weather update : દેશમાં અનેક વિસ્તારોમાં કોલ્ડવેવ, કડકડતી ઠંડીમાં ગુજરાત પણ ઠુંઠવાયું, રાજ્યમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ

Weather in Gujarat, Temperature in Gujarat: દેશની રાજધાનીમાં મંગળવારે લઘુત્તમ તાપમાન 8.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે ગુજરાતમાં ઠંડી અંગે વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધારે ઠંડી નલિયામાં 8.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ હતી.

Weather in Gujarat, Temperature in Gujarat: દેશની રાજધાનીમાં મંગળવારે લઘુત્તમ તાપમાન 8.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે ગુજરાતમાં ઠંડી અંગે વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધારે ઠંડી નલિયામાં 8.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ હતી.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update

ગુજરાતમાં ઠંડી પ્રતિકાત્મક તસવીર

IMD Weather Forecast, Gujarat Weather Forecast Today: નવું વર્ષ શરું થવાની સાથે ઠંડીનો પારો ગગડવા લાગ્યો છે. દેશની રાજધાની દિલ્હી અને એનસીઆર સહિત મોટાભાગના રાજ્યોમાં કોલ્ડવેવ પ્રસરી રહી છે. આ સાથે ભારે ધુમ્મસ પણ છવાયેલું રહે છે. દેશની રાજધાનીમાં મંગળવારે લઘુત્તમ તાપમાન 8.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે ગુજરાતમાં ઠંડી અંગે વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધારે ઠંડી નલિયામાં 8.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ હતી. જ્યારે સૌથી ઓછી ઠંડી ઓખામાં 20.7 ડિગ્રી સેલ્સિયસ નોધાઈ હતી. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં 12થી 16 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાત સહિત દેશના મોટા ભાગના રાજ્યોમાં હજી ઠંડી પોતાનું જોર પકડશે.

Advertisment

ગુજરાતમાં નલિયા સૌથી ઠંડું શહેર બન્યું

હવામાન વિભાગના આંકડા પ્રમાણે મંગળવારે નલિયામાં 8.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આમ નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું જ્યારે ઓખા 20.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે સૌથી ગરમ શહેર રહ્યું હતું. રાજ્યના મોટાભાગના શહેરોમાં 12થી 16 ડિગ્રીની આસપાસ તાપમાન રહ્યું હતું. નલિયા પછી સૌથી વધારે ઠંડી ધરાવતું શહેર ડીસા રહ્યું હતું. ડિસામાં 10.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

મંગળવારે ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ

શહેરમહત્તમલઘુત્તમ
અમદાવાદ25.713.5
ડીસા25.710.2
ગાંધીનગર25.512.2
વલ્લભ વિદ્યાનગર25.811.0
વડોદરા27.412.4
સુરત29.414.4
વલસાડ29.013.5
દમણ27.416.0
ભુજ27.211.4
નલીયા27.208.8
કંડલા પોર્ટ28.012.7
કંડલા એરપોર્ટ27.211.0
ભાવનગર26.413.6
દ્વારકા27.816.2
ઓખા26.120.7
પોરબંદર29.211.8
રાજકોટ28.412.2
વેરાવળ29.815.8
દીવ30.811.8
સુરેન્દ્રનગર27.013.5
મહુવા0011.6

રાજસ્થાનના સીકરમાં તાપમાનમાં 0.1 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો

રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં તીવ્ર ઠંડી અને ધુમ્મસના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. રાજ્યના ફતેહપુર સીકરમાં સોમવારે રાત્રે લઘુત્તમ તાપમાન માઈનસ એક ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. મંગળવારે પંજાબ અને હરિયાણામાં કોલ્ડ વેવની સ્થિતિ પ્રવર્તી રહી હતી અને ઘણી જગ્યાએ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું હતું.

Advertisment

આ પણ વાંચોઃ-આજનો ઇતિહાસ : 4 જાન્યુઆરી સ્વાતંત્ર્ય સેનાની અને પત્રકાર મોહમ્મદ અલી જોહરનો પુણ્યતિથિ

મંગળવારે સવારે 11 વાગ્યે દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 384 નોંધાયો હતો

IMDના ડેટા અનુસાર, મંગળવારે સવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા એક ડિગ્રી વધુ 8.5 ડિગ્રી સેલ્સિયસ હતું. સોમવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 7.6 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ 17.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. મંગળવારે સવારે 11 વાગ્યે દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 384 નોંધાયો હતો. બુધવારે ગાઢ ધુમ્મસની શક્યતા છે.

આ પણ વાંચોઃ-જૈન સમુદાયનો વિરોધ: ગુજરાત અને ઝારખંડ સાથે ક્યાં- ક્યાં મુદ્દા જોડાયેલા છે? જાણો અહીં

પંજાબમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ

પંજાબના ગુરદાસપુરમાં 2 ડિગ્રી સેલ્સિયસ, લુધિયાણામાં 5.8 ડિગ્રી સેલ્સિયસ, પટિયાલામાં 4.8 ડિગ્રી સેલ્સિયસ, પઠાણકોટમાં 6.6 ડિગ્રી સેલ્સિયસ, ફરીદકોટમાં 4.8 ડિગ્રી સેલ્સિયસ જ્યારે અમૃતસરમાં 5.6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે હરિયાણાના નારનૌલમાં લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ, હિસારમાં 4.5 ડિગ્રી સેલ્સિયસ, ભિવાનીમાં 6.9 ડિગ્રી સેલ્સિયસ અને ઝજ્જરમાં 5.7 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. બંને રાજ્યોની સંયુક્ત રાજધાની ચંડીગઢમાં લઘુત્તમ તાપમાન 6.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

આજનું હવામાન અપડેટ કોલ્ડ વેવ ગુજરાત દેશ