. તડકાના કારણે તાપમાનમાં વધારો જોવા મળી શકે છે.
આ રાજ્યોમાં પડી શકે છે વરસાદ
હવામાન વિભાગ પ્રમાણે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશ સહિત ઉત્તરાખંડના અનેક ભાગોમાં વરસાદ અને બરફવર્ષાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ પ્રમાણે કેટલાક દિવસો સુધી આવી સ્થિતિ બની રહેશે. બીજી તરફ હવામાન વિભાગે 31 માર્ચ બાદ દિલ્હીમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. 31 માર્ચે પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ પ્રમાણે ગત ત્રણ વર્ષ કરતા આ વખતે માર્ચ મહિનામાં સૌથી વધારે વરસાદ પડ્યો છે.
આ પણ વાંચોઃ- Covid-19 updates: ઉત્તર પ્રદેશમાં કસ્તૂરબા ગાંધી સ્કૂલની 38 વિદ્યાર્થિનીઓ કોરોના પોઝિટિવ, ગુજરાતમાં કેવી છે સ્થિતિ?
દિલ્હીમાં શનિવાર સવારે 8.30 વાગ્યાથી ગત 24 કલાક દરમિયાન કુલ 12.2 એમએમ વરસાદ નોંધાયો છે. જે ત્રણ વર્ષમાં એક દિવસમાં નોંધાયોલે સૌથી વધારે વરસાદ છે. વરસાદથી દિલ્હી હવા સાફ થઇ ગઈ છે. રાજધાનીનું સરેરાશ એક્યુઆઇ 100થી ઓછી રહ્યું છે.
આ પણ વાંચોઃ- આજનો ઇતિહાસ 27 માર્ચ : ‘વિશ્વ રંગમંચ દિવસ’ – શો મસ્ટ ગો ઓન
દિલ્હીમાં સામાન્ય રીતે એક ક્વોલિટી ઇન્ડેક્સ શનિવારે માત્ર 78 રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ 0થી 50 સુધી સારો, 51થી 100 સુધી સંતોષજનક, 101થી 200 સુધી મધ્યમ, 201થી 300 સુધી ખરાબ, 301થી 400 સુધી ખુબ જ ખરાબ અને 401થી 500 સુધી ખતરનાક શ્રેણીમાં આવે છે.