/indian-express-gujarati/media/media_files/2026/02/24/kirti-patel-bail-junagadh-police-extortion-case-2026-02-24-15-44-52.jpg)
જૂનાગઢ કોર્ટે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલના જામીન મંજૂર કર્યા છે. Photograph: (Express)
સોમવારે જૂનાગઢ જિલ્લામાં એક અવ્ય યુટ્યુબર પાસેથી કથિત રીતે ખંડણી લેવાના કેસમાં કીર્તિ પટેલને જામીન આપવામાં આવ્યા હતા. રાજસ્થાનના ઉદયપુરની એક હોટલમાંથી જૂનાગઢ પોલીસે તેની ધરપકડ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સ્થાનિક કોર્ટે એક દિવસની પોલીસ કસ્ટડી બાદ તેના જામીન મંજૂર કર્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે અન્ય સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને ટૂંક સમયમાં તેમને રજા આપવામાં આવે તેવી અપેક્ષા છે.
જોકે પોલીસે ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે તેની બે અન્ય કેસમાં ફરીથી ધરપકડ થઈ શકે છે. એક સરકારી કર્મચારીને તેમની ફરજો બજાવવામાં અવરોધ કરવા સંબંધિત અને બીજો ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા સંબંધિત કેસમાં.
છ દિવસમાં કીર્તિ પટેલ સામે ત્રણ FIR દાખલ કરવામાં આવી હતી. કીર્તિ પટેલ ગુજરાતની પ્રખ્યાત અને નામચીન યુટ્યુબર છે, અને જૂનાગઢના ભવનાથ મહાદેવ મંદિરના મૃગી કુંડ (પવિત્ર તળાવ)માં તેના કથિત "પવિત્ર ડૂબકી" અંગેનો વિવાદ, જેના કારણે ત્રણ કેસ બન્યા હતા. તે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે, ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર કીર્તિ પટેલના 1.3 મિલિયન ફોલોઅર્સ વચ્ચે આ મામલે ચર્ચાનું બજાર ગરમાયું છે.
તાજેતરનો કેસ અને ધરપકડ
જુનાગઢના મજૂર અને ઇન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર અબજલ કારા સીદા, જેમના 27,000 થી વધુ ફોલોઅર્સ છે, તેમની ફરિયાદના આધારે 21 ફેબ્રુઆરીએ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ કરાયેલી ત્રીજી FIRમાં કીર્તિ પટેલને સોમવારે જામીન આપવામાં આવ્યા હતા.
ઉનાળામાં શિલાજીત ખાવાના અદભૂત ફાયદાઓ, જાણો ખાવાની કરવાની સાચી રીત
તેણે ઇન્સ્ટાગ્રામ પર એક રીલ પોસ્ટ કરી હતી જેમાં તેને રેલ્વે ટ્રેક પાસે સફેદ રંગનું પ્રવાહી (ફિનાઇલ હોવાની શંકા) પીતો દર્શાવવામાં આવ્યો હતો. થોડીવારમાં એક મહિલા તેની પાસે દોડી આવીને તેને રોકવાનો પ્રયાસ કરતી જોવા મળે છે અને કહે છે કે તે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન પાસે છે. આ રાજકોટ જિલ્લાના જેતપુરમાં આવેલ છે. એફઆઈઆરમાં જણાવાયું છે કે સીદાએ કિર્તી પટેલ દ્વારા હિન્દુ સાધુઓ વિરુદ્ધ આરોપો લગાવવાનો વિરોધ કર્યા બાદ આરોપીઓ તરફથી મળેલી ધમકીઓના પગલે આ પગલું ભર્યું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે સીદા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને ટૂંક સમયમાં તેને રજા આપવામાં આવે તેવી શક્યતા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us