IMD Weather Forecast, Gujarat Weather Forecast Today: નવું વર્ષ શરું થવાની સાથે ઠંડીનો પારો ગગડવા લાગ્યો છે. દેશની રાજધાની દિલ્હી અને એનસીઆર સહિત મોટાભાગના રાજ્યોમાં કોલ્ડવેવ પ્રસરી રહી છે. આ સાથે ભારે ધુમ્મસ પણ છવાયેલું રહે છે. દેશની રાજધાનીમાં મંગળવારે લઘુત્તમ તાપમાન 8.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે ગુજરાતમાં ઠંડી અંગે વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધારે ઠંડી નલિયામાં 8.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ હતી. જ્યારે સૌથી ઓછી ઠંડી ઓખામાં 20.7 ડિગ્રી સેલ્સિયસ નોધાઈ હતી. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં 12થી 16 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાત સહિત દેશના મોટા ભાગના રાજ્યોમાં હજી ઠંડી પોતાનું જોર પકડશે.
ગુજરાતમાં નલિયા સૌથી ઠંડું શહેર બન્યું
હવામાન વિભાગના આંકડા પ્રમાણે મંગળવારે નલિયામાં 8.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આમ નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું જ્યારે ઓખા 20.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે સૌથી ગરમ શહેર રહ્યું હતું. રાજ્યના મોટાભાગના શહેરોમાં 12થી 16 ડિગ્રીની આસપાસ તાપમાન રહ્યું હતું. નલિયા પછી સૌથી વધારે ઠંડી ધરાવતું શહેર ડીસા રહ્યું હતું. ડિસામાં 10.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
મંગળવારે ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ
શહેર | મહત્તમ | લઘુત્તમ |
અમદાવાદ | 25.7 | 13.5 |
ડીસા | 25.7 | 10.2 |
ગાંધીનગર | 25.5 | 12.2 |
વલ્લભ વિદ્યાનગર | 25.8 | 11.0 |
વડોદરા | 27.4 | 12.4 |
સુરત | 29.4 | 14.4 |
વલસાડ | 29.0 | 13.5 |
દમણ | 27.4 | 16.0 |
ભુજ | 27.2 | 11.4 |
નલીયા | 27.2 | 08.8 |
કંડલા પોર્ટ | 28.0 | 12.7 |
કંડલા એરપોર્ટ | 27.2 | 11.0 |
ભાવનગર | 26.4 | 13.6 |
દ્વારકા | 27.8 | 16.2 |
ઓખા | 26.1 | 20.7 |
પોરબંદર | 29.2 | 11.8 |
રાજકોટ | 28.4 | 12.2 |
વેરાવળ | 29.8 | 15.8 |
દીવ | 30.8 | 11.8 |
સુરેન્દ્રનગર | 27.0 | 13.5 |
મહુવા | 00 | 11.6 |
રાજસ્થાનના સીકરમાં તાપમાનમાં 0.1 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો
રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં તીવ્ર ઠંડી અને ધુમ્મસના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. રાજ્યના ફતેહપુર સીકરમાં સોમવારે રાત્રે લઘુત્તમ તાપમાન માઈનસ એક ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. મંગળવારે પંજાબ અને હરિયાણામાં કોલ્ડ વેવની સ્થિતિ પ્રવર્તી રહી હતી અને ઘણી જગ્યાએ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું હતું.
આ પણ વાંચોઃ- આજનો ઇતિહાસ : 4 જાન્યુઆરી સ્વાતંત્ર્ય સેનાની અને પત્રકાર મોહમ્મદ અલી જોહરનો પુણ્યતિથિ
મંગળવારે સવારે 11 વાગ્યે દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 384 નોંધાયો હતો
IMDના ડેટા અનુસાર, મંગળવારે સવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા એક ડિગ્રી વધુ 8.5 ડિગ્રી સેલ્સિયસ હતું. સોમવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 7.6 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ 17.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. મંગળવારે સવારે 11 વાગ્યે દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 384 નોંધાયો હતો. બુધવારે ગાઢ ધુમ્મસની શક્યતા છે.
આ પણ વાંચોઃ- જૈન સમુદાયનો વિરોધ: ગુજરાત અને ઝારખંડ સાથે ક્યાં- ક્યાં મુદ્દા જોડાયેલા છે? જાણો અહીં
પંજાબમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ
પંજાબના ગુરદાસપુરમાં 2 ડિગ્રી સેલ્સિયસ, લુધિયાણામાં 5.8 ડિગ્રી સેલ્સિયસ, પટિયાલામાં 4.8 ડિગ્રી સેલ્સિયસ, પઠાણકોટમાં 6.6 ડિગ્રી સેલ્સિયસ, ફરીદકોટમાં 4.8 ડિગ્રી સેલ્સિયસ જ્યારે અમૃતસરમાં 5.6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે હરિયાણાના નારનૌલમાં લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ, હિસારમાં 4.5 ડિગ્રી સેલ્સિયસ, ભિવાનીમાં 6.9 ડિગ્રી સેલ્સિયસ અને ઝજ્જરમાં 5.7 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. બંને રાજ્યોની સંયુક્ત રાજધાની ચંડીગઢમાં લઘુત્તમ તાપમાન 6.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.