ગુજરાત સરકારની મહત્ત્વપૂર્ણ યોજના: વાહન ખરીદવા માટે ₹5 લાખથી ₹20 લાખ સુધીની લોન પર 6% વ્યાજ સહાય...

ગુજરાત સરકારની ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ દ્વારા આદિજાતિના લોકોને સ્વરોજગારી માટે બેંક મારફતે વાહન ખરીદવા (કાર લોન) માટે 6% સુધીની વ્યાજ સબસીડી અથવા ધંધાકીય લોન સહાય આપવામાં આવે છે.

ગુજરાત સરકારની ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ દ્વારા આદિજાતિના લોકોને સ્વરોજગારી માટે બેંક મારફતે વાહન ખરીદવા (કાર લોન) માટે 6% સુધીની વ્યાજ સબસીડી અથવા ધંધાકીય લોન સહાય આપવામાં આવે છે.

author-image
Rakesh Parmar
New Update
Gujarat Tribal Development Corporation Scheme

આદિજાતિ કાર લોન/સ્વરોજગારી સહાય યોજનાની મુખ્ય વિગતો Photograph: (Canva)

ગુજરાત સરકારની ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ (Gujarat Tribal Development Corporation) દ્વારા આદિજાતિના લોકોને સ્વરોજગારી માટે બેંક મારફતે વાહન ખરીદવા (કાર લોન) માટે 6% સુધીની વ્યાજ સબસીડી અથવા ધંધાકીય લોન સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ રૂ. 5 લાખથી 20 લાખ સુધીની લોન પર વ્યાજ સહાયનો લાભ મળી શકે છે.

Advertisment

આદિજાતિ કાર લોન/સ્વરોજગારી સહાય યોજનાની મુખ્ય વિગતો

  • ઉદ્દેશ્ય: આદિજાતિના લોકોને વાહન (કાર/ટેક્સી) ખરીદીને સ્વરોજગાર શરૂ કરવા માટે પ્રોત્સાહન આપવું.
  • સહાયની રકમ: કોર્પોરેશન દ્વારા નક્કી કરેલ ધંધા/રોજગાર માટે રૂ. 5 લાખથી 20 લાખ સુધીની લોન પર સહાય આપવી.
  • વ્યાજ સબસીડી: બેંક મારફતે મળતી લોન પર 6% જેટલી વ્યાજ સહાય કોર્પોરેશન દ્વારા આપવામાં આવે છે.

અરજી કરવા માટે પાત્રતા 

આ સરકારી યોજનાનો લાભ લેવા માટે વ્યક્તિ અનુસૂચિત જનજાતિ (ST) ની હોવી જોઈએ અને ગુજરાત રાજ્યના નિવાસી હોવા જોઈએ.

અરજી પ્રક્રિયા

ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન ની વેબસાઈટ અથવા જિલ્લા કચેરી મારફતે અરજી કરી શકાય છે. આ યોજનાનો લાભ લેવા માંગતા અનુસૂચિત જનજાતિના લોકો પોતે સરકારી જિલ્લા કચેરીમાં પોતાની જાતે પણ અરજી ફોર્મ ભરી શકે છે.

Advertisment

આ યોજનાનો લાભ લેવા માટે અરજદારે વાહન ખરીદીનો હેતુ, ડ્રાઇવિંગ લાયસન્સ અને બેંકની વિગતો સાથે અરજી કરવાની રહે છે. જોકે આ 

આદિજાતિ કાર લોન/સ્વરોજગારી સહાય યોજનાનું ફોર્મ

આદિજાતિ કાર લોન/સ્વરોજગારી સહાય યોજનાની શરતો

(1) ગુજરાત રાજ્યના વતની હોય તેવા અનુચિત જનજાતિના ઇસમોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. અન્ય રજ્યના અનુચિત જનજાતિના ઇસમોને આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી.

(2) આ યોજનાનો લાભ ફક્ત અનુચિત જનજાતિના ઇસમોને આપવામાં આવશે. લાભાર્થીએ સક્ષમ અધિકારીનું જાતિનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.

(3) બેંક દ્રારા રૂ.5 લાખ થી 20 લાખ સુધીની મર્યાદામાં ફોરવીલરની મેળવેલ લોન સામે સહાય મેળવી શકાશે.

(4) બેંક દ્રારા મંજુર થયેલ લોન ઉપર વાર્ષિક 6% સુધી વ્યાજ સહાય ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ, ગાંધીનગર મારફત મળવાપાત્ર થશે. અને તે વધુમાં વધુ વાર્ષિક રૂ.30,000 થી 1,20,000 સુધી વ્યાજ સહાય મળવાપાત્ર થશે. લોનની રકમના 6% સુધી જ વ્યાજ મળવા પાત્ર થશે.

(5) અરજદારે બેંક માંથી લોન મેળવેલ છે તે મુજબનો પુરવો સહાય મેળવવા માટે રજુ કરવાનો રહેશે.

(6) સહાય મેળવનાર અરજદારે 5- વર્ષ સુધી વાહન વેચી નહી શકે,

(7) સહાયની રકમ લાભાર્થીના ખાતે RTGSથી જમા કરાવવામાં આવશે.

(8) અરજદારે આ યોજના હેઠળ લોન મેળવવા સંબધિત બેંકને સીધી અરજી કરવાની રહેશે. બેન્ક દ્રારા લોન મંજુર થાય ત્યારપછી અરજદારે તાત્કાલિક બેંક દ્રારા નિગમને જાણ કરવાની રહેશે. વ્યાજ સહાય ચુકવવા અંગેની ભલામણ નિગમને મળે તે પછી નિગમે જરૂરી ચકાસણી કરી વ્યાજ સહાય ચુકવવાની રહેશે. અરજદારને કોઇ પણ સંજોગોમાં લોનની રકમ રૂ.20 લાખ ની વાહનની લોન મર્યાદામાં ફક્ત 6% સુધી જ વ્યાજ સહાય મળવાપાત્ર થશે.

(9) અરજદાર તરફથી લોનના હપ્તા નિયમિત ભર્યા અંગેના આધારો રજુ થયેથી વ્યાજ સહાય મળવાપાત્ર થશે.

(10) વ્યાજ સહાય મળવા અંગેની અરજીઓનો નમુનો પ્રાયોજના વહિવટદારઅથવા મદદનીશ કમિશ્નરશ્રી, આદિજાતિ વિકાસ ની કચેરીમાંથી અથવા ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ, ગાંધીનગરની કચેરીમાંથી મેળવી શકાશે.

(11) ઉપર જણાવેલ શરતો ઉપરાંત સરકારશ્રીને યોગ્ય લાગે તેવી અન્ય શરતો રાખી શકશે.

(12) બેંક દ્રારા મંજુર થયેલ લોનના કાગળોની પ્રમાણિત નકલ તથા લોન ખાતાની પાસબુક/આરસી બુકની નક્લ સ્ટેટમેન્ટની નકલ રજુ કરવાના રહેશે.

ગુજરાત સરકાર સરકારી યોજના