Gujarat Top Headline News: ગુજરાતના આજના મહત્ત્વના સમાચાર, અમરેલી લેટરકાંડમાં યુવતીને જામીન મળ્યા, જામનગરમાં નીતા અંબાણી ભાવુક થયા

Gujarat Top Headline: ગુજરાતના આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની જામનગર રિફાઇનરીને 25 વર્ષ પૂર્ણ, અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરીને જામીન, આજથી અમદાવાદ ફ્લાવર શો નો પ્રારભ.

Written by Rakesh Parmar
January 03, 2025 19:54 IST
Gujarat Top Headline News: ગુજરાતના આજના મહત્ત્વના સમાચાર, અમરેલી લેટરકાંડમાં યુવતીને જામીન મળ્યા, જામનગરમાં નીતા અંબાણી ભાવુક થયા
Gujarat Top Headlines News | ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર (તસવીર: Freepik)

Gujarat Top Headline: ગુજરાતના આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની ગુજરાત સ્થિત જામનગર રિફાઇનરીએ 25 વર્ષ પૂર્ણ થતા અંબાણી પરિવારે રિફાઈનરીના કર્મચારીઓ અને તેમના પરિવારોને સંબોધ્યા હતા. આ ઉપરાંત બનાસકાંઠાનું વિભાજન થતા દિયોદર અને કાંકરેજમાં લોકોએ વિરોધ નોંધાવ્યો છે. ત્યાં જ અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને જામીન મળી ગયા છે.

બનાસકાંઠા વિભાજન થતાં દિયોદરમાં વિરોધ

વર્ષ 2025 ના પ્રથમ દિવસે જ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદ-વાવને નવો જિલ્લો બનાવાયો છે, જેમાં થરાદ જિલ્લાનું મુખ્ય મથક રહેશે. ત્યારે નવા જિલ્લામાં સમાવેશ કરાયેલા કાંકરેજ અને ધાનેરાના લોકોએ બનાસકાંઠામાં જ રહેવાની માંગ સાથે વિરોધ વ્યક્ત કરીને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે તો નવા જિલ્લાનું મુખ્ય મથક દિયોદર બનાવવામાં ન આવતા તેનો પણ વિરોધ નોંધાવવામાં આવ્યો છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

જામનગર રિફાઈનરીને 25 વર્ષ પૂરા

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની ગુજરાત સ્થિત જામનગર રિફાઇનરીએ 25 વર્ષ પૂર્ણ કર્યા છે. આ પ્રસંગે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર આકાશ અંબાણીએ જામગરમાં AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જામનગર રિફાઈનરીના કર્મચારીઓ અને તેમના પરિવારોને સંબોધતા આકાશે કહ્યું કે અમે જામનગરને એઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં અગ્રેસર બનાવીશું. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

જામનગરમાં નીતા અંબાણી ભાવુક થયા

અંબાણી પરિવાર માટે જામનગરનું મહત્વ સમજાવતા નીતા અંબાણીએ કહ્યું કે તે કોકિલા મમ્મીનું જન્મસ્થળ છે. તે તેના મૂળ અને મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે. તે આજે આપણી સાથે છે અને આ બધું તેમના આશીર્વાદથી જ શક્ય બન્યું છે. તમે દરેક માટે જે કંઈ કર્યું છે તેના માટે ખૂબ ખૂબ આભાર. પોતાની વાતને આગળ વધારતા નીતા અંબાણીએ કહ્યું, ‘પિતા ધીરુભાઈ અંબાણી માટે જામનગર તેમનું કાર્યસ્થળ હતું, તેમનું સ્વપ્ન હતું, તેમનું ભાગ્ય હતું. તે તેમની ફરજ, સમર્પણ, જુસ્સો અને હેતુનું પ્રતીક છે. હું આશા રાખું છું કે તેમના આશીર્વાદ જામનગરમાં આપણા બધા પર વરસતા રહે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરીને જામીન મળ્યા

અમરેલીમાં ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવા લખાયેલા લેટરકાંડ મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો છે ત્યારે આજે અમરેલી લેટરકાંડ મામલે પાટીદાર યુવતી પાયલ ગોટીએ જામીન અરજી મૂકી હતી. બંને પક્ષોની દલીલ સાંભળીને કોર્ટે યુવતીની જામીન અરજી મંજૂર કરી હતી.

આજથી અમદાવાદ ફ્લાવર શો નો પ્રારંભ

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ – 2025 નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભારંભ કરાવ્યો છે. ફ્લાવર શૉ માં 10 લાખથી વધુ ફૂલો અને 30થી વધુ સ્કલ્પચર્સ મુકવામાં આવ્યા છે. પ્રકૃતિ અને સંસ્કૃતિના સંગમ સમાન આ ફ્લાવર શૉ ની મુલાકાત માટે આજથી જ મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ‘અમદાવાદ ઈન્ટરનેશનલ ફ્લાવર શો 2025’ તારીખ 3 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી, 2025 દરમિયાન જાહેર જનતા માટે ખુલ્લો રહેશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ